નદીમાં ખોદકામ કરતી વખતે મળ્યુ આદિકાળનું મહાકાય મંદિર, ઘરે બેઠા તસવીરોમાં તમે પણ કરી લો દર્શન

નદીમાં ખોદકામ કરતાં મળ્યું સદીઓ જૂનું મંદીર

image source

પૃથ્વી પર સદીઓથી ભૌગોલિક ઉથલપાથલ થતી આવી છે. પૃથ્વીનો લાખો કરોડો વર્ષનો ઇતિહાસ છે. જેને જણવા ભૂસ્તરશાસ્ત્રીઓ દીવસ રાત મથતા રહેતા હોય છે. સંશોધનો કરતા રહેતા હોય છે. તેમ છતાં આપણે પૃથ્વી વિષે કંઈ ખાસ જાણી શક્યા નથી. પણ અવારનવાર એવી ઘટના ઘટી જતી હોય છે જે આપણને આપણા ભૂતકાળનું પ્રદર્શન કરાવતી રહેતી હોય છે. આજે પણ દુનિયામાં સદીઓ જુની ઇમારતો અડિખમ ઉભેલી આપણે જોઈ શકીએ છીએ. તો વળી અવારનવાર સદીઓ જુની ઇમારતો માટીમાં કે પછી નદીઓમાં દટાયેલી મળી આવે છે. અને ઇતિહાસ વિષે કંઈક નવી માહિતી જાણવા મળે છે.

image source

તાજેતરમાં એક નદીના કીનારે આવેલી ભેખડોનું ખોદકામ ચાલી રહ્યું હતું અને ત્યાં અચાનક જ કંઈક મળી આવ્યું અને લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. અહીં રેતીમાં દટાઈ ગયેલું સદીઓ જુનું પણ અત્યંત વિશાળ મંદીર જોવા મળ્યું છે. મંદીર વિષે ધારણા બાંધવામાં આવી રહી છે કે તે મંદીર આદિકાળનું છે. આમ અચાનક મંદીરને ભુગર્ભમાંથી બહાર આવતા જોઈ લોકો તેને ચમત્કારથી ઓછું નથી સમજતા. અને મંદીર મળી આવ્યાના ખબર ફેલાતા જ મંદીરને જોવા માટે અહીં લોકોના ટોળા ઉમટી આવ્યા હતા.

image source

આ મંદીર દક્ષીણ ભારતના આંદ્ર પ્રદેશ રાજ્યના નેલ્લોર જિલ્લામાંથી મળી આવ્યું છે. નેલ્લોર જિલ્લામાં આવેલ પેરુમલ્લપાડુ ગામમાં આવેલી પેન્ના નદીના કાંઠે આ મંદીર મળી આવ્યું હતું. એએનઆઈના અહેવાલ પ્રમાણે આ મંદિર એક શિવાલય છે અને તે લગભગ 200 વર્ષ જુનું હોવાનું મનવામાં આવી રહ્યું છે. જો કે કેટલાક લોકોનો મત એવો છે કે તે મંદીર આદિકાળનું છે.મંદીર મળતાં જ પુરાતત્તવ વિભાગને તેની જાણકારી આપવામાં આવી હતી અને તેઓ તે વિષે માહિતી મેળવવા પર કામ કરી રહ્યા છે.

image source

હાલ તો તેમની પાસે આ મંદીરના ઇતિહાસ બાબતે કોઈ જ નક્કર માહિતી નથી. માટે સૌ પ્રથમ તો તેઓ આ મંદીરના સ્થળે પહોંચશે અને ત્યાર બાદ તેનો વિગતવાર અભ્યાસ કરશે અને ત્યાર બાદ જ તેઓ આ મંદિરના ઇતિહાસ વિષે જાણી શકશે અને ત્યાર બાદ તેને જાહેર કરી શકશે.

તમે તસ્વીરમાં જોઈ શકો છો તેમ આજુબાજુ નદીની રેતી છે અને તેની વચ્ચો વચ આ મંદીર રેતીના થર નીચે દટાયેલું છે. પણ તેનો આકાર તસ્વીરમાં પણ કહી બતાવે છે કે તે ઘણું જુનું મંદીર હશે.

image source

થોડા સમય પહેલાં પણ પૂર્વ ભારતના એક રાજ્યમાં પણ નદીમાં ડૂબી ગયેલા એક સુંદર મંદીરનું શીખર બહાર જોવા મળ્યું હતું. જે પણ વર્ષો જૂનું માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં આવી ઘટના ઘટતી રહેતી હોય છે અને લોકોમાં તેમજ પૂરાત્તત્વવિદોમાં કુતુહલ ઉત્પન્ન કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત