જો તમે પણ ખાવા પર નહિં રાખો કંટ્રોલ તો કથળી જશે તમારું સ્વાસ્થ્ય, જાણો આ માટેના ઉપાયો

મિત્રો, કોઈપણ વ્યક્તિ જ્યારે સાવ નવરો બેઠો હોય ત્યારે તેને એક જ વસ્તુ સુઝે છે અને તે છે ખાવાનુ. ઘણીવાર લોકો કટાણે એટલુ બધું ભોજનનુ સેવન કરી લેતા હોય છે કે પછી ઓવરઇટીંગના કારણે તેમણે આવનાર સમયમા અનેકવિધ બિમારીઓના શિકાર બનવું પડે છે. જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને નીરોગી રાખવા ઈચ્છતા હોવ અને સમસ્યાઓથી દૂર રહેવા ઈચ્છતા હોવ તો આજે જ અજમાવો આ ઉપાય.

ચા નુ વધારે સેવન ટાળો :

image source

મોટાભાગના લોકો આખા દિવસમા ઘણી બધી વાર ચાનુ સેવન કરતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, વધારે પડતુ ચા નુ સેવન કરવાથી પણ તમને અનેકવિધ પ્રકારના નુકસાન પહોંચી શકે છે. આ સિવાય ચા અને કોફીમા પુષ્કળ માત્રામા કેફીન સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીર માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ કારણોસર તમારે તેનુ સેવન શક્ય બને તેટલુ ઓછુ કરી દેવુ જોઇએ.

હેવી બ્રેકફાસ્ટ હોવો અત્યંત આવશ્યક છે :

image source

વહેલી સવારે દિવસનો પહેલો નાસ્તો એ ખુબ મહત્વનો હોય છે. તેના પરથી તે અંદાજ લગાવવામા આવશે કે, તમે આખા દિવસમાં કેટલી વાર ખાશો. જો તમે વધારે પડતો હેવી બ્રેકફાસ્ટ કર્યો હશે તો તમને લાંબા સમય સુધી ભૂખ જ નહી લાગે અને તમને કોઈપણ પ્રકારની ખાવાની ક્રેવિંગની સમસ્યા પણ નહી થાય, માટે સવારે હમેંશા હેવી બ્રેકફાસ્ટ લેવાની આદત કેળવો.

હળવા સ્નૅક્સ ખાવ :

image source

ઘણા બધા પ્રયત્નો પછી પણ જો તમારી ભૂખ નિયંત્રણમા રહેતી નથી અથવા તો કઇ ને કઇ ખવાઇ જ જાય છે તો તેના કારણે તમારા શરીરમા કચરો વધી જાય છે અને તે તમારા વજનમા પણ વધારો કરે છે. આ માટે તમે લાઇટ સ્નેક્સ કરવાનો વધુ પડતો આગ્રહ રાખો. ઓટ્સ, ફળ, જ્યુસ, મમરા જેવી વસ્તુઓ સાથે રાખવી અને ભૂખ લાગે ત્યારે જંકફૂડની જગ્યાએ આ વસ્તુઓનુ સેવન શરુ કરવુ.

મેદોનુ ના કરવુ સેવન :

image source

સુગર, નમક અને મેદો એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જીવલેણ સાબિત થાય છે.જો તમે સુગર અને નમકનુ સેવન એક હદ કરતા વધારે પડતું કરો છો તો તે તમારા શરીર માટે ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. આ સિવાય મેદો પણ તમારા પેટ અને હેલ્થ માટે ખુબ જ ખરાબ છે, માટે શક્ય બને તો ભોજન કરતા સમયે આ વસ્તુઓને અવગણો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત