Site icon News Gujarat

KBC વિવાદ વકર્યો, આ શહેરમાં મેકર્સ અને બીગ બી વિરુદ્ધ પોલીસમાં ફાટી FIR,ગમે ત્યારે થઈ શકે છે આકરી કાર્યવાહી

કૌન બનેગા કરોડપતિ શોને હાલમાં જ એક સવાલને લઈને વિવાદોનો સામનો કરવો પડ્યો છે. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ આ શો અને અમિતાભ બચ્ચનને નિશાને લઈને આરોપ લગાવ્યો હતો કે “કેબીસીને કૌમીઝ એટલે કે કમ્યુનિસ્ટ દ્વારા હાઈજેક કરવામાં આવી છે.” “તેણે કહ્યું, નિર્દોષ બાળકો, આ જુઓ અને શીખો કે સાંસ્કૃતિક યુદ્ધો કેવી રીતે જીતી શકાય છે. આને જ કોડિંગ કહેવામાં આવે છે.

image source

આ વિવાદ બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે કેબીસી અને અમિતાભ બચ્ચન સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક ન્યૂઝ ચેનલના અનુસાર લખનૌમાં અમિતાભ બચ્ચન અને કેબીસી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર એ જ સવાલ સાથે નોંધવામાં આવી છે જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ વાંધો ઉઠાવી રહ્યા છે.

image source

આ શુક્રવારે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કૌન બનેગા કરોડપતિના મંચ પર બેઝવાડા વિલ્સન આવ્યા હતા. તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો “25 ડિસેમ્બર 1927 ના રોજ ડો.બી.સી. આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ કયા ગ્રંથના પાનાઓ સળગાવ્યા હતા? ” આ પ્રશ્નના વિકલ્પો હતા- એ) વિષ્ણુ પુરાણ બી) ભગવદ્ ગીતા સી) ઋગ્વેદ ડી) મનુ સ્મૃતિ. સાચો જવાબ મનુસ્મૃતિ હતો.

image source

આ પ્રશ્નના કારણે જ બીગ બી અને કેબીસી પર કોમવાદી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રી જ નહીં, યુઝર્સ સોશિયલ મીડિયા પર પણ બંનેની આકરી ટીકા કરી રહ્યા છે. 25 ડિસેમ્બર 1927ના રોજ, જ્યારે ડો. આંબેડકરે (14 એપ્રિલ 1891 – 6 ડિસેમ્બર 1956)ના રોજ દલિતો અને કેટલાક ઓબીસી જૂથોનું નેતૃત્વ કર્યું ત્યારે મનુસ્મૃતિને જાહેરમાં બાળી નાખવામાં આવી.

image source

આ જ મામલે એક યુઝરે આ સવાલ પૂછ્યો છે, શું અમિતાભ બચ્ચન ભગવદ્ ગીતા અને ઋગ્વેદની જગ્યાએ બાઇબલ અને કુરાનને આ પ્રશ્નના વિકલ્પ તરીકે બતાવી શક્યા હોત? આવી તો હજારો કોમેન્ટ છે જે લોકો આ પ્રશ્ન બાબતે કરી રહ્યા છે. ગત વર્ષે પણ મહાન હિન્દુ રાજા છત્રપતિ શિવાજી મહારાજના વિકલ્પમાં અમિતાભ બચ્ચને માત્ર ‘શિવાજી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને લઇને હિન્દુ સંગઠનોએ ઘણો વિરોધ કર્યો હતો અને સોનીએ આના લીધે માફી પણ માગવી પડી હતી.

image source

તો વળી બીજા એક યુઝરે લખ્યું, કે, અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિમાં વધુ સુસંગત પ્રશ્નો પૂછી શક્યા હોત. બાબાસાહેબ આંબેડકરએ ભારતના ભાગલા દરમિયાન સમગ્ર વસ્તીના સ્થાનાંતરણની ભલામણ કયા ધાર્મિક સમુદાય માટે કરી હતી? (A) શીખ (B) ક્રિશ્ચિયન (C) યહૂદી (D) મુસ્લિમ. બીજા એક યુઝર્સે એવી ટિપ્પણી કરી કે, મિ. બચ્ચન, તમે સંપૂર્ણ પક્ષપાતી છો. વિકલ્પમાં તમે એક જ ધર્મના પુસ્તકો કેવી રીતે આપ્યા? જ્યારે તમે ‘કિસ ધર્મ’ શબ્દથી પ્રારંભ કરો છો, ત્યારે તમે અન્ય ધર્મોના ગ્રંથોને નામ લેવાથી કેમ ડરો છો કે તમારા હાલ પણ ફ્રાન્સ જેવા જ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version