મંગળસૂત્ર બ્રેસલેટની આ લેટેસ્ટ ડિઝાઇનો પર કરી લો એક વાર નજર, જે હાલમાં છે ખૂબ જ ટ્રેન્ડમાં

નવી પરણેલી છોકરીઓ માટે બેસ્ટ છે આ લેટેસ્ટ મંગળસૂત્ર બ્રેસલેટ, ટ્રેન્ડમાં છે આ ડિઝાઇન.

image source

કોઈપણ પરણિત સ્ત્રી માટે મંગળસૂત્ર ખૂબ જ ખાસ હોય છે. મંગળસૂત્ર પરણિત સ્ત્રી માટે સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે.કાળા મોતીઓની આ માળા કોઈપણ પરણિત સ્ત્રી માટે ખૂબ જ ખાસ અને પવિત્ર ગણવામાં આવે છે. પહેલા સ્ત્રીઓ સિમ્પલ કાળા મોતીઓનું મંગળસૂત્ર પહેરતી હતી. પણ આજકાલ ફેશનેબલ જમાનામાં સ્ત્રીઓ હવે સિમ્પલ મંગળસૂત્ર પહેરવાને બદલે સ્ટાઈલિશ ડિઝાઇનવાળું મંગળસૂત્ર પહેરવાનું વધુ પસંદ કરે છે.

આજ કાલ સ્ત્રીઓ મંગસૂત્ર બ્રેસલેટ અને રિંગ પહેરવા લાગી છે. સામાન્ય સ્ત્રીઓને પણ મંગળસૂત્ર બ્રેસલેટ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કવ બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સૌથી પહેલા આ મંગળસૂત્ર બ્રેસલેટ પહેરેલી નજરે આવી હતી. અને ત્યારથી જ આ મંગળસૂત્ર બ્રેસલેટ સ્ત્રીઓમાં પ્રચલિત બન્યું છે.

શિલ્પા શેટ્ટી બ્રેસલેટ મંગળસૂત્ર.

image source

બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી બી ટાઉનની સૌથી ફેશનેબલ અને સ્ટાઈલિશ અભિનેત્રીઓના લિસ્ટમાં સૌથી ટોપ પર આવે છે.શિલ્પા શેટ્ટીને ઘણીવાર મંગળસૂત્ર બ્રેસલેટ પહેરેલી જોવામાં આવી છે. શિલ્પા શેટ્ટીનું કહેવું છે કે મંગળસૂત્ર બ્રેસ્લેટને એ કોઈપમ આઉટફિટ સાથે પહેરી શકે છે. શિલ્પા શેટ્ટી ઘણી વાર શોર્ટ ડ્રેસ સાથે મંગળસૂત્ર બ્રેસલેટ પહેરેલી નજરે આવી છે.

ટ્રેન્ડી ડિઝાઇન.

image source

માર્કેટમાં મંગલસૂત્રના ટ્રેન્ડી ડિઝાઇન અંર રિંગ્સ જોવા મળી રહ્યા છે. જો તમે કઈક અલગ અને નવું ટ્રાય કરવા માંગતા હોવ તો તમે મંગળસૂત્ર બ્રેસલેટ ડિઝાઇન લઈ શકો છો. તમે મંગળસૂત્ર ડિઝાઇન વાળી રિંગ પણ ટ્રાય કરી શકો છો.

અક્ષરવાળું મંગળસૂત્ર બ્રેસલેટ.

image source

મંગળસૂત્ર બ્રેસલેટમાં તમે તમારા પાર્ટનરના નામનો પહેલો અક્ષર ડિઝાઇન રૂપે બનાવી એવું મંગળસૂત્ર બ્રેસલેટ પણ લઈ શકો છો. જો તમે ગળામાં મંગળસૂત્ર નથી પહેરી શકતા તો તમે એને હાથમાં પણ આ રીતે સ્ટાઈલિશ ડિઝાઇનવાળા બ્રેસલેટ તરીકે પહેરી શકો છો.

સ્ટાઈલિશ ડિઝાઇન.

image source

આજકાલ છોકરીઓ લગ્ન પછીના થોડા સમય બાદ મંગળસૂત્ર પહેરવાનું પસંદ નથી કરતી. મંગળસૂત્ર સૌભાગ્યની નિશાની છે, જેને બધી પરિણીત સ્ત્રીઓએ પહેરવું જ પડે છે. હાલ ના સમયમાં મંગળસૂત્ર બ્રેસલેટ ખૂબ જ ટ્રેંડમાં છે. જેને તમે કોઈપણ આઉટફિટ સાથે પહેરી શકો છો.

આજકાલની દરેક સ્ત્રીઓને આ મંગળસૂત્ર બ્રેસલેટ ઘણું જ પસંદ આવી રહ્યું છે. તમારે પણ જો કંઈક નવું ટ્રાય કરવું હોય તો તમે પણ આ સિમ્પલ અને સ્ટાઈલિશ મંગળસૂત્ર બ્રેસલેટ એકવાર ચોક્કસ ટ્રાય કરી શકો છો. જેનાથી તમે ફેશન અંગે લેટેસ્ટ પણ ગણાશો અને તમારા સૌભાગ્યની નિશાનીને પણ તમે એક અલગ રીતે પહેરી શકશો.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત