Site icon News Gujarat

કેળા આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, સાથે તેની છાલ પણ આપણને ઘણા ફાયદા આપે છે

કેળાનો ઉપયોગ વજન ઘટાડવાથી લઈને વજન વધારવા સુધી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેમાં વિટામિન, ખનિજો, પ્રોટીન, એન્ટિ ફંગલ, ફાઈબર વગેરે જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેળાની છાલ કેળાના ફળ જેટલી જ ફાયદાકારક છે. મોટાભાગના લોકો કેળાની છાલ ફેંકી દે છે, પરંતુ અમે જે ફાયદા જણાવવા જઈ રહ્યા છે તે જાણ્યા પછી, તમે કેળાની છાલ ભૂલથી પણ નહીં ફેંકો –

image source

1 એક અધ્યયન મુજબ જો 2 કેળાની છાલ રોજ 3 દિવસ સુધી ખાવામાં આવે તો શરીરમાં સેરોટોનિન હોર્મોનની માત્રા 15 ટકા વધી જાય છે. તે મૂડને સારું રાખવામાં પણ મદદ કરે છે.

2 કેળાના છાલમાં ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે, જેના કારણે તે અનિંદ્રાની સમસ્યા દૂર કરવામાં મદદગાર છે.

3 કેળાની છાલમાં કેળા કરતા વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે, જે શરીરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદગાર છે. પરિણામે, તે સ્થૂળતા પણ ઘટાડે છે.

image source

4 કેળાની છાલમાં લ્યુટિન નામનું તત્વ હોય છે, જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

5 કેળાની છાલ શરીરમાં લાલ રક્તકણોના ભંગાણને અટકાવે છે. પરંતુ આમાં કાચા લીલા કેળાની છાલ પીળા કેળાની છાલ કરતા વધારે ફાયદાકારક છે.

6 કેળાની છાલ ત્વચા માટે પણ ફાયદાકારક છે, તે ચહેરાના ખીલ, મસાઓ, કરચલીઓ વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. અત્યારના સમયમાં દરેક લોકો વોટર પાર્કમાં નાહવા માટે જાય છે. આ પાણી ખુબ જ કેમિકલવાળું હોય છે જેથી શરીરના કેટલાક ભાગોમાં ત્વચા ખરાબ થવા લાગે છે, આવી સમસ્યાઓ દૂર કરવા માટે તમારે તે સ્થાન પર કેળાની છાલ બાંધી રાખવી જોઈએ. થોડા દિવસો સુધી દરરોજ આ ઉપાય કરવાથી ત્વચા એકદમ કોમળ અને નરમ બને છે.

image source

7 કેળાના છાલ લોહીને શુદ્ધ કરવામાં અને કબજિયાત વગેરે દૂર કરવામાં પણ મદદ કરે છે.

8 કેળાની છાલ તમારા તાણને દૂર કરવા માટે ફાયદાકારક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં કેળાની છાલ ગરમ કરો અને પછી તે પાણીનું સેવન કરો. આ મિશ્રણ તમારા તાણને દૂર કરવામાં મદદ કરશે. આ સાથે કેળાની છાલ તમારી ત્વચા અને હૃદય પણ મજબૂત બનાવશે.

9 ઘણા લોકોના દાંત પીળા થવા લાગે છે. આ સમસ્યા દૂર કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે કેળાની છાલના અંદરના સફેદ ભાગથી તમારા દાંત પર માલિશ કરો અને તેને થોડા સમય માટે દાંત પર રહેવા દો, ત્યારબાદ સામાન્ય પાણીથી કોગળા કરી લો. આ ઉપાય અપનાવવાથી તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.

image source

10 કેળાની છાલ આંખોની રોશની પણ વધારે છે. આ માટે થોડા સમય માટે તમારી આંખો પર કેળાની છાલ રાખો અને આરામ કરો. આ ઉપાયથી તમારી આંખોની રોશની વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version