લગ્ન મંડપમાં ચાલી રહ્યા હતા ફેરા, ત્યારે દુલ્હને વરરાજાને એવો ઈશારો કર્યો કે વીડિયો થયો વાયરલ

જીવનમાં કેટલીક ક્રિયાઓ ખૂબ જ પ્યારી હોય છે. પ્રેમને જાળવી રાખવા માટે આવી ક્રિયાઓ જરૂરી પણ છે. આવી ક્રિયાઓ ફક્ત એક જ વ્યક્તિને નથી હસાવતી પરંતુ તે દરેકના ચહેરા પર સ્માઈલ લાવી દે છે. આવો જ એક ઘટના સામે આવી એક લગ્નમા. લગ્નમાં ફેરાનો સમય હતો, ગુરુદ્વારામાં લગ્ન ચાલી રહ્યા હતા. ત્યાં જ દુલ્હને કઈક એવી હરકત કરી કે બધા હસવા લાગ્યા.

આ ઘટનાથી હાજર મહેમાનો હસી પડે છે

image source

વાત જાણે એમ છે કે લગ્ન દરમિયાન જેવો વરરાજા ફેરા ફરવા માટે ઉભો થાય છે કે તે ખોટી દિશામાં ચાલવા લાગે છે. પાછળથી તેની પત્ની ખૂબ જ પ્રેમ પૂર્વક ખેંચે છે અને પછી પતિ સાચી દિશામાં ચાલવા લાગે છે. આ ઘટનાથી હાજર મહેમાનો હસી પડે છે એટલું જ નહીં વરરાજા પણ મલકાઈ ઉઠે છે. ઉપરાંત વીડિયો બનાવનારને પણ હસુ આવી જાય છે. અને વરરાજાને જીંદગીના પહેલા પડાવમાં જ બોધપાઠ મળી જાય છે.

વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ

હાલમાં ઓ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જે જુએ છે તે હસવાનું રોકી શકતા નથી. તો લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ તો લખ્યું કે જીવનનો પહેલો પાઠ ભણી લીધો વરરાજાએ. તો કોઈએ લખ્યું કે તલવાર ભલે ગમે તેના હાથમાં હોય પરંતુ બોસ તો હંમેશા પત્ની જ રહે છે.

જ્યારે વરરાજાએ કહ્યું, હવે નહીં કરું લગ્ન

image source

લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આવામાં લગ્નને લઇને એક એવી ઘટના સામે આવી, જે જોઇ બધા અચરજમાં મૂકાઇ ગયા. વાત એવી બની કે લગ્ન માટે પહોંચેલા વરરાજા વરમાળા પહેરાવતી વખતે દુલ્હનની અજીબ હરકત જોઈને ભડકી ગયો હતો. વરરાજાએ દુલ્હનને માનસિક રોગી હોવાનું કહી મંડપમાં જ લગ્ન ના કરવાની ના પાડી દીધી. બંને પરિવારના વડીલોએ વરરાજાને સમજાવ્યો પરંતુ તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ બંને પરિવારજનોના વડીલોએ લેવડદેવડનો સામાન એકબીજાને પરત અપાવ્યો હતો અને જાન લીલા તોરણે દુલ્હનને લીધા વગર જ પાછી ફરી હતી.

યુવતીએ વરમાળા પહેરાવી જ નહીં

image source

લગ્ન મંડપમાં દુલ્હનની બેનપણીઓએ તેને વરમાળા પહેરાવવાનું કહ્યું પરંતુ તેણે કોઇ પ્રતિક્રિયા ના આપી. અનેક વખત કહેવા છતાં યુવતીએ વરમાળા પહેરાવી જ નહીં. અંતે, પિતાના દબાણમાં આવીને દુલ્હને વરરાજા તરફ વરમાળાનો ઘા કર્યો હતો. આ જોઇ વરપક્ષના લોકો ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતાં.

image source

વરરાજાને પછી શંકા ગઈ કે દુલ્હનનું માનસિક સંતુલન બરાબર નથી અને તેણે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી. કલાકો સુધી બંને પક્ષે સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં પરંતુ વરરાજા ટસનો મસ થયો નહીં. ત્યારબાદ બંને પક્ષના વડીલોએ સમજાવવાના પ્રયાસ કર્યા પરંતુ વરરાજા માન્યો નહીં. ત્યારબાદ બંને પક્ષે ખર્ચનો હિસાબ લગાવવામાં આવ્યો અને અંતે દુલ્હનને લીધા વગર જ જાન લીલા તોરણે પરત ફરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત