કરુણતાની હદ, ઓક્સિજનનું પ્રેશર લો થયું અને લોકો તરફડિયા મારતા રહ્યાં, એક જ કલાકમાં 8 દર્દી મોતના મુખમાં

સમગ્ર વિશ્વની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને ગઈ કાલે જ 24 કલાકમાં જ 11 હજાર ઉપર કોરોનાના કેસ નોંધાયા હતા. સાથે જ 100 ઉપર દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે હાલમાં જે સમાચાર સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે કારણ કે ઓક્સિજનના અભાવે દર્દીઓ તડપી તડપીને મર્યા છે.

આ વાત છે ભાવનગરની કે જ્યાં આવેલી સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સમયે ઓક્સિજન પ્રેશર લો થઇ જતા આઠ દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યુ છે, જો કે આ બાબતને સત્તાવાર સમર્થન સાંપડ્યુ નથી પણ હાલમાં આ વાત ભારે ચર્ચાઈ રહી છે.

image source

વિગતે વાત કરીએ તો સર ટી.ના ટ્રોમા સેન્ટરમાં ધડાધડ એક પછી એક અંતિમ શ્વાસ લેતા હાહાકાર મચી ગયો હતો. કોરોનાનો પરિસ્થિતિ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ સતત કથડતી જઈ રહી છે. સરકારી તંત્રમાં કોઇ સંકલન રહ્યું નથી અને પત્તાના મહેલની માફક ધરાશાયી થયું છે. સારવાર-સગવડ-સંકલનના અભાવે દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે.

ભાવનગરના રાજવીએ પણ થોડાક દિવસો પહેલાં કહ્યું હતું કે લોકોની સેવા ન થતી હોય તો સત્તાધીશોએ સત્તા મૂકી દેવી જોઈએ. પરંતુ આ રાજનેતાઓ જાડી ચામડીના છે અને એને કોઈ ફરક નથી જ પડવાનો. રાજકીય પક્ષના નેતાઓ, કાર્યકરો મોતનો તમાશો નિહાળી રહ્યા છે. કોઈ કોઈનું રહ્યું નથી એવી પરિસ્થિતિમાં હવે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

image source

હાલમાં માહોલ એવો છે કે, ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક ક્ષેત્રે પરવડે નહીં, તેથી સિવિલ હોસ્પિટલના શરણે તેઓ જાય છે, અહીં પણ તેઓને હાંશકારો મળતો નથી. એક બારીથી બીજી બારી, એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખખડધજ્જ સાધનોથી દર્દી ખાટલે પહોંચે ત્યાં સુધીમાં અધમૂવો થઇ જાય છે.

ભાવનગરની સર ટી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓ સાજા પણ થઇને બહાર આવી રહ્યા છે, પરંતુ તેનાથી વધુ આ વોર્ડના દર્દીઓને ભાગે જે યાતનાઓ આવે છે તેના વડે તેઓ જીવતાં મોત ભાળી જાય છે. કોવિડ વોર્ડમાં સોમવારે બપોરના સુમારે ઓક્સિજન પ્રેશર લો થઇ થતાં 13 દર્દી તડફડિયાં મારવા લાગ્યા હતા અને તે પૈકી 8નાં મોત થયાં હોવાનું સર ટી. હોસ્પિટલનાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. લાંબા સમયથી મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અવિરતપણે ફરજ બજાવી રહ્યા હોવાથી હવે ક્યાંક તેઓના માનસમાં પણ લાપરવાહી પ્રવેશી છે.

image source

કોવિડના દર્દીઓને સર ટી. હોસ્પિટલમાં લાવ્યા પછી ઇમર્જન્સીમાં ચેક-અપ અને ત્યાર બાદ વોર્ડમાં લઇ જવા સુધીની પ્રક્રિયાઓમાં ફરજ પરના કર્મીઓના વાણી-વર્તનથી દર્દી અને તેના સગા સંબંધીઓ ધીરજ ગુમાવી બેઠા છે. કારણ કે જે રીતે પરીજનો અને સગા વ્હાલા મરી રહ્યા છે એ જોઈને ગુસ્સે ભરાયા છે.

આ સિવાય વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. એક તરફ જ્યાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યાં બીજી બાજુ મોતના આંકડા પણ વધી રહ્યાં છે. તાજેતરમાં જ મુંબઈને અડીને આવેલા નાલાસોપારા વિસ્તારમાં ઓક્સીજનની અછત સર્જાતા 7 દર્દીઓના દુર્ભાગ્યપૂર્ણ રીતે મોત નિપજ્યા છે.

image source

ઓક્સિજનની અછતને કારણે 7 કોરોના દર્દીઓના મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. જોકે હોસ્પિટલના એક ડૉક્ટરે જણાવ્યું કે, આ હોસ્પિટલમાં માત્ર ગંભીર રોગથી પીડિત દર્દીઓને જ દાખલ કરવામા આવે છે. જેમના મોત થયા તેમની વય વધુ હતી અથવા તો તેઓ ગંભીર બીમારીથી પીડિત હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!