જોરદાર અવાજ આવ્યો અને અચાનક ખેતરમાં પડી ગયો મોટો બધો ખાડો, દિવસે અને દિવસે થતો જાય છે મોટો

મેક્સિકોના એક ગામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં મેદાનમાં જ એક વિશાળ ખાડો બનાવવામાં આવ્યો હતો જે હવે દરરોજ મોટો થઈ રહ્યો છે. આ વિશે મળતી માહિતી મુજબ મેક્સિકોના પુએબલા રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં એક વિશાળ ખાડો બની ગયો હતો. અહી ચિંતાજનક બાબત એ છે કે આ ખાડો દરરોજ કેટલાંક મીટર મોટો થઈ રહ્યો છે. હવે જેમ જેમ આ ખાડો મોટો થઈ રહ્યો છે તેમ તેમ તે તેની નજીક બનેલ એક મકાન તેમાં સમાઈ જવાનું જોખમ સર્જાયું છે. આ ઘટના સામે આવ્યાં બાદ આ મોટા ખાડાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

image source

આ વિશાળ ખાડો દરરોજ 12 મીટર કરતા પણ વધારે વિસ્તરમા ફેલાયેલ છે અને આને કારણે ગામના લોકો ખૂબ ચિંતાતુર બન્યા હતા. જ્યારે એક મકાન તેમાં લીન થઈ જવાની સ્થિતિ ઉભી થઈ રહી છે જે ત્યા ચર્ચાનો વિષય બન્યો છે. અહીં રહેતા સાંચેઝ પરિવારે શનિવારે જોરદાર અવાજ સાંભળ્યો હતો. જો કે ત્યારે ત્યારે તેઓએ વિચાર્યું હતુ કે તે વીજળીનો અવાજ છે. આ પછી ટૂંક સમયમાં જ પરિવારને જાણ થઈ કે તેમના ઘરથી થોડા મીટર દૂર એક ખેતરમાં જમીનમાં મોટો ખાડો પડી ગયો છે.

image source

મળતી માહિતી મુજબ આ સ્થાન સાન્ટા મારિયા જેટેપેકના પુએબલા રાજ્યમાં છે. જમીન ફાટવાના કારણે રચાયેલ તે ખાડો હવે પાણીથી ભરાઈ ગયો છે. રવિવાર સુધીમાં તે લગભગ 30 મીટર (લગભગ 100 ફુટ) પહોળો થઈ ગયો હોવાનુ સામે આવ્યુ છે. આ પછી તે સોમવારે 60 મીટર અને મંગળવાર સુધીમાં આશરે 80 મીટર સુધી પહોંચી ગયો હતો. અધિકારીઓએ કહ્યું કે આ ખાડો મોટો થઈ રહ્યો છે અને સંચેઝ પરિવારના ઘરની નજીક આવી રહ્યો છે. તેઓને ડર છે કે આ ખાડાની લંબાઈ સતત વધી રહી છે તો ત્યા પાસે જ આવેલ આ પરિવારનુ ઘર તે ખાડાને કારણે તુટી ન પડે. જો આવુ થશે તો તેઓ બેઘર થઈ જશે.

image source

દક્ષિણપૂર્વના રાજ્ય વેરાક્રુઝના રહેવાસી હેરિબર્ટો સાંચેઝ સાથે થયેલી વાતચીતમાં તેમણે મીડિયાને કહ્યું હતુ કે અમે મુળ અહીંના નથી. અમારી પાસે અહીં ઘર સિવાય કંઈ નથી. અમારા કોઈ સબંધી પણ અહી નથી. અમે અહી એકલા છીએ. આ ઘટના પાછળ જાણકારોનુ અને અધિકારીઓનુ કહેવુ છે કે જમીનની અંદરની ખલેલના કારણો પર વિચારણા કરી રહ્યા છે. આ સાથે અધિકારીઓનુ કહેવુ છે કે તેમણે આ ખાડો આગળ ન વધે તે માટે જે સુરક્ષા કવચ બનાવ્યુ હતુ તે પન હવે તુટી ચુકયુ છે. આ સાથે કહેવમાં આવ્યુ છે કે અસરગ્રસ્તોને વળતર આપવામાં આવશે.

image source

પુએબલા રાજ્યના રાજ્યપાલ મિગુએલ બાર્બોસાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પ્રકૃતિ પોતે તેને રોકવાનું નક્કી કરશે નહીં ત્યાં સુધી આ સિંકહોલ વધશે પરંતુ આ સમયે અગત્યની વાત એ છે કે બધાએ સલામતી રાખવી. જેથી લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપવમાં આવી રહી છે. આ અંગે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વિસ્તારના રહેવાસીઓ અને સ્થાનિક ખેડુતોને આ વિસ્તારથી દૂર રહેવા આદેશ આપ્યો છે.

image source

આ અંગે સ્થાનિક કાર્યકરો અને બિન-લાભકારી નાગરિક સંગઠનોનું અનુમાન છે કે રાજ્યના ઔlદ્યોગિક ઉદ્યાનો દ્વારા આ વિસ્તારમાં પાણીના જથ્થા (પથ્થરો અથવા માટીના સ્તરો કે જે પાણીને પકડી શકે છે) ની અતિશય શોષણને કારણે આ પરિસ્થિતિ બની છે. જો કે સ્થાનિક અધિકારીઓએ આ અંગે કોઈ વાત કરી નથી. આ મોટા સિંકહોલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમા તે ખાડાની અંદર પાણી ભરાયેલ જોઈ શકાય છે. આ દૃશ્ય તળાવ અથવા મોટું જળાશય જેવું લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!