અમદાવાદનુ કાલુપુર ચોખા બજાર હાલમાં છે બંધ, વેપારીઓએ CMને પત્ર લખીને કરી આ આજીજી.

દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે તા.૨૬ માર્ચ, ૨૦૨૦ના રોજથી દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે

image source

ત્યારે હવે આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધાને અંદાજીત બે મહિના જેટલો સમય થવા આવ્યો છે ત્યારે છેલ્લે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના ચોથા ચરણમાં કઈક નવા રંગરૂપ સાથે લાગુ કરવામાં આવશે આવું કહેવામાં આવ્યું હતું ત્યારે હવે દેશના અર્થતંત્રને ધ્યાનમાં રાખતા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આ બધાની સાથે જ દેશના અને રાજ્યોના અર્થતંત્રને ધીરે ધીરે કાર્યાન્વિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

image source

દેશમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીને સંપૂર્ણપણે દુર કરતા વધારે સમય લાગી શકે છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અર્થતંત્ર અને ધંધા- રોજગારને પહેલાની જેમ શરુ કરવા માટે પ્રયત્નો કરી રહી ત્યારે અમદાવાદના કંટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી પરંતુ પશ્ચિમ એરિયામાં જે હજી નોન કેંટનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્થિત ચોખા બજારને ખોલવાની પરવાનગીની માંગ સાથેનો એક પત્ર કાલુપુર ચોખા બજારના વેપારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવ્યો છે.

ઉપરાંત કાલુપુર ચોખા બજારના વેપારીઓ દ્વારા લખવામાં આવેલ પત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે જે ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે તેનું પણ સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સાથે પાલન કરવામાં આવશે તેવી ખાતરી પણ કાલુપુર ચોખા બજારના વેપારીઓ દ્વારા લખવામાં આવેલ આ પત્રમાં લેખિતમાં આપવામાં આવી છે.

image source

કાલુપુરમાં આવેલ છે સૌથી મોટું ચોખા બજાર.:

અમદાવાદ શહેરના કાલુપુર એરિયામાં સૌથી મોટું ચોખા બજાર આવેલ છે. કાલુપુરના ચોખા બજારના ‘ધી કાલુપુર દાણાપીઠ જનરલ મર્ચન્ટ એસોસીએશન’એ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખવામાં આવ્યો છે. ‘ધી કાલુપુર દાણાપીઠ જનરલ મર્ચન્ટ એસોસીએશન’ દ્વારા લખવામાં આવેલ પત્રમાં લખ્યું છે કે, કાલુપુર ચોખા બજારમાં આવેલ દરેક ખાદ્યસામગ્રીની દુકાનો આવેલ છે. ચોખા બજારમાં આવેલ બધી જ ખાદ્યસામગ્રીની દુકાનો અને ગોડાઉન ઘણા લાંબા સમયથી બંધ સ્થિતીમાં છે. ત્યારે કાલુપુર ચોખા બજારમાં થઈ આખા ગુજરાત રાજ્યમાં ઘણી બધી વસ્તુઓની સપ્લાય કરવામાં આવે છે.

image source

ત્યારે આટલા લાંબા સમયથી દુકાનો અને ગોડાઉન બંધ સ્થિતીમાં છે ત્યારે તેમાં રહેલ ખાદ્યસામગ્રીઓ અને અન્ય વસ્તુઓનો યથાયોગ્ય બગાડ અટકાવીને ઉપયોગમાં લઈ શકાય તે માટે ચોખા બજાર ખોલવાની મંજુરી આપવામાં આવે. ચોખા બજારમાં દરેક દુકાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગુ કરવામાં આવેલ ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવવું, ફરજીયાત માસ્ક, સેનેટાઈઝેશન સહિતના બધા જ નિયમોનું પાલન કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત