ખતરોં કે ખિલાડી 11 ના સ્પર્ધકો દરેક એપિસોડ માટે આટલી ફી લેતા હતા

ખતરોં કે ખિલાડી સીઝન 11 ઘણા લોકોની અત્યાર સુધીની સૌથી વધુ પસંદની સીઝન હતી. આ શો કલર્સ ટીવી પર આવતો હતો. રોહિત શેટ્ટી આ શોના હોસ્ટ છે અને બોલિવૂડ ડિરેક્ટર સતત છઠ્ઠી સીઝનમાં શોનું હોસ્ટિંગ કરી રહ્યા છે. આ શોની શરૂઆત 13 સ્પર્ધકો સાથે થઈ હતી. જેમાં રાહુલ વૈદ્ય, અર્જુન બિજલાની, નિક્કી તંબોલી, દિવ્યાંકા ત્રિપાઠી દહિયા, વરુણ સૂદ, શ્વેતા તિવારી, સૌરભ રાજ જૈન, વિશાલ આદિત્ય સિંહ, અભિનવ શુક્લ, અનુષ્કા સેન, આસ્થા ગિલ, મહેક ચહલ અને સના મકબુલશોના સમાવેશ થાય છે. હવે આ દરમિયાન દરેક ચાહકો જાણવા માંગે છે કે ખતરોં કે ખિલાડી સીઝન 11 માં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને દરેક એપિસોડ માટે કેટલી ફી ચૂકવવામાં આવતી હતી.

image soucre

જ્યારે ઘણા સ્પર્ધકો એક સાથે શો કરી રહ્યા હોય તો તે રિયાલિટી શો હોય, તો પણ એકસાથે ઘણો સમય વિતાવ્યા પછી, કોઈ અથવા બીજા માટે ખાસ જોડાણ રચાય છે. ખતરોં કે ખિલાડી 11 ના તમામ સ્પર્ધકો ખૂબ રસપ્રદ રહ્યા છે. આ સાથે, રોહિત શેટ્ટી પણ તમામ સ્પર્ધકો સાથે શોમાં ઘણી વખત મસ્તી કરતા જોવા મળ્યા છે. તો હવે સ્પર્ધકોની ફી વિશે વાત કરીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ વૈદ્યને એપિસોડ દીઠ 15 લાખ રૂપિયા મળે છે. દિવ્યાંકા ત્રિપાઠીને પ્રતિ એપિસોડ 12 લાખ રૂપિયા આપવામાં આવે છે.

image source

બાકીના સ્પર્ધકોની વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર, અર્જુન બિજલાનીને દરેક એપિસોડ માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. બિગ બોસ 13 ના પૂર્વ સ્પર્ધક અને રૂબીના દિલૈકના પતિ અભિનવ શુક્લાને દરેક એપિસોડ માટે 8 લાખ રૂપિયા આપવામાં આવે છે. વિશાલ આદિત્ય સિંહ એપિસોડ દીઠ 7 લાખ રૂપિયા, નિક્કી તંબોલીને પ્રતિ એપિસોડ દીઠ 7 લાખ રૂપિયા, અનુષ્કા સેન પ્રતિ એપિસોડ દીઠ 6 લાખ રૂપિયા, સૌરભ રાજ જૈનને પ્રતિ એપિસોડ દીઠ 5.5 લાખ રૂપિય, વરુણ સૂદને પ્રતિ એપિસોડ દીઠ 3 લાખ રૂપિયા, આસ્થા ગિલને પ્રતિ એપિસોડ દીઠ 2.5 લાખ, મહેક ચહલને પ્રતિ એપિસોડ દીઠ 2 લાખ રૂપિયા અને સના મકબુલને પ્રતિ એપિસોડ દીઠ 2 લાખ રૂપિયા મળતા હતા.

ખતરોં કે ખિલાડી 11 ના સ્પર્ધકો વિશેની માહિતી જાણો

રાહુલ વૈદ્ય

image soucre

રાહુલ વૈદ્યને તો દરેક લોકો ઓળખે જ છે, તે એક સિંગર છે અને તે બિગ-બોસ 14 માં પણ જોવા મળ્યા હતા. બિગ-બોસમાં જ તેમણે દિશા પરમારને લગ્ન માટે પૂછ્યું હતું અને અત્યારે બંને પતિ-પત્ની છે.

અર્જુન બિજલાની

image source

અર્જુન બિજલાની લોકપ્રિય ટીવી અભિનેતા છે. ખતરોં કે ખિલાડી માટે કેપટાઉન જતા પહેલા અર્જુને ખુલાસો કર્યો હતો કે તેણે ઘણા સમય પહેલા શોની તૈયારી શરૂ કરી હતી અને પોતાને શારીરિક અને માનસિક રીતે ફિટ બનાવ્યા હતા, જે તેમણે સાબિત પણ કર્યું છે.

નિક્કી તંબોલી

image source

બિગ બોસ 14 સાથે ફેમસ થયેલી નિક્કી તંબોલી પણ રિયાલિટી શોનો એક ભાગ હતી. કેપટાઉન જતા પહેલાના દિવસો પહેલા, નિક્કીએ તેના ભાઈને કોવિડ સામે ગુમાવ્યો હતો. તેને સાહસ આધારિત શોમાં ભાગ લીધો.

દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

યે હૈ મોહબ્બતેંથી ઈશી મા તરીકે જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી છે. ખતરોં કે ખિલાડી 11 માં તેણે તેના સાહસિક અવતારથી તેના ચાહકોને ચોંકાવ્યા છે, અહીં તેમણે મગર કી રાનીનું ટેગ આપવામાં આવ્યું છે.

વરુણ સૂદ

વરુણ સૂદને એમટીવી શો રોડીઝમાં ભાગ લીધો હોવાથી તે પહેલેથી જ સાહસી છે. તેથી ખતરોં કે ખિલાડીમાં તેમને ખુબ જ સારા સ્ટન્ટ પણ કર્યા હતા.

શ્વેતા તિવારી

image source

દરેક ઘરમાં જાણીતી શ્વેતા તિવારી ખુબ જ સાહસી છે. જેમ તેણે ટીવી સિરિયલ દ્વારા દરેકનું દિલ જીત્યું હતું, તેવું જ કાર્ય તેણે ખતરોં કે ખિલાડીમાં પણ કર્યું હતું.

સૌરભ રાજ જૈન

ટીવી પર પૌરાણિક ભૂમિકાઓ ભજવવા માટે જાણીતા અભિનેતા સૌરભ રાજ પણ ખતરોં કે ખિલાડી 11 ના સ્પર્ધક હતા.

વિશાલ આદિત્ય સિંહ

image source

વિશાલ આદિત્ય સિંહ તેના ત્રીજા રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 માં ઘણાનું દિલ જીત્યું છે, પરંતુ તે તેમના ડરના કારણે આગળ વધી શક્યા નહીં.

અભિનવ શુક્લ

અભિનવ શુક્લા બિગ બોસ 14 માં પત્ની રૂબીના દિલૈક સાથે હતા ત્યારે તે ઘણી હેડલાઇન્સમાં હતા. અભિનવ શુક્લા સાહસી છે, તેણે ખતરોં કે ખિલાડીમાં પણ સારું પ્રદર્શન આપ્યું હતું.

અનુષ્કા સેન

image soucre

અનુષ્કા સેન ઘણા ટીવી શોમાં જોવા મળી છે અને તે સોશિયલ મીડિયા સેન્સેશન છે.

આસ્થા ગિલ

ગાયિકા આસ્થા ગિલનો અવાજ તમામ જગ્યાઓ પર રાજ કરે છે. તેણીએ ખતરોં કે ખિલાડીમાં પણ સારા સ્ટન્ટ કર્યા હતા.

મહેક ચહલ

image soucre

મહેક ચહલ કલર્સ ટીવી બિગ બોસનો પણ ભાગ રહી ચુકી છે, સાથે તેનું કામ આ રિયાલિટી શોમાં પણ સારું રહ્યું હતું.

સના મકબુલ

image source

અભિનેત્રી સના મકબુલ ઘણા ટીવી શોમાં જોવા મળી છે જેમ કે કિતની મોહબ્બત હૈ, ઇસ પ્યાર કો ક્યા નામ દૂ, આદત સે મજબૂર અને વિશ. તે ખતરોં કે ખિલાડીમાં ખુબ જ મસ્તી કરતી જોવા મળી હતી.