Jio પ્લેટફોર્મમાં KKRનું 11,367 કરોડનું રોકાણ, જાણો જિયોએ 1 મહિનામાં કેટલા હજાર કરોડની કરી કમાણી

રિલાયંસ ઈંડસ્ટ્રીઝના સ્વામિત્વવાળી જિયો પ્લેટફોર્મ લિમિટેડમાં કેકેઆર કંપનીએ 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

image source

દેશની મોટી ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ રિલાયંસ ઈંડસ્ટ્રીઝ અને જિયો પ્લેટફોર્મે આ ડીલની ઘોષણા કરી છે. કેકેઆપએ જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકાની ભાગીદારી માટે 11, 367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એશિયામાં કેકેઆરએ કરેલું સૌથી મોટું રોકાણ છે.

જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડથી રુપિયા અને એંટરપ્રાઈઝ વૈલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા થઈ છે. હવે આ ડીલ સાથે જ જિયોએ છેલ્લા 1 મહિનામાં રોકાણના માધ્યમથી 78, 562 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે.

image source

જિયો પ્લેટફોર્મમાં છેલ્લા 1 મહિનામાં 5 મોટી ડીલ થઈ છે. રિલાયંસ જિયોમાં રોકાણ કરનાર કંપનીઓની યાદીમાં ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર્સ, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાંટિક પછી હવે કેકેઆરનું નામ જોડાયું છે. આ સાથે જ હવે જિયોમાં 78,562 રુપિયાનું રોકાણ થયું છે. આ બધી જ ડીલ સાથે જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વૈલ્યૂ અને એંટરપ્રાઈઝ વૈલ્યૂ પણ વધી છે.

જિયોની શરુઆત 2016માં થઈ હતી. ધીરે ધીરે તેણે ટેલિકામ ઈંડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી લીધી છે. ટેલીકોમ અને બ્રોડબેંડથી લઈ ઈ કોમર્સમાં તેનો વિસ્તાર વધ્યો છે અને 38 કરોડ ગ્રાહકો સુધી જિયો પહોંચ્યું છે. કંસલ્ટેંસી પીડબલ્યૂસી અનુસાર ભારતમાં વર્ષ 2022માં ઈંટરનેટ યૂઝર્સની સંખ્યા વધી 850 મિલિયન થવાની સંભાવના છે. જિયોનું વિઝન 1.3 અરબ લોકો અને નાના વેપારીઓ, માઈક્રો બિઝનેસ અને ખેડૂતો સહિતના વ્યવસાયો સુધી પહોંચી અને ડિજિટલ ઈંડિયાને સક્ષમ બનાવવાનું છે.

image source

આ માટે રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવું છે કે દુનિયાના સૌથી સમ્માનિત રોકાણકારોમાંથી એક કેકેઆરનું મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે સ્વાગત કરું છું, કેકેઆર ભારતીય ડિજિટલ ઈકો સિસ્ટમમાં બદલાવ લાવવાની યાત્રાના સાથી બનશે. આ ડીલ બધા જ ભારતીયો માટે પણ ફાયદાકારક સાબિત થશે. કેકેઆરનો ટ્રેક રેકોર્ડ શાનદાર છે. જિયોને આગળ વધારવા માટે કેકેઆરના વૈશ્વિક પ્લેટફોર્મ, ઈંડસ્ટ્રીની જાણકારી અને પરિચાલન વિશેષજ્ઞતાનો લાભ લેવાની આશા રાખીએ છીએ.

image source

કેકેઆરના સહ-સંસ્થાપક હેનરી ક્રાવિસનું કહેવું છે કે, દેશની ડિજિટલ ઈકોસિસ્ટમને બદલવા માટે ક્ષમતા કેટલીક જ કંપનીઓ પાસે છે, આ પ્લેટફોર્મ જિયો પાસે છે. આ પ્લેટફોર્મ ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવી રહ્યું છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત