જાણીતી યુટ્યુબર નજમાંનું કાબુલ એરપોર્ટ હુમલામાં મોત, છેલ્લા વીડિયોમાં કહ્યું કે…

26 ઓગસ્ટના રોજ કાબુલ એરપોર્ટ પર થયેલા 13 અમેરિકન સૈનિકો સહિત 170 લોકોનું મોત થયું હતું. મરનાર સમાન્ય અફઘાનિઓમાં દેશનો એક જાણીતો ચહેરો હતો. 20 વર્ષની નઝમાં સદીકીની પણ આ હુમલામાં મોત થઈ ગયું હતું. મોતના થોડા કલાકો પહેલા નઝમાએ પોતાના ફેરવેલ વિડીયો પશ્તોમાં ફેન્સ માટે પોસ્ટ કર્યો હતો. એમા કહ્યું હતું કે કદાચ હવે આપણે ક્યારેય ન મળીએ.પણ હું ઇચ્છું છું કે અમારા દેશમાં અત્યારે જે હાલત છે એ કોઈ ખરાબ સપનાની જેમ ખતમ થઈ જાય. પણ ન તો તાલિબાની હુકમત સપનું છે અને ન તો એની હિકીકટ જોવા માટે આ યંગ યુટ્યુબર હવે આ દુનિયામાં હજાર છે.

એક રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના ચાર દિવસ પછી નઝમાએ એમના ઘરેથી પોતાનો વિડીયો રિકોર્ડ કર્યો પણ એ પેલી નઝમાં નહોતી જેને લોકો પસંદ કરતાં હતાં, વખાણ કરતા હતા. ઘણીવાર સફેદ કપડામાં સજ્જ ખિલખિલાટ કરતી નઝમા છેલ્લા વીડિયોમાં ખૂબ જ માયુસ અને ગમગીન દેખાઈ. આ વીડિયોમાં એમને કહ્યું કે હવે અમને ઘરેથી નીકળવા અને કામ કરવાની આઝાદી નથી. એટલે બધા પોતાનો છેલ્લો વિડીયો રિકોર્ડ કરી લો. બધાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

નઝમાં ઘણીવાર કુકિંગ કે ટુરિસ્ટ પ્લેસ પર યુવા અફઘાનિઓ સાથે અને એમના માટે જ વિડીયો બનાવતી હતી. એ અફઘાનિસ્તાનના ઇનસાઈડર યુટ્યુબ ચેનલ માટે પણ કામ કરતી હતી..

છેલ્લા વીડિયોમાં નઝમાએ કહ્યું કે હવે કબુલની સડકો પર નીકળવાની બીક લાગે છે. મારા માટે પ્રાર્થના કરો. આ જીંદગી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. હું આશા કરું છું કે આ બધું એક ખરાબ સપનાની જેમ ખતમ થઈ જાય. એક દિવસ આપણે સુંદર સવાર જરૂર જોઈશું. ભીની આંખે નઝમાએ કહ્યું કેં હું જાણું છું કે હવે આ અશક્ય છે અને આ હવે હકીકત છે. અમારે એની સાથે જ જીવવું પડશે

આ વીડિયો પછી નઝમાએ દેશ છોડવાનો નિર્ણય કરી લીધો. કાબુલ એરપોર્ટ પર પહોંચી પણ કમનસીબે અહીંયા પણ એમનો પીછો ન છોડ્યો. ફિદાયીન હુમલો થયો અને નઝમાની મોત થઈ ગઈ. એ જર્નલીઝમ ફાઈનલ યર સ્ટુડન્ટ હતી. નઝમાની સાથે ઘણા વીડિયોમાં દેખાઈ ચુકેલી એમની મિત્ર રોહીના અફસારએ કહ્યું કે એ એમના અભ્યાસ અને પરિવારનો ખર્ચ જાતે ઉઠવતી હતી. આજે કબુલમાં મોટાભાગના પરિવારો બે સમયનું ખાવાનું ઈચ્છે છે. નઝમાં અને રોહીના હવે ફરી ક્યારેય એકસાથે નહિ દેખાય.