તમારા ફેવરિટ સ્ટાર્સ આ ખતરા સાથે લડવા માટે લે છે આવી મસમોટી ફી, જાણો કોને મળે છે સૌથી વધારે રુપિયા

ખતરો કે ખિલાડીના આ સ્ટાર કન્ટેસ્ટન્ટ એક એપિસોડની લે છે લાખો રૂપિયા ફી, જાણી લો કોની છે સૌથી વધુ ફી.

લોકોની રાહ હવે પુરી થઈ ગઈ છે કારણ કે ખતરો કે ખિલાડી સિઝન 11 આવી ચૂક્યું છે. શનિવારે એટલે કે 17 જુલાઈના રોજ ખતરો કે ખિલાડીનો પહેલો એપિસોડ ઓન એર થયો. આ એપિસોડમાં જ્યાં અર્જુન બીજલાનીએ પહેલો ટાસ્ક જીત્યો તો રાહુલ વૈદ્ય અને નીક્કી તંબોલી એમનો પહેલો ટાસ્ક જ ન કરી શક્યા. જો કે એ બધાની વચ્ચે જો કોઇના ખૂબ જ વખાણ થયા તો એ હતી દિવ્યાંકા ત્રિપાઠી જેમને એમના પહેલા જ ટાસ્કમાં સાબિત કરી દીધું કે એ કોઈપણ ખતરો રમવા માટે તૈયાર છે. આ શોની મેજબનીની કમાન રોહિત શેટ્ટીએ પોતાના હાથમાં સંભાળી છે જે એ પહેલાં ખતરો કે ખિલાડીની ઘણી સિઝન હોસ્ટ કરી ચુક્યા છે.

ખિલાડીઓના પ્રદર્શનને શોમાં જોવાની સાથે સાથે લોકોના મનમાં ઉત્સુકતા પણ થાય છે કે આખરે એક ખિલાડીને એક એપિસોડ માટે કેટલી ફી મળે છે.તમને જણાવી દઈએ કે એક એપિસોડ માટે આ બધા ખિલાડીઓ લાખોમાં ફી વસુલ કરે છે. જે ખેલાડી આ સીઝનમાં સૌથી વધુ ફી લઈ રહ્યા છે એનું નામ જાણીને તો તમે ચોંકી જ જશો. તો ચાલો તમને જણાવી દઈએ કે આ સિઝન માટે ક્યાં ખિલાડીએ કેટલી ફી લીધી.

image source

રાહુલ વૈદ્ય.

બિગ બોસ 14 પછી સિંગર રાહુલ વૈધના ફેન્સનું લિસ્ટ ડબલ થઈ ગયું છે અને ફેન્સની જેમ એમની ફી પણ. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલ વૈદ્ય દર એપિસોડ શૂટ કરવા માટે 15 લાખ રૂપિયા લઈ રહ્યા છે અને એ આ સીઝનના સૌથી મોંઘા ખેલાડી છે.

image source

દિવ્યાંકા ત્રિપાઠી.

ઇશી માઁ બનીને સિરિયલ યે હે મોહબબતેમાં બધાનું મનોરંજન કરનારી દિવ્યાકા ત્રિપાઠી પોતાના પરફોર્મન્સથી હોસ્ટ રોહિત શેટ્ટીને પણ ચોંકાવી દીધા છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં સામેલ છે અને રિપોર્ટ્સનું માનીએ તો એ ખતરો કે ખિલાડીમાં એક એપિસોડ માટે 10 લાખ રૂપિયા લઈ રહી છે

image source

અર્જુન બીજલાની.

ઇશ્ક મેં મરજાવા અને ડાન્સ દિવાને જેવા શોનો ભાગ રહી ચૂકેલા અર્જુન બીજલાની ટીવીના લોકપ્રિય અભિનેતાઓમાંથી એક છે. એમની સારી એવી ફેન ફોલોઇંગ છે. અર્જુન બીજલાની દરેક એપિસોડ માટે 7 લાખ રૂપિયા ફી લે છે.’

image source

શ્વેતા તિવારી.

સિરિયલ કસોટી જિંદગી કીમાં પ્રેરણા બનીને શ્વેતા તિવારીએ બધાનું દિલ જીતી લીધું હતું. એ પછી એ ઘણા ટીવી શોનો ભાગ રહી. રિપોર્ટ્સ અનુસાર આ શોમાં એ પર એપિસોડ ચાર લાખની ફી લઈ રહી છે.

image source

નીક્કી તંબોલી..

નીક્કી તંબોલી જ્યારે બિગ બોસ 14માં આવી હતી તો બધાને એવું જ લાગતું હતું કે એ સિઝન જીતશે પણ એવું ન થયું. બિગ બોસ પછી નિકકીએ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ બની. ખબરો અનુસાર નીક્કી તંબોલી પણ પ્રતિ એપિસોડ ચાર લાખ તેંતાલીસ હજાર ફી લઈ રહી છે.

image source

અનુષ્કા સેન..

અનુષ્કા સેન યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી છે અને ખતરો કે ખિલાડી સિઝન 11ની સૌથી યંગ કન્ટેસ્ટન્ટ પણ છે. રિપોર્ટ્સ અનુસાર અનુષ્કા શ્વેતા તિવારી અને નીક્કી તંબોલી કરતા વધુ ફી લે છે. એમની પ્રતિ એપિસોડ ફી પાંચ લાખ રૂપિયા છે.

image source

અભિનવ શુકલા.

અભિનવ શુકલા જ્યારે બિગ બોસ 14ના ઘરમાં આવ્યા હતા તો અમુક પ્રતિયોગીઓએ કહ્યું હતું કે એ શોમાં ફક્ત એમની પત્ની રુબીનાના કારણે જ ટક્યા છે. પણ ફાઇનલમાં ટાસ્ક જીતીને એમને એ સાબિત કરી દીધું હતું કે એ શોમાં પોતાના કારણે છે. બિગ બોસ 14એ અભિનવ શુકલાને ઘર ઘરમાં ઓળખ અપાવી અને હવે એ ખતરોથી લડતા દેખાઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અભિનવ એક એપિસોડ માટે ચાર લાખ પચ્ચીસ હજાર ફી લે છે.

image source

વરુણ સુદ.

સપ્લીટ્સવીલા અને રોડીઝ જેવા રિયાલિટી શોમાં ભાગ રહી ચૂકેલા વરુણ સુદ ખતરો કે ખિલાડીના સૌથી મજબૂત ખિલાડીઓમાંથી એક છે. એ આ શોમાં પ્રતિ એપિસોડ ત્રણ લાખ ત્યાંસી હજાર ફી લે છે.

image source

વિશાલ આદિત્ય સિંહ.

ચંદ્રગુપ્ત મૌર્ય અને કુલ્ફી કુમાર બજેવાલા જેવા શોનો ભાગ રહી ચૂકેલા વિશાલ આદિત્ય સિંહ અભિનેત્રી મધુરીમાં તુલી સાથે પોતાના બ્રેકઅપના કારણે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. ખતરો કે ખિલાડી સિઝન 11 માટે વિશાલ ત્રણ લાખ ચોત્રીસ હજાર ફી લે છે.

image source

સના મકબુલ.

વિશ અને અર્જુન જેવી સિરિયલ્સનો ભાગ રહી ચુકેલી સના મકબુલ ખતરો કે ખિલાડી સિઝન 11ના પ્રતિ એપિસોડ બે લાખ પિસ્તાલીસ હજાર ચાર્જ કરે છે.

image source

સૌરભ રાજ જૈન

પોરસ અને પટિયાલા બેબ્સ જેવા શોનો ભાગ રહી ચૂકેલા સૌરભ જૈન ખતરો કે ખિલાડી સિઝન 11માં પ્રતિ એપિસોડ બે લાખ રૂપિયા ફી લઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સૌરભ જૈન નાના પડદા પર પૌરાણિક શોનો પણ ભાગ રહી ચૂક્યા છે.

image source

આસ્થા ગિલ

બાદશાહ સાથે વહન સુપરહિટ ગીતો ગાનારી આસ્થા ગિલે પણ ખતરો કે ખિલાડી સિઝન 11માં ભાગ લીધો છે. એ પ્રતિ એપિસોડ એક લાખ પંચાસી હજાર ચાર્જ કરી રહી છે.

image source

મહક ચહલ.

સલમાન સાથે ફિલ્મ વોન્ટેડમાં કામ કરનારી અભિનેત્રી છેલ્લા કેટલાક સમયથી પડદા પરથી ગાયબ હતી જો કે ખતરો કે ખિલાડીના 11માં સીઝનમાં એ દેખાશે. આ શો માટે મહક પ્રતિ એપિસોડ એક લાખ પાંચ હજાર ફી લઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!