કરુણતા: જન્મદિવસ મનાવીને આવી રહેલા પરિવારને રસ્તામાં મળ્યું મોત, અકસ્માત થતા પરિવાર થઇ ગયો વેરવિખેર

જન્મદિવસ મનાવીને આવી રહેલા એક જ પરિવારના 5 લોકો સાથે ઘટી દુર્ઘટના, 2 લોકો બન્યા મોતનો ભોગ

કહેવાય છે ને કે જન્મ અને મરણબંને ભગવાનના હાથમાં હોય છે. ક્યારે તમારી સાથે શું બનશે તેને વિશે કંઈ પણ કહી શકાતું નથી. ક્યારેક તમારા જીવનમાં ખુશી આવે છે અને ક્યારેક દુઃખ. આવું જ ઉત્તરપ્રદેશના મહરાદગંજ જિલ્લાના સદર કોતવાલી વિસ્તારના મહરાજગંજ-નિચલૌલ માર્ગ પર ધનેવાની પાસે બન્યું. પરિવાર ખુશીઓ મનાવીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ પરિવાર જન્મદિવસમાં સામેલ થવા ગયો હતો.

image source

જન્મદિવસની પાર્ટી પૂરી કરીને પરિવાર રાતના સમયે ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે રાતે ગાડી અનિયંત્રિત થઈ અને તે ઝાડ સાથે અથડાઈ ગઈ. આ ઘટનામાં કારમાં બેઠએલા 2 લોકોના સ્થળ પર મોત થયા હતા અને સાથે જ 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. જે લોકો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ તમામ લોકોને પોલીસે જ હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા અને હાલમાં તેમની સારવાર ગોરખપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

image source

મળતી માહિતી અનુસાર કારમાં બેઠેલા તમામ લોકો નિચલૌલમાં યોજાયેલા એક જન્મદિવસ સમારોહમાં ગયા હતા. કાર ધનેવા પેટ્રોલ પંપની પાસે પહોંચી અને કાર અનિયંત્રિત બની. આ સમયે 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા.

image source

મોડી રાતે બનેલી આ દુર્ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી છે અને પોલિસે આ ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. કાર એટલી જોરથઈ ટકરાઈ હતી કે કાર પણ ખરાબ રીતે ડેમેજ થઈ હતી. તેમાંથી ઘાયલોને બહાર કાઢવા એ પણ ચેલેન્જ ભર્યું કામ હતું. હાલમાં પરિવારના લોકોને જાણ કરી દેવામાં આવી છે અને તેઓ તેમની સારવારની તમામ જવાબદારી લઈ રહ્યા છે.

image source

આ માટે જ કહેવાય છે કે બને ત્યાં સુધી રાતના સમયે ડ્રાઈવિંગ કરવાનું ટાળવું. અને જ્યારે તમે વધારે ખુશ હોવ ત્યારે થોડી વધારે સાવધાની સાથે કામ કરવું, જેથી કોઈ મોટી દુર્ઘટનાથી બચી શકાય. એક જ પરિવારના 2 લોકોના મોત અને 3 લોકોના ગંભીર રીતે ઘાયલ થવાને લઈને પરિવારમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે. ઘરમાં આટલી મોટી ઘટના બનવી અને ઉપરથી કોરોનાનું સંકટ હોસ્પિટલમાં 3 લોકોની સારવારમાં પણ મુશ્કેલી સર્જી રહ્યા છે. પરિવાર માટે કપરો સમય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત