LICની આ સ્કીમ છે જોરદાર: જેમાં દીકરીના લગ્ન માટે મળશે પુરા 27 લાખ રૂપિયા, એ પણ માત્ર રૂ. 121ના પ્રિમિયમમાં….

મિત્રો, દરેક માતા-પિતા ની એવી ઈચ્છા હોય છે કે, તે પોતાની પુત્રીના લગ્ન ધામધૂમથી કરે અને આ માટે તે હમેંશા રોકાણ માટેની એવી યોજનાઓ શોધતા હોય છે કે, જેમા ખુબ જ ઓછા સમયે સારું એવું વળતર મળે. જો તમે પણ તમારી પુત્રીના લગ્ન ધૂમધામ થી કરવા ઈચ્છતા હોવ તો એલ.આઈ.સી. તમારા માટે એક ખુબ જ સારી અને વિશેષ યોજના લઇને આવી રહ્યુ છે.

image source

આ પોલીસીનુ નામ છે એલ.આઈ.સી. કન્યાદાન પોલિસી. આ પોલિસી મેળવ્યા બાદ આપ આપની પુત્રીના લગ્નપ્રસંગ સાથે સંકળાયેલી તમામ ચિંતાઓમાથી મુક્ત થઈ જશો. આ પોલિસીની વિશેષતા જ એ છે કે, તે સ્પેશીયલ પુત્રીઓના લગ્નપ્રસંગ માટે જ તૈયાર કરવામાં આવી છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ પોલિસી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

image source

આ પોલિસીમા તમારે દરરોજના ૧૨૧ રૂપિયા એટલે કે માસિક અંદાજે ૩૬૦૦ રૂપિયાનુ પ્રીમિયમ ચૂકવવુ પડશે. જો તમે ઈચ્છો તો આ પોલિસી નીચા પ્રીમિયમ પર પણ લઈ શકો છો પરંતુ, પ્રીમીયમ જેટલુ તમે નીચુ રાખશો તેટલુ વળતર પણ તમને ઓછુ મળશે. જો તમે દરરોજના ૧૨૧ રૂપિયાનુ રોકાણ કરો છો તો તમને ૨૫ વર્ષ પછી ૨૭ લાખ સુધીનુ વળતર મળી શકે છે.

image source

આ ઉપરાંત જો પોલિસીધારક પોલિસી લીધા પછી કોઈ કારણોસર મૃત્યુ પામે તો તેના ઘરના સદસ્યોએ પ્રીમિયમ ચુકવવાપડશે નહી. જો મૃત્યુ આકસ્મિક સંજોગોના કારણે થયુ હશે તો ઘરના સદસ્યો ને ૧૦ લાખ રૂપિયાની રકમ મળશે પરંતુ, જો મૃત્યુ સામાન્ય સંજોગોમા થાય છે તો પાંચ લાખ રૂપિયા વળતર સ્વરૂપે મળશે તેમજ પરિવાર ને પોલીસી મેચ્યોરિટી સુધી દર વર્ષે પચાસ હજાર રૂપિયા મળતા જ રહેશે એટલે કે આ યોજનામા ડેથ બેનિફિટ પણ શામેલ છે.

જો તમે તમારી પુત્રી માટે આ પોલિસી લેવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારી ઉંમર ઓછામા ઓછી ૩૦ વર્ષની હોવી જોઈએ. પુત્રીની ઉંમર કમ સે કમ એક વર્ષની હોવી જોઈએ. આ પોલિસી ૨૫ વર્ષ માટેની હોય છે પરંતુ, પ્રીમિયમ ફક્ત ૨૨ વર્ષ માટે ચૂકવવાનુ રહેશે. બાકીના ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારનુ પ્રીમીયમ ચૂકવવાનુ રહેશે નહિ.

image source

આ સાથે જ એક વાતની નોંધ અવશ્ય લેવી કે, દીકરીની ઉંમર મુજબ આ પોલિસીનો સમયગાળો ઘટાડી પણ શકાય છે. આ પોલિસી ની મર્યાદા તમે ૨૫ વર્ષની જગ્યાએ ૧૩ વર્ષની પણ ગોઠવી શકો. આ ભંડોળનો ઉપયોગ પુત્રીના લગ્ન ઉપરાંત તેના ભણતર માટે પણ કરી શકાય છે. આ રીતે જોવા જઈએ તો આ પોલિસી તમને તમારી દીકરી ના લગ્ન અને ભણતર બંનેની ચિંતાથી મુક્ત કરી દે છે.

image source

આ પોલીસી માટે તમારે આધારકાર્ડ , આવક નુ પ્રમાણપત્ર , ઓળખ કાર્ડ, એડ્રેસ પ્રુફ અને પાસપોર્ટ સાઇઝના ફોટોસ ની જરૂરીયાત પડશે. આ સિવાય પહેલા પ્રીમિયમ માટે હસ્તાક્ષર કરેલ એપ્લિકેશન ફોર્મ અને જન્મ પ્રમાણપત્ર સાથેનો ચેક અથવા રોકડ આપવાના રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત