માતા-પિતાને લોહિના ખાબોચીયામાં મળ્યો 17 વર્ષની સગીરાનો મૃતદેહ, અને પછી…

ભૂજમાં ૧૭ વર્ષની સગીરાએ એસિડ પી લીધા બાદ ચપ્પુ ભોંકી નાંખતા ખળભળાટ મચ્યો! 17 વર્ષની તરૂણીએ કેમ આવી ક્રૂર રીતે વહાલુ કર્યુ મોત?

આજકાલના ટીનેજરને શું કહેવું? ભૂજમાં હ્દય કંપી જાય એવી ઘટના સામે આવી છે. 17 વર્ષની ટીનેજરે પહેલા એસિડ પીને આપઘાત કરવાની કોશિશ કરી અને તેનાથી થતી બળતરા સહન ન થતા ચપ્પાના ઘા મારી જીવન ટુંકાવ્યું હતુ.

image source

આ ઘટના ભૂજ તાલુકાના કુનરિયા ગામની છે. મુસબાઈ નોડે અને તેમના પત્ની બહાર ગયા હતા ત્યારે તેમની 17 વર્ષની યુવતીને કુમતી સુજી અને તેણે અંતિમ પગલુ ભરી લીધુ હતુ. જ્યારે માતા-પિતા પરત આવ્યા ત્યારે દીકરીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતુ અને લોહીના ખાબોચીયમાં લથબથ લાશ પડી હતી.

image source

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવતીએ અડધી બોટલ એસિડ ગટગટાવ્યું હતુ અને પરિણામે તેણે વોમીટ પણ કરી હતી. એસિડ પીધા બાદ અસહ્ય બળતરા થતા પોતે જ ગળામાં ચપ્પૂ ભોંકી દીધુ હતુ. ભુજ (Bhuj) તાલુકાના કુનરિયા ગામે 17 વર્ષીય તરુણીએ (17 YO Girl Suicide) એસિડ પી લીધા બાદ ગળામાં ધારદાર ચપ્પાથી ઘા મારીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપસા હાથ ધરવામાં આવી છે.

ઘરમાં લોહીના ખાબોચિયામાં હાથમાં ચપ્પુ સાથેનો શહેનાઝનો મૃતદેહ પડ્યો હતો

image source

આ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે કુનરિયામાં રહેતાં મુસાભાઈ હાજીભાઈ નોડે પોણા અગિયાર વાગ્યાના અરસામાં તેમની પત્ની સાથે સાઢુભાઈના ઘરે ગયા હતા ત્યારે 17 વર્ષીય તરુણી શહેનાઝ ઘરે એકલી હતી. દંપતી સાંજે પોણા સાત વાગ્યાના અરસામા પોતાના ઘરે પરત ફર્યું ત્યારે દરવાજો ખોલતાં જ તેમની આંખો ફાંટી ગઈ હતી. ઘરમાં લોહીના ખાબોચિયામાં હાથમાં ચપ્પુ સાથેનો શહેનાઝનો મૃતદેહ પડ્યો હતો.

અડધી બોટલ જેટલું એસિડ ગટગટાવ્યું

image source

આ ઘટનાની જાણ તાત્કાલિક ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવતાં પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુવતીએ અડધી બોટલ જેટલું એસિડ ગટગટાવ્યું હતું. અને ઘરમાં ઉલટીઓ પણ કરી હતી.

તૂટેલી સગાઈ હોઈ શકે કારણ

image source

તરૂણીની સગાઈ અગાઉ બે યુવકો સાથે થઈ ગઈ હતી પરંતુ બંને સાથે સગાઈ તુટી ગઈ હતી અને આ બંને યુવકોએ બીજા સાથે સગાઈ કરી લેતા યુવતીએ આ અંતિમ પગલું ભર્યુ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. જો કોઇને ખોટા કે નકારાત્મક વિચારો આવતા હોય તો નજીકના લોકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઇએ કારણ કે વાતચીત કરવાથી દરેક સમસ્યાનો હલ નીકળે છે અથવા નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત