સોશ્યલ મીડિયા પર કૂતરા સાથે થયું એવું કે ભડક્યા લોકો

કૂતરાની સાથે કર્યું એવું કે જેથી સોશ્યલ મીડિયા પર ફેલાયો લોકોનો ગુસ્સો

અત્યારના સમયમાં જાનવરો પર અત્યાચારના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. લોકો જાનવરો સાથે એવો વ્યવહાર કરી રહ્યા છે જાણે કે તેઓ મૃત્યુ પામ્યા હોય અને તેમને દર્દ પણ ન થતું હોય. વાઘના રૂપ રંગમાં એક કૂતરાનો ફોટો અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને તમે એક પળ માટે એમ વિચારી શકશો કે આ કુતરો છે કે વાઘ છે. આ ફોટો વાયરલ થયા બાદ જાનવરોના હિત માટે કામ કરનારી સંસ્થા તેના આરોપીઓ સુધી પહોંચવા અને તેમને સજા અપાવવાની કોશિશ કરી રહી છે. વાઘના રંગમાં રંગાયેલા આ કૂતરાનો ફોટો કહેવાતી રીતે મલેશિયાનો હોવાનો માનવામાં આવી રહ્યું છે.

image source

ફોટો વિશે માહિતી આપનારને મળશે ઈનામ

આ ઘટના વિશે લોકોને સૂચિત કરવા માટે મલેશિયા એનિમલ એસ્કોલેશને પોતાના અધિકૃત ફેસબુક પેજ પર પોસ્ટ કરી અને લોકોને જણાવ્યું કે જો કોઈની પાસે પણ તે ફોટો સાથે જોડાયેલી માહિતી છે તો તેઓ આવીને જાણ કરે. સ્થાનિક મીડિયાના આધારે ફેસબુક પોસ્ટ પર સંસ્થાની તરફથી લખાયું છે કે એક રહસ્યમય ઈનામ તેમને આપવામાં આવશે. જો આ ઘટનાની જાણકારી કોઈની પણ પાસે હોય તો તેઓએ જાણકારી આપી મદદ કરવાની અપીલ કરી છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ફોટો

કૂતરાનો આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. કૂતરાને વાઘની ઘારીની સાથે કૈનાઈન નારંગી રંગથી પેઈન્ટ કરાયો છે. આ પોસ્ટ પર 6000થી પણ વધારે કમેન્ટ આવી છે. જ્યારે 3000થી વધારે વખત ફોટો શેર થયો છે. આ ઘટનાને ફક્ત જાનવરોના અઘિકારોની રક્ષા કરનારા કાર્યકર્તાઓને પરેશાન કર્યા છે. પરંતુ આ લોકોને પણ ચિંતામાં મૂક્યા છે જે જાનવરોના હિતની રક્ષા માટે વિચારી રહ્યા છે.

image source

એક યૂઝરે લખ્યું છે તે મને એ કૂતરાને જોઈને દયા આવે છે. તમે ફક્ત એ સ્થાન શોધો જ્યાં તે છે. કેને બચાવો કેમકે ડર છે કે કંઈક ખોટું થશે. કોઈ તેને ગોળી મારી દેશો તો…કૃપા કરીને મદદ કરો. એક કૂતરાના શરીર પર પેઈન્ટના ખતરાને તૈયાર કર્યો અને લખ્યું કે આ અફસોસની વાત છે કે કૂતરાના વાળને નુકસાન થયું છે અને હવે વાળને સાફ કરવા માટે તે આ રસાયણોને ચાટી રહ્યું છે. જેનાથી તેને નુકસાન થઈ શકે છે. આ રસાયણો ખતરનાક પણ હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત