કુદરતી આફતના લીધે ૫ લોકોના મોત અને ૨ લોકોની હાલત ગંભીર, ભારે વરસાદથી કંપનીની દીવાલ ધરાશાહી

વર્તમાન સમયે અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમુક જગ્યાએ આ વરસાદના કારણે કુદરતી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. હાલમાં આવા જ એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે વલસાડ જીલ્લાના સેલવામાં ગત રોજ એક દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામા ભારે વરસાદને કારણે એક કંપનીની દીવાલ ધરાશાહી થઇ ગઈ હતી જેમાં પાંચ લોકોના જીવ ગયા હતા તેમજ ૨ લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત ઓજ ઘટી હતી, જ્યાં સુરંગી વિસ્તારમાં નવી બની રહેલી કંપનીની દીવાલ ધરાશાહી થઇ હતી.

image source

સુરંગી વિસ્તારમાં રાત્રે કંપનીની દીવાલ ધરાશાહી

આપને જણાવી દઈએ કે હાલમાં વરસાદને પગલે વિવિધ ઘટનાઓ ઘટી રહી છે ત્યારે વલસાડમાં પણ દીવાલ ધરાશાહી થવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડમાં સેલવાસની એક કંપનીની દીવાલ રાત્રીના સમયે અચાનક જ ધરાશાહી થઇ ગઈ હતી. આ દીવાલ પડવાથી ૫ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હતો જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થઇ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના વલસાડના સેલવાસ વિસ્તારના સુરંગીમાં આવેલી મહેશ્વરી ઇન્ડસ્ટ્રીની છે.

image source

ગત રોજ પડેલા વરસાદને કારણે સર્જાઈ હોનારત

ઉલ્લેખનીય છે કે આ ઘટના પાછળ મૂળ રૂપે ભારે વરસાદ જવાબદાર છે. મળતી માહિતી મુજબ આગળના દિવસે સેલવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરંગી વિસ્તારમાં આવેલ મહેશ્વરી ઇન્ડસ્ટ્રીમાં નવી દિવાલનું બાંધકામ થઇ રહ્યું હતું. ત્યારે વરસાદના કારણે આ દીવાલ મોડી રાત્રે ધરાશાહી થઇ ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતા જ આખાય વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી

image source

આ ઘટનાની માહિતી પોલીસને મળી ત્યારે પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોચી હતી. આ સમય દરમિયાન પોલીસે મૃત લોકોની ઓળખ કરવા પ્રયત્ન કર્યા હતા તેમજ એમના પરિવારને જાણ કરવા અંગે કાર્યવાહી કરી હતી. આ સિવાય ઘટના સ્થળ પર રહેલા ઈજા ગ્રસ્ત લોકોને તરત જ સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુલ ૭ લોકો અસરગ્રસ્ત થયા હા હતા. જેમાંથી પાંચ લોકોએ પોતાનો જીવ ઘુમાવ્યો છે તે અન્ય બે જણને ગંભીર ઈજાઓ થઇ છે.

ગુજરાત રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી

image source

હવામાન ખાતા દ્વારા ફરી એક વાર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી એક વાર હવામાન ખાતાએ આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાત અને કચ્છમાં સારો વરસાદ થાય એવી આગાહી કરવામાં આવી છે. જો કે આ ઉપરાંત માછીમારોને દરીઓ ન ખેડવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે.

વલસાડના ઉમરગામમાં મેઘરાજા મહેરબાન

વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે ઉમરગામ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉમરગામમાં છેલ્લા 24 જ કલાકમાં 14.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, આ વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સંજાણ વિસ્તારમાં પાણી ભરાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ NDRF ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ પણ કરવામાં આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત