ક્રિકેટમાં ટેલન્ટ જરૂરી છે, અંગ્રેજી નહીં… એવું જણાવે છે આ દિગ્ગજ ખેલાડી, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં

સંજય માંજરેકર અવારનવાર ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. આવામાં માંજરેકરે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ને અંગ્રેજી ન આવડતું હોવાનું નિવેદન કરતાં ફરી ભારે હોબાળો મચી ગયો છે, પણ માંજરેકરને કોણ સમજાવે કે ક્રિકેટમાં અંગ્રેજી આવડવા કરતાં ટેલન્ટ ખુબ જરૂરી છે. ક્રિકેટના મેદાનમાં અંગ્રેજી ભાષા રૂપી બોલ ફેંકવાના હોતા નથી.

image source

પરંતુ પોતાની આવડત અને મહેનતથી સીઝન બોલ ફેંકી ને સામેની ટીમને જડબાતોડ જવાબ આપવાનો હોય છે. તો ચાલો તો આવા જ ભારતીય ક્રિકેટ જગતના એવા કેટલાક દિગ્ગજ ક્રિકેટરો વિશે જાણીએ, જેમને કારકિર્દી ની શરૂઆતમાં ઈંગ્લિશનો ‘ઈ’ પણ આવડતો ન હતો, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરો સર કરાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ નાના શહેર અને ગામમાંથી જ આવતા હોય છે. આવા ખેલાડીઓ ને અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવાનો ખાસ અનુભવ હોતો નથી. ભારતીય ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, હરભજન સિંહ અને દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ સહિત ઘણા ખેલાડીઓની કારકિર્દી ની શરૂઆતમાં અંગ્રેજી ભાષા પર પકડ નબળી હતી.

image source

પરંતુ મેદાનમાં તેમના પ્રદર્શન થી તેઓ મેચ વિનર્સ સાબિત થયા છે. આ તમામ ખેલાડીઓ એ ટેલિવિઝન અને અન્ય માધ્યમો દ્વારા આવા જ રસપ્રદ કિસ્સાઓને લોકો સમક્ષ રજૂ કર્યા હતા.

માંજરેકર વિવાદ

સંજય માંજરેકરે યુઝરનું આપમાન કરતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારો એક ટકા જેટલો ભાગ પણ નથી, તો હવે માંજરેકર સાહેબ તમે તો કપિલ દેવના એક ટકા જેટલા પણ નથી. ક્રિકેટ ગેમ મેદાન પર બોલ અને બેટ વચ્ચે યોજાય છે, એનો અંગ્રેજી ભાષા સાથે શું સંબંધ છે?

image source

વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવનો કિસ્સો

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન અને ઓલરાઉન્ડર ની વાત કરવામાં આવે છે તો કપિલ દેવનું નામ અવશ્ય સામે આવે છે. કપિલ દેવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું જ્યારે 79માં ઈંગ્લેન્ડ ટૂર પર ગયો હતો, ત્યારે એરપોર્ટ પર મને એક અંગ્રેજ મળ્યો હતો. એણે મારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. આ અંગ્રેજની વાતમાં મને વધારે ખબર ના પડી એટલે હું ‘પાર્ડન’ બોલતો રહ્યો અને સામે એ પણ પછી તો પાર્ડન..પાર્ડન કહેતો રહ્યો હતો.

વાત અહીંયા પૂરી નહોતી થઈ આ વ્યક્તિ સાથે મારે લગભગ વીસ મિનિટ સુધી માત્ર ‘પાર્ડન…પાર્ડન’ વાળી વાતચીત ચાલી હતી. થોડો સમય પસાર થતા હું ત્યાંથી ‘સોરી’ કહી ને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના મેં ડ્રેસિંગ રૂમમાં શેર કરી હતી અને આ અંગે ઘણી મજા પણ લીધી હતી.

image source

કપિલ દેવ કેપ્ટન તરીકે બાર્બાડોઝ ટૂર પર ગયા હતા, ત્યારે એમણે ઘટસ્ફોટ કર્યો હતો કે મને અંગ્રેજી ભાષામાં બોલવામાં થોડી મુશ્કેલીઓ થતી હતી. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મને મીડિયા તથા સ્થાનિક લોકો ની ભાષા અને એક્સેન્ટને સમજવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. એમાં પાછું વેસ્ટ ઈન્ડિયન્સની અંગ્રેજી સમજવામાં પરસેવા છૂટી જતા હતા.

કપિલ દેવની કારકિર્દીના સ્ટેટ્સ

કપિલ દેવ તેમની એકસો ચોર્યાસી મી ટેસ્ટ કારકિર્દીમાં એક પણ વાર રન આઉટ થયા નથી. પોતાની સોળ વર્ષની કારકિર્દીમાં કપિલ દેવે એકસો ચોત્રીસ ટેસ્ટમાં ચારસો ચોત્રીસ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેઓએ આઠ સદી સાથે પાંચ હજાર બસો અડતાલીસ રન બનાવ્યા હતા. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 1983 નું વર્લ્ડ કપ ટાઈટલ પણ જીત્યું હતું. આ તો માત્ર પ્રાથમિક માહિતી છે, બાકી કપિલ દેવે બીજા ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.

image source

હરભજન સિંહે પણ સોશિયલ મીડિયામાં કિસ્સો શેર કર્યો

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓએ જૂની યાદોને વાગોળી હતી. અત્યારે ભલે હરભજન સિંહ ફટાફટ અંગ્રેજી ભાષા બોલતા હોય પરંતુ કારકિર્દીની શરૂઆતમાં એમનું અંગ્રેજી પણ નબળું હતું. હરભજન સિંહ અને યુવરાજ સિંહ એક રેસ્ટોરાંમાં છોકરી સાથે હતા અને એ દિવસે પાછો રોઝ ડે પણ હતો. એ સમયે છોકરીએ હરભજન સિંહ પાસે ગુલાબનું ફૂલ માગ્યું હતું પરંતુ તેમને લાગ્યું કે છોકરી બ્લાઉઝ માગી રહી છે, જેના પરિણામે એક રમૂજી વાતાવરણ ઊભું થયું હતું.

હરભજન સિંહની કારકિર્દીના સ્ટેટ્સ

હરભજન સિંહે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ કારકિર્દીમાં 190 ઈનિંગમાં ચારસો સત્તર વિકેટ ઝડપી છે. તો વનડેમાં બસો સત્તાવીસ ઈનિંગમાં બસો ઓગણસિત્તેર તો ટી ટ્વેન્ટી માં સત્તાવીસ ઈનિંગમાં પચીસ વિકેટ ઝડપી છે. એટલું જ નહીં હરભજન સિંહે ટેસ્ટ મેચમાં 2000 થી વધુ તથા વનડેમાં 1200 થી વધુ રન પણ બનાવ્યા છે. ટેસ્ટ મેચમાં ભજ્જીના નામે નવ અર્ધસદી પણ સામેલ છે.

image source

ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યાને પણ શરૂઆતમાં મુશ્કેલી સર્જાઈ હતી

ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ પણ પોતાના કરિયરના શરૂઆતી સ્ટેજમાં ફટાફટ અંગ્રેજી બોલી શકતા નહોતા. મીડિયાના અહેવાલો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જ્યારે તેમની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી હતી, ત્યારે ઉમેશ અને હાર્દિકને અંગ્રેજીમાં ઈન્ટર્વ્યૂ આપતા એટલો ડર લાગતો હતો કે તેઓ પ્રેસ કોન્ફરન્સ અને રિપોર્ટરો થી પણ દૂર ભાગતા હતા. અત્યારે આ બંને દિગ્ગજ ક્રિકેટરોની અંગ્રેજી ભાષા પર પકડ ઘણી સારી છે.

ઉમેશ યાદવના સ્ટેટ્સ

એણે ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધી ચોરાણું ઈનિંગ રમી છે, જેમાં એકસો અડતાલીસ વિકેટ ઝડપી છે. વનડે ફોર્મેટમાં ઉમેશ યાદવે તોંતેર ઈનિંગ રમી છે, જેમાં એણે એકસો છ વિકેટ પોતાને નામ કરી છે. ટી ટ્વેન્ટી ફોર્મેટ ની વાત કરીએ તો યાદવે સાત ઈનિંગમાં નવ વિકેટ ઝડપી છે.

image source

હાર્દિક પંડ્યાના સ્ટેટ્સ

તેણે ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધી ઓગણીસ ઈનિંગમાં સત્તર વિકેટ ઝડપી છે. એની સાથે પાંચ સો બત્રીસ રન પણ નોંધાવ્યા છે. વનડે માં હાર્દિક પંડ્યાએ પંચાવન ઈનિંગ રમી છે, જેમાં તેણે પંચાવન વિકેટ ઝડપી છે, અને ચુમાલીસ ઈનિંગમાં બેટિંગ દરમિયાન એક હજાર બસો સડસઠ રન બનાવ્યા છે. ટી ટ્વેન્ટી ફોર્મેટ ની વાત કરીએ તો હાર્દિકે ચુમાલીસ ઈનિંગમાં એકતાલીસ વિકેટ ઝડપી છે, અને બત્રીસ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ચારસો ચીમોતેર રન નોંધાવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!