લગ્નની કંકોત્રીમાં મોકલી દારૂની બોટલ, અને સાથે ખાવા-પીવાની આ વસ્તુઓ પણ, વિડીયો જોઇને ચોંકી જશો તમે પણૉ

લગ્નની કંકોત્રીમાં મોકલી દારૂની બોટલ – ચાખ્યો તો લોકો રહી ગયા અવાક – વિડિયો થઈ રહ્યો છે વાયરલ

આજકાલના સમયમાં તમે મોંઘા મોંઘા લગ્નના કાર્ડ તો જોયા જ હશે. જેને જોઈને કોઈ પણ ચકિત રહી જાય. લોકો લગ્નના કાર્ડ પર પણ લાખો-કરોડો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. પણ મહારાષ્ટ્રથી જે અનોખો લગ્નાં કાર્ડનો મામલો સામે આવ્યો છે તેને જોઈને તે તમે વિશ્વાસ જ નહી કરી શકો. સામાન્ય રીતે લોકો લગ્નના કાર્ડમાં મિઠાઈના ડબ્બા કે પછી ડ્રાઇફ્રૂટ્સ મોકલે છે. પણ અહીં લગ્નના કાર્ડની અંદર દારુની બોટલ, નાશ્તો અને મિનરલ વોટર મળ્યા છે. તો ચાલો જોઈએ આ અનોખા લગ્નના કાર્ડનો વિડિયો.

image source

આ આખો મામલો મહારાષ્ટ્રના ચંદ્રપુરનો છે. અહીં લોકો આ લગ્નના કાર્ડને જોઈને ચોંકી ગયા હતા. કાર્ડની ઉપર પહેલાં પન્ના પર ગણેશજીની પ્રતિમા છે અને તેની બાદના પન્નામાં લગ્નના કાર્યક્રમો અને તારીખ વિષેની માહિતી આપવામા આવી છે. અને તેની બાદનું પાનું જેવું જ ખોલવામા આવે છે કે તરત જ તેમાં દારૂની બોટલ, અને તેની સાથે મિનરલ વોટર પણ મુકવામાં આવ્યા છે. આ આખી ઘટનાની ચર્ચા હાલ ખૂબ થઈ રહી છે. ઘનટાનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં કાર્ડની શરૂઆતથી લઈને છેલ્લે સુધી બતાવવામાં આવ્યું છે.

દારૂબંદીવાળા વિસ્તારમાં દારૂની બોટલ

image source

આ આખી ઘટના વચ્ચે સૌથી વધારે રસપ્રદ વાત એ છે કે આ ઘટના એક એવા જિલ્લામાં બની છે જ્યાં દારૂબંદી છે. હા, આ કાર્ડ સામે આવ્યા બાદ દારૂબંદી પર પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે. કાર્ડ પર લોકોની મિશ્ર ટીપ્પણી આવી રહી છે. કેટલાક લોકો કાર્ડ વહેંચનારા પરિવારની ખૂબ આલોચના કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો તેને મજાકમાં લઈ રહ્યા છે તો વળી કેટલાક લોકોનું માનવું છે કે શુભ પ્રસંગમાં આ પ્રકારની વસ્તુઓ યોગ્ય નથી.

image source

આ આખી ઘટના વિષે કાર્ડ છાપનારા વ્યક્તિએ જણાવ્યું કે, વાયરલ થઈ રહેલું કાર્ડ તેમના દીકરાનું છે. લગ્ન ચંદ્રપુરની જ એક હોટેલમાં થયા છે. પણ તેમનુ કહેવું છે કે દારૂબંદીના કારણે ચંદ્રપુર જિલ્લામાં દારુની બોટલવાળાકાર્ડ વહેંચવામાં નથી આવ્યા, તેમાં ડ્રાઈફ્રૂટ આપવામા આવ્યા છે. તેમણે જણાવ્યું કે, દારૂની બોટલવાલા કાર્ડ કેટલાક ખાસ સંબંધીઓને નાગપુર તેમજ અન્ય અલગ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યા છે.

થોડા સમય પહેલાં મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન થવાના હતા તે વખતે તેની કંકોત્રીની વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તે ખૂબ જ કીંમતી તો હતી જ પણ કલાત્મક પણ હતી. તેમાં મહેમાનોને સુંદર રીતે આમંત્રિત કરવામા આવ્યા હતા તો વળી ભગવાનની સુંદર તસ્વીરો પણ હતી. પણ આ કંકોત્રી તદ્દન વિપરિત છે કારણ કે તેમાં આમંત્રિતોને આમંત્રણની સાથે સાથે દારૂની બોટલ પણ ભેટસ્વરૂપે આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત