Site icon News Gujarat

કેટ અને વિકકીના લગ્નમાં જાનનું સ્વાગત કરશે ફરાહ અને ઝોયા તો દુલ્હા સાથે આવશે આ કલાકાર, એમના નામ થયા પાક્કા

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને લઈને જોરદાર ખબર ચર્ચામાં છે. તેમના લગ્ન સાથે જોડાયેલી દરેક નાની-નાની વાત દરરોજ હેડલાઈન્સ બની રહી છે. વિકી કૌશલ અને કેટરિના કેફએ હજુ સુધી તેમના લગ્ન વિશે કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે તે જોતા લાગે છે કે આ લગ્ન ખૂબ જ ધામધૂમથી થવા જઈ રહ્યા છે. વિકી કૌશલઅને કેટરીના કેફ 9 ડિસેમ્બરે લગ્ન કરશે અને તેમના લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે. આ સાથે કેટલાક રિપોર્ટ્સમાં કન્ફર્મ ગેસ્ટના નામ પણ સામે આવ્યા છે.

આ ચાર કલાકારના નામ થયા પાક્કા

image soucre

એક વેબસાઈટ દ્વારા મળેલી માહિતી અનુસાર, વરુણ ધવનની બદ્રીનાથ કી દુલ્હનિયા અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા જેવી ફિલ્મોના નિર્દેશક શશાંક ખેતાન આ લગ્નમાં હાજરી આપનાર પ્રથમ કન્ફર્મ ગેસ્ટ છે. શશાંક વિકી કૌશલની આગામી ફિલ્મ ગોવિંદા મેરા નામનું નિર્માણ કરી રહ્યો છે. એવામાં શશાંકનું નામ આ લિસ્ટમાં આવવાનું નક્કી છે. આની સાથે જ આવા ત્રણ નામો છે જેની પુષ્ટિ કરવામાં આવી રહી છે.

image soucre

રિપોર્ટ્સનું માનીએ તો કરણ જોહર, ફરાહ ખાન અને ઝોયા અખ્તર પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે અને લગ્નમાં પહોંચશે. કરણ જોહર બોલિવૂડના લગભગ દરેક ફંક્શનનો હિસ્સો છે અને તે કેટરિના કેફ અને વિકી કૌશલ સાથે વધુ સારા સંબંધો ધરાવે છે. એવામાં તે બંને પક્ષેથી આ પાર્ટીનો ભાગ બની જશે.

image soucre

આ સાથે જ ફરાહ ખાન અને ઝોયા અખ્તર પણ આ લગ્નમાં હાજરી આપી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શશાંક ખેતાન અને કરણ જોહર આ લગ્નમાં વિકી વતી લગ્નમાં જાનૈયા તરીકે આવશે, જ્યારે ઝોયા અખ્તર અને ફરાહ ખાન કન્યા કેટરીના વતી લગ્નમાં જાનનું સ્વાગત કરશે.

image soucre

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વિકી અને કેટરીનાની ટીમ એર ટિકિટ બુક કરવામાં વ્યસ્ત છે. મહેમાનોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ શાહી લગ્નમાં 200 મહેમાનો હાજરી આપશે તેવા અહેવાલ છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણના લગ્ન પછી બોલિવૂડના આ સૌથી મોટા લગ્ન હશે. આ લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. કેટરિના કૈફને દુલ્હન તરીકે જોવી એ એક સપનું બની ગયું છે. બોલિવૂડની ખૂબસૂરત દિવા તેના લગ્નના દિવસે તેના લુકથી ચોક્કસપણે બધાના હોશ ઉડાવી દેશે.

.

Exit mobile version