જોઇ લો તસવીરોમાં કિર્તીદાન ગઢવીના બંગલાની અંદરની તસવીરો, બંગલાનુ નામ છે ‘સ્વર’

ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કીર્તીદાન ગઢવીનો જન્મ ગુજરાતના આણંદ જીલ્લાના વાલવોડ ગામમાં થયો છે અને કીર્તીદાન ગઢવીનો ઉછેર પણ વાલવોડ ગામમાં જ થયો છે.

image source

પ્રસિદ્ધ લોકગાયક કીર્તીદાન ગઢવીએ ગુજરાતની પ્રસિદ્ધ યુનીવર્સીટી એમ. એસ. યુનીવર્સીટી માંથી બી.આઈ. મહંત અને રાજેશ કેલકરના નેતૃત્વ હેઠળ આર્ટ્સ ફેકલ્ટીમાં મ્યુઝિકના વિષયમાં બી. પી. એ. અને એમ. પી. એ.ની ડીગ્રી મેળવી છે. ૪૫ વર્ષીય કીર્તીદાન ગઢવીએ પોતાનો કોલેજકાળ વડોદરાની એમ. એસ. યુનીવર્સીટી માંથી પૂર્ણ કર્યો છે. આજે અમે આપને કીર્તીદાન ગઢવીના અત્યાર સુધીના જીવન વિષે કેટલીક જાણી- અજાણી બાબતો વિષે જણાવીશું.

image source

આજની તારીખમાં ગુજરાતના કોઇપણ શહેરમાં કે પછી ક્યાંય પણ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય અને ત્યાં કીર્તીદાન ગઢવી આવવાના હોય છે તો તે ડાયરાની રંગત જ એકાએક બદલાઈ જાય છે. કીર્તીદાન ગઢવીનો જન્મ ગુજરાતના આણંદ જીલ્લાના વાલવોડ ગામના ગઢવી પરિવારમાં થયો છે. કીર્તીદાન ગઢવીનો જન્મ મૂળ ચારણ- ગઢવી પરિવારમાં થયો હોવાના કારણે સંગીત તેમની રગેરગમાં દોડે છે. કીર્તીદાન ગઢવીને નાનપણથી જ સંગીત પ્રત્યે રુચિ ધરાવે છે. કીર્તીદાન ગઢવીનું પ્રારંભિક શિક્ષણ વાલવોડની ગ્રામ્ય શાળામાં મેળવ્યું છે.

image source

ત્યાર પછી કીર્તીદાન ગઢવીએ આણંદની વલ્લભ વિદ્યાનગર કોલેજમાં બે વર્ષ સુધી બી.કોમનો અભ્યાસ કર્યો હતો. પરંતુ પોતાનું મન સંગીતમાં વધારે લાગતું હોવાથી કીર્તીદાન ગઢવીને બી.કોમના અભ્યાસમાં વધારે રુચિ દાખવી શકતા નહી. ત્યાર પછી કીર્તીદાન ગઢવીએ વડોદરાની એમ. એસ. યુનીવર્સીટી માંથી શાસ્ત્રીય સંગીતના વિષયમાં માસ્ટર ડીગ્રી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કીર્તીદાન ગઢવીએ સંગીતમાં માસ્ટરની ડીગ્રી મેળવ્યા પછીથી જ સંગીતના ક્ષેત્રમાં પોતાની યાત્રા શરુ કરી દીધી છે. ઉપરાંત કીર્તીદાન ગઢવીએ સંગીતના શિક્ષકના રૂપમાં બે વર્ષ સુધી નોકરી પણ કરી છે.

image source

કીર્તીદાન ગઢવી પોતાના શોખના કારણે તેમણે શાળામાં, કોલેજમાં યોજવામાં સ્પર્ધાઓ કે પછી જયારે પણ કીર્તીદાન ગઢવીને અવસર મળે ત્યારે તેઓ પોતાના કંઠેથી સુરીલા સ્વર રેલાવવાનું ચુકતા નહી. કીર્તીદાન ગઢવીના પિતા પણ સંગીત ક્ષેત્રે કાર્યરત હોવાના કારણે તેમના પિતાએ કીર્તીદાન ગઢવીનો સંગીત ક્ષેત્રમાં આગળ ના વધવાની સલાહ આપી હતી કારણ કે, કીર્તીદાન ગઢવીના પિતા જાણે છે કે, સંગીતના ક્ષેત્રમાં આર્થિક- ઉપાર્જનના અવસર નહિવત સમાન છે.

તેમજ જીવન માત્ર ગાવાથી નહી ચાલે. તેમ છતાં કીર્તીદાન ગઢવીના મોટાભાઈ જગદીશ ભાઈએ પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો કે, તેઓ જીવનમાં કઈક કરી બતાવશે. મોટાભાઈના વિશ્વાસના કારણે કીર્તીદાન ગઢવીએ સંગીતના વિષયમાં અભ્યાસ કરવા માટે એડમીશન લઈ લીધું.કીર્તીદાન ગઢવીને સૌપ્રથમ સ્ટેજ પર ગાવાની તક પેટલાદ નજીક રામોદડી ગામમાં આયોજિત કરવામાં આવેલ નવચંડી યજ્ઞ દરમિયાન મળી હતી.

image source

રામોદડી ગામમાં કીર્તીદાન ગઢવીએ ડોલરભાઈ ગઢવીની સાથે ‘શ્યામ પિયા મોરે રંગ દે….’ ગીત ગાયું હતું. જયારે આજના સમયમાં કીર્તીદાન ગઢવી પોતાના એક પ્રોગ્રામ પેટે લાખો રૂપિયાની ફી ચાર્જ કરે છે. પરંતુ કીર્તીદાન ગઢવીને પેહલા સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે ફક્ત ૪૦૦ રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવી હતી. કીર્તીદાન ગઢવીને સ્વ. જયદેવ ગઢવીએ નાના કેરળા ગામમાં આયોજિત એક ડાયરા દરમિયાન કલાકાર તરીકે સ્ટેજ પર ગાવાનો અવસર આપવામાં આવ્યો હતો.

કીર્તીદાન ગઢવીએ પોતાના જીવન દરમિયાન ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. કીર્તીદાન ગઢવી એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવે છે કે, બાળકને સુખના સમયમાં મોટા થતા વધારે સમય લાગે છે ત્યાં જ બાળક દુઃખના સમયમાં સમય કરતા વહેલા મોટું થઈ જાય છે. મેં એટલો બધો સંઘર્ષ કર્યો છે કે મારા સ્થાને જો કોઈ અન્ય કલાકાર હોત તો તેણે આ ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં ચાલ્યા ગયા હોત. કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે, સંઘર્ષના સમયમાં મ્યુઝિક ક્ષેત્રમાં તેમણે નામના મેળવવા માટે ઘણું બધું સહન કરવું પડ્યું છે.

image source

કીર્તીદાન ગઢવીને સંઘર્ષના દિવસોમાં ઘણીવાર પ્રોગ્રામમાં જતા ત્યારે એવું થતું કે, કેટલીક જગ્યાઓએ તેમને ગાવાનો અવસર પણ મળતો નહી, તો કોઈ જગ્યાએ એવું પણ થતું કે, અન્ય કલાકારોના મોઢે એવું પણ સાંભળવા મળી જતું કે, આને કોણે બોલાવ્યો ? કેટલાક પ્રોગ્રામમાં તો કીર્તીદાન ગઢવીને ગાવાની તક તો દુર રહી સ્ટેજ પણ અન્ય કલાકારોની સાથે પણ બેસવા દેવામાં આવતા નહી. પણ કીર્તીદાન ગઢવીનું માનવું છે કે, સંઘર્ષમાં જ વ્યક્તિનું ઘડતર થાય છે.

આજના દિવસોમાં જ્યાં ડાયરામાં દર્શકો હસી હસીને અડધા કરી દેનાર માયાભાઈ આહિર અને ડાયરા કિંગ કીર્તીદાન ગઢવીની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા ધરાવે છે. માયાભાઈ આહિર અને કીર્તીદાન ગઢવીની વચ્ચે મામા- ભાણાનો સંબંધ ધરાવે છે. બંનેની જોડી હાલમાં એવી તો જામી ગઈ છે કે, આજે ડાયરામાં કીર્તીદાન અને માયાભાઈની જોડી ડાયરામાં ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. મધ્ય ગુજરાતમાં જન્મેલ કીર્તીદાન ગઢવીની કીર્તિ પછીથી સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ પ્રસિદ્ધિ મળી. કીર્તીદાન ગઢવીના અવાજનો કમાલ એવો તો ચાલ્યો છે કે, સૌરાષ્ટ્ર- કચ્છના કોઇપણ વિસ્તારમાં કીર્તીદાન ગઢવીનો ડાયરો હોય છે ત્યારે ત્યાં કીડીયારાની જેમ ભીડ ઉમટી પડે છે.

image source

કીર્તીદાન ગઢવીના સુરોનો જાદુ ધીરે ધીરે સૌરાષ્ટ્રની બહાર ગુજરાતના અન્ય શહેરોમાં અને ત્યાર પછી ધીરે ધીરે મુંબઈમાં કીર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન થવા લાગે છે. ગુજરાતની પ્રજાનો પ્રેમ કીર્તીદાન ગઢવી પર એવો તો વરસ્યો કે કીર્તીદાન ગઢવીના સુરોને ગુજરાતની બહારના લોકો પણ સાંભળવા આતુર બન્યા. કીર્તીદાન ગઢવીએ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ કીર્તીદાન ગઢવીના સુર રેલાવી દીધા છે.

આજના સમયમાં કીર્તીદાન ગઢવી ડાયરા કિંગ તરીકે પ્રસિદ્ધ થયા છે. કેટલાક ગીત અને ભજન કેટલાક કલાકારોના અવાજને અનુરૂપ જ લોકોને સાંભળવા ગમે છે. આવી જ રીતે ‘મોગલ છેડતા કાળો નાગ’ આ ગીત કીર્તીદાન ગઢવીનું બ્રાંડ સોંગ બની ગયું છે. ઉપરાંત બોલીવુડના મ્યુઝિક ડાયરેક્ટર સચિન- જીગરની સાથે ‘લાડલી’ આલ્બમના ટાઈટલ ગીતમાં કીર્તીદાન ગઢવીના અવાજને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો છે. કીર્તીદાન ગઢવીના ફેમિલીમાં પત્ની સોનલ અને બે દીકરા છે જેમના નામ ક્રિષ્ના અને રાગ છે.

image source

કીર્તીદાન ગઢવીના વધારે પ્રોગ્રામ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ થતા હોવાના કારણે કીર્તીદાન ગઢવી પછીથી રાજકોટ શહેરમાં રહેવા લાગ્યા. કીર્તીદાન ગઢવી ગુજરાતી લોકસાહિત્યને હજી વધારે આગળ લઈ જવાની ઈચ્છા ધરાવે છે. કીર્તીદાન ગઢવી કહે છે કે, જેવી રીતે અત્યારે બધા પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને પસંદ કરે છે અને દુનિયા સાંભળવાનું પસંદ કરે છે એવી જ રીતે તેઓ પણ ગુજરાતી લોકસાહિત્યને દુનિયા સુધી પહોચાડવાની ઈચ્છા રાખે છે.

કીર્તીદાન ગઢવીએ એપ્રિલ, ૨૦૧૫માં એમટીવીના શો કોક સ્ટુડિયોમાં બોલીવુડ મ્યુઝિક ડાયરેક્ટર સચિન- જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે મળીને ‘લાડકી’ ગીતને પોતાના સ્વર આપ્યો હતો. કીર્તીદાન ગઢવી હવે લાખો ચાહકોનો એક બહોળો વર્ગ ધરાવે છે જે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે ઘણા બધા પ્રકારે શુભકામનાઓ આપે છે.

કીર્તીદાન ગઢવીએ પોતાનો જન્મ દિવસ પોતાના ઘરે કે જેનું નામ તેમણે ‘સ્વર’ રાખ્યું છે ત્યાં ઉજવવામાં આવ્યો છે. ઉપરાંત કીર્તીદાન ગઢવીએ પોતાના એક દીકરાનું નામ પણ સ્વર રાખ્યું છે. અને કીર્તીદાન ગઢવીએ ઘરના નામ પરથી જ પોતાના પુત્રનું નામ રાખ્યું છે. ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકાર કીર્તીદાન ગઢવી માત્ર ગુજરાતમાં જ નહી પણ દેશ- વિદેશમાં પણ પોતાની ગાયિકીથી પ્રભાવિત કરી છે.

જયારે કીર્તીદાન ગઢવી ભાવનગર શિફ્ટ થાય છે ત્યારે તેઓ ભાવનગર યુનીવર્સીટીમાં સંગીતના ટીચર તરીકે નોકરી કરે છે. ‘લાડકી’, ‘નગર મેં જોગી આયા’ અને ગોરી રાધા ને કાળો કાન’ કીર્તીદાન ગઢવીના સૌથી વધુ લોકપ્રિય ગીતોમાં સામેલ છે. કીર્તીદાન ગઢવીએ ઘર આંગણે રાજકોટમાં જ ‘સ્વર’ બંગલો બનાવ્યો છે અને ફેબ્રુઆરી, ૨૦૧૬માં કીર્તીદાન ગઢવીએ પોતાના નવા ઘર ‘સ્વર’માં ગૃહપ્રવેશ કર્યો છે.

image source

કીર્તીદાન ગઢવીના રાજકોટ સ્થિત બંગલો ‘સ્વર’નું ઇન્ટીરીયર ડીઝાઈન દર્શન પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ‘સ્વર’ બંગલોમાં કુદરતી લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘સ્વર’ બંગલોમાં પ્રવેશ કરતા જ મુખ્ય દરવાજાને કુદરતી લાકડાની સાથે જ ગ્લાસ હેન્ડલની સાથે ડીઝાઇન કરવામાં આવ્યા છે. ઉપરાંત કીર્તીદાન ગઢવીના ‘સ્વર’ બંગલોમાં એક થિયેટરની સાથે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કીર્તીદાન ગઢવીના ‘સ્વર’ બંગલોના ડાઈનીંગ ટેબલ અને ખુરશીની વ્યવસ્થાને અલગ અલગ રીતે ડીઝાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ ફુવારાની સામેની તરફ જ મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કીર્તીદાન ગઢવીના આ શાનદાર બંગલો ‘સ્વર’નું નિર્માણ એટલું બધું મનમોહક છે કે, જે એકવાર આ બંગલાને આવે અને જોય લે છે તે વ્યક્તિના મનમાં આ ઘર વસી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત