લગ્ન કરવામાં આવી રહી છે મુશ્કેલીઓ તો આ વાસ્તુ ઉપાયોથી મળશે રાહત

વાસ્તુ શાશ્ત્રમાં દરેક ચીજને માટે યોગ્ય દિશા, સ્થાન અને તેના પ્રભાવને વિશે જણાવાયું છે. આ સાથે જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓને માટે પણ વાસ્તુના ઉપાયો જણાવવામાં આવ્યા છે. જિંદગીની એક મોટી મુશ્કેલીમાંની એક છે લગ્નમાં વિલંબ થવો. એટલે કે લગ્નમાં બાધા આવવી. આજે અમે આપને એ ચીજો અને સ્થિતિ વિશે જણાવીશું જે ઘરમાં વાસ્તુ દોષ જન્માવે છે અને તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા જન્મે છે. તેનાથી વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓને મુશ્કેલીઓ આવે છે.

આ વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી દૂર થશે મુશ્કેલીઓ

image source

લગ્ન માટે યોગ્ય યુવક અને યુવતીઓને બેડરૂમમાં ક્યારેય છોડ કે તાજા ફૂલના બુકે રાખવા નહીં. વાસ્તુ અનુસાર તેમાં રહેલું લાકડું લગ્નમાં અડચણો જન્માવે છે.

જે યુવતીઓના લગ્ન થવાના છે તેઓએ પોતાના રૂમમાં પેન્ટિંગ લગાવવી. ફૂલ સૌંદર્ય, પ્રેમ અને રોમાંસનું પ્રતીક હોય છે. તેનાથી લગ્ન જલ્દી ગોઠવાય છે.

ઘરના ડ્રોઈંગ રૂમમાં ફૂલનું પેન્ટિંગ લગાવવાથી યુવતીઓ માટે સારા માંગા આવવા લાગે છે.

ઘરના પશ્ચિમ અને વાયવ્ય ખૂણાને સાફ રાખવાથી આ દિશામાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધે છે. તેનાથી લગ્ન માટે સારા માંગા આવવા લાગે છે.

image source

યુવકોએ એવા રૂમમાં સૂવું જોઈએ જેમાં એકથી વધારે દરવાજા હોય. ઓછી હવા અને રોશનીવાળા રૂમમાં સૂવાથી લગ્નમાં બંધન આવે છે.

લગ્ન કરવા ઈચ્છુક લોકોની વાત બનવામાં મુશ્કેલી આવી રહી છે તો તેઓએ કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. આ રંગ રાહુ, કેતુ અને શનિનું પ્રતિનિધિત્વ કરે છે. જેનાથી કામમાં અડચણો આવે છે.

વિવાહ યોગ્ય યુવક અને યુવતીઓના રૂમમાં મોટા વાસણ કે બેડની નીચે લોખંડનું વાસણ રાખવાથી તેમના લગ્નમાં મોડું થાય છે. તો આવી ચીજો હટાવી લો તે જરૂરી છે.

image source

આ સાથે યુવતીઓ યોગ્ય સમયે સારી રીતે લગ્ન થઈ શકે તે માટે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા અર્ચના કરે અને સાથે શક્ય હોય તો 16 સોમવારનું વ્રત પણ રાખે. કુંવારી યુવતીઓએ પૂનમના દિવસે ચંદ્રની પૂજા કરવાથી સારું ફળ મળી શકે છે. તેમને સારા પતિની કામના પૂરી થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ