બોલિવૂડમાં કોરોનાનો કહેર : વરૂણ ધવન અને નીતૂ કપૂર બાદ કૃતિ સેનનનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

જુગ-જુગ જિયો ફેમ એક્ટર્સ વરૂણ ધવન અને નીતુ કપૂરને કોરોના ચેપ લાગ્યાં બાદ હવે અભિનેત્રી ક્રિતી સેનન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે તાજેતરમાં જ ચંદીગઢથી પરત આવી હતી, જ્યાં તે રાજકુમાર રાવ સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પણ શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું છે કે તેની ફિલ્મનું રૈપઅપ થઈ ગયું છે અને તે ઘરે પરત ફરી રહી છે.

image source

તે એક સેકન્ડ માટે પણ પોતાનું માસ્ક કાઢતી નથી

તમને જણાવી દઈએ કે કૃતિએ મુંબઈમાં ફોટોગ્રાફરો સાથે વાત કરતા કહ્યું હતું કે તે એક સેકન્ડ માટે પણ પોતાનું માસ્ક કાઢતી નથી. કૃતિ પહેલા પહેલા એક્ટર વરુણ ધવન અને અભિનેત્રી નીતુ કપૂર કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાયું હતું. બંને રાજ મહેતાની ફિલ્મ જુગ જુગ જીયોનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મનું શૂટિંગ થોડા સમય પહેલા શરૂ થયું હતું અને હવે તે કોરોના વાયરસને કારણે ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે. અભિનેતા અનિલ કપૂર અને કિયારા અડવાણી પણ આ કોરોના પરીક્ષણમાં સામેલ થયા હતા. આ બંને કલાકારોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

image source

કૃતિએ તેની બોલિવૂડ કેરિયરની શરૂઆત 2014 માં કરી હતી

કૃતિ સનનનાં વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડે પણ તેની આગામી ફિલ્મોમાં શામેલ છે. આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 માં શરૂ થશે. તેની છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તે છેલ્લે આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપતમાં અર્જુન કપૂર સાથે મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે કૃતિએ તેની બોલિવૂડ કેરિયરની શરૂઆત ટાઇગર શ્રોફ સાથે 2014 માં આવેલી ફિલ્મ હિરોપંતીથી કરી હતી. આ પછી તે દિલવાલે, બરેલી કી બર્ફી, રાબતા, લુકા છુપ્પી, પાણીપત અને અન્ય ફિલ્મોમાં જોવા મળી હતી.

image source

જુગ જુગ જિયો’ના સેટ પર ત્રણ કલાકારો સહિત ચાર લોકો આવ્યા પોઝિટિવ

‘જુગ જુગ જિયો’ના સેટ પર ત્રણ કલાકારો તથા ડિરેક્ટર એમ ચાર સેલેબ કોરોના પોઝિટિવ આવ્યા છે. અનિલ કપૂર તથા કિઆરા અડવાણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નીતુ સિંહ, વરુણ ધવન તથા મનિષ પોલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ડિરેક્ટર રાજ મહેતા પણ કોરોના પોઝિટિવ છે. વરુણ ધવને હાલમાં જ સોશિયલ મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત કહી હતી. ફિલ્મની ટીમ ગયા મહિનાથી ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરતી હતી. સેટ પર કોરોનાના ચાર કેસ આવતા હાલ પૂરતું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

વરુણ ધવને કહ્યું, કાળજી રાખો

વરુણ ધવને કહ્યું હતું, ‘વિટામિન ફ્રેન્ડ્સ, મહામારીના સમયમાં હું કામ પર પરત ફર્યો અને મને કોવિડ 19નો ચેપ લાગ્યો. પ્રોડક્શને તમામ પ્રકારની સાવધાની રાખી હોવા છતાંય જીવનમાં કંઈ જ નક્કી હોતું નથી અને તેમાંય ખાસ કરીને કોવિડ 19. મહેરબાની કરીને વધુ પડતી કાળજી લો. હું માનું છું કે મારે હજી વધુ સાવચેતી રાખવાની જરૂર હતી. રોજ મને જલદી સાજા થઈ જવાના મેસેજ આવે છે અને મારો ઉત્સાહ વધારે છે. આભાર.’ વરુણ ધવન તથા ડિરેક્ટર રાજ મહેતાએ ચંદીગઢમાં જ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત