કોરોનાના લક્ષણો નથી, છતાં કુદરત સામે લાચાર પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીનું કરુણ મોત, ભગવાન કોઇની સાથે આવું ના કરે

કોરોનાના લક્ષણો નથી, છતાં કુદરત સામે લાચાર પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીનું મોત! પરિવારજનો પર આભ ફાટ્યું

શરીરમાં અત્યંત નબળાઈ લાગવી અથવા થાક લાગવાની સ્થિતિથી તો તમે બધા વાકેફ હશો. આવી સ્થિતિમાં તમને બેડ સુધી ચાલીને જવામાં પણ થાક લાગતો હોય તો કોરોનાના સમયમાં કોવિડ પોઝિટિવ દર્દીઓ માટે આવી નબળાઈ એક અલાર્મ સમાન છે.

આ સંકેતો શરીરમાં ઝડપથી ઓક્સિઝન લેવલ ઘટવાના પણ હોઈ શકે છે. અંદાજે અઢી મહિના સુધી હજારો કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરનારા ચેપી રોગ નિષ્ણાંતો અને ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટે કેટલાક સંકેતો જણાવ્યા છે, જે સામાન્ય લક્ષણો નથી અને કોરોનાથી વધુ ગંભીર રીતે બીમાર થવાથી બચવા માટે તેને સીરિયસલી લેવા જોઈએ.

ઓક્સીજન લેવલ ઘટવાના છે સંકેત

તેમાંથી સૌથી કોમન છે અત્યંત નબળાઈ અને તેની સાથે તાવ આવવો. ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. જિગર મહેતા કહે છે, ઘણા દર્દીઓએ તાવ ઓછો થયા બાદ નબળાઈની ફરિયાદ કરી હતી. જોકે તાવ ન હોવાછી તેઓ રિલેક્સ ફીલ કરે છે અને નબળાઈ પ્રત્યે વધુ ધ્યાન નથી આપતા. જે ઓક્સિજન લેવલ ઘટવાના સંકેત છે.

આવા દર્દીઓને બાદમાં શ્વાસ લેવાની સમસ્યા સાથે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દોડવું પડે છે. આવી સ્થિતિમાં બાથરૂમ સુધી જઈને ત્યાંથી પાછા આવવું જોઈએ. જો દર્દીને શ્વાસ લેવામાં થોડી પણ સમસ્યા જેવું લાગે તો તરત જ તેણે હોસ્પિટલ જવું જોઈએ કારણ કે આ ઓક્સિજન લેવલ ઘટવાના સંકેતો છે. તેઓ એમ પણ સલાહ આપે છે કે, ‘કોરોનાની મહામારીના સમયમાં ઘરમાં પલ્સ-ઓક્સીમીટર પણ વસાવવું જોઈએ.

જો દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો ન હોય અને તેની ઘરે જ સારવાર થઈ રહી હોય તો ચેક કરવું જરૂરી છે કે તેના શરીરનું ઓક્સીજન લેવલ ઘટે નહીં. આવી સ્થિતિમાં દર્દીના શરીરમાંથી ઓક્સીજન લેવલ ન ઘટે ત્યાં સુધી કોઈ લક્ષણો દેખાતા નથી. જો પલ્સ-ઓક્સીમીટરમાં ઓક્સીજન લેવલ 94 ટકાથી નીચે આવે તે થોડું પણ મોડું કર્યા વિના લક્ષણો ન હોય તો પણ દર્દીને હોસ્પિટલ લઈ જવો જોઈએ.’

ગાંધીનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનની 13 વર્ષની દિકરીના અચાનક મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. ટાઈફોઈડની સારવાર લઈ રહેલી દિકરીનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતા તેણે આ દુનિયાને અલવિદા કરી દીધી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સેક્ટર-23ની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ રાવળની 13 વર્ષની દિકરી ખુશીના અચાનક મોતથી માત્ર પરિવારજનો જ નહીં પરંતુ પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ખુશીને તાજેતરમાં સામાન્ય તાવ આવ્યો હતો. આ પૂર્વે તેના પિતા શૈલેષભાઈ પણ કોરોના સંક્રમિત થયા હતા.

જો કે, તેઓને બેઠા કરવામાં પુત્રીનો સિંહફાળો રહ્યો હતો. દિકરીએ આપેલા માનસિક મનોબળથી શૈલેષભાઈએ કોરોનાને હરાવ્યો હતો. પરંતુ તેઓ સાજા થયા બાદ પુત્રી ખુશીને તાવ આવ્યો હતો. દવાખાને રિપોર્ટ કરાવતા તેને ટાઈફોઈડ હોવાનું જણાયું હતું. કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. પ્રથમ તેને માણસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યાં ટાઈફોઈડની સારવાર ચાલું હતી ત્યાં ખુશીની તબિયત લથડી હતી. આથી ડોક્ટરની સલાહથી ખુશીને પિતા શૈલેષભાઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ યુ.એન.મહેતામાં સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ ખુશીનું ઓક્સિજન લેવલ સાંઈઠ જેટલું થઈ જતાં તેનું પિતાની નજર સામે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનો પર વર્જઘાત સર્જાયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!