હવે એડ્રેસ પ્રુફ આપ્યા વગર જ મળી જશે LPG ગેસ સિલિન્ડર, જાણી લો આ નવા નિયમ વિશે

LPG Latest News : એલપીજી કનેક્શન લેવા માટે પ્લાન કરી રહેલા પરિવારો માટે એક ખુશખબર છે. હવે તમારી પાસે જો એડ્રેસ પ્રુફ નહિ હોય તો પણ તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે. સરકારી ઓઇલ કંપની IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ સામાન્ય લોકોને રાહત આપતા હવે રસોઈ ગેસ પર એડ્રેસ પ્રુફ જે પહેલા અનિવાર્ય હતું તેને રદ્દ કરી દીધું છે. એટલે કે હવે તમારી પાસે એડ્રેસ પ્રુફ નહિ હોય તો પણ તમે ગેસ કનેક્શન ખરીદી શકશો. આ માટેની પ્રોસેસ શું છે તે જાણીએ.

હવે એડ્રેસના પ્રુફ વિના મળી શકશે ગેસ સિલિન્ડર

image source

જેમ આપણે ઉપર વાત કરી તેમ આ પહેલા નવું ગેસ કનેક્શન લેવા માટે એડ્રેસ પ્રુફ ફરજીયાત હતું જો તમારી પાસે એડ્રેસ પ્રુફ ન હોય તો તમે ગેસ સિલિન્ડર નહોતા લઈ શકતા. પરંતુ હવે આ નિયમ બદલી નાખવામાં આવ્યો છે. હવે ગ્રાહક પોતાના શહેર કે વિસ્તારના ઇન્ડેન ગેસ ડિસ્ટ્રીબ્યુટર કે પોઇન્ટ ઓફ સેલ પર જઈને 5 કિલોનો રસોઈ ગેસ સિલિન્ડર ખરીદી શકો છો અને આ માટે કોઈ એડ્રેસ સંબંધી ડોક્યુમેન્ટની પણ જરૂર નહીં રહે. તમારે ફક્ત ગેસ સિલિન્ડરની કિંમત ચુકવવાની રહેશે. ઇન્ડેનનો 5 કિલોનો ગેસ સિલિન્ડર સેલિંગ પોઇન્ટ પરથી ભરાવી શકો છો. નોંધનીય છે કે આ ગેસ સિલિન્ડર BIS પ્રમાણિત હોય છે.

પરત પણ કરી શકાય છે ગેસ સિલિન્ડર

image source

જો તમે રસોઈ ગેસની જગ્યાએ અન્ય કોઈ વિકલ્પને પસંદ કર્યો છે અથવા તમે શહેર છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યા છો અને હવે તમારે LPG ગેસ સિલિન્ડરનો કોઈ વપરાશ નથી રહેતો તો તમે એ સિલિન્ડરને ઇન્ડેનના સેલિંગ પોઇન્ટ પર જઈને પરત પણ કરી શકો છો. 5 વર્ષની સમય મર્યાદાની અંદર જો ગેસ સિલિન્ડર પરત કરી દેવામાં આવે તો સિલિન્ડરની 50 ટકા રકમ કેશબેક રૂપે પરત આપવામાં આવશે. અને જો 5 વર્ષ બાદ ગેસ સિલિન્ડર પરત કરવામાં આવે તો 100 રૂપિયા આપવામાં આવશે.

ઘર બેઠા જ સરળતાથી કરી શકાય છે બુક

image source

એ સિવાય તમે તમારા ગેસ સિલિન્ડરને રિફિલ કરવા માટે બુક પણ કરી શકો છો અને આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ માટે ઇન્ડેનએ એક ખાસ નંબર 8454955555 જાહેર કર્યો છે. દેશમાં કોઈ પણ શહેરમાંથી આ નંબર પર મિસ્કોલ કરીને નાનો ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. એ ઉપરાંત તમે whatsapp દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. આ માટે તમે રિફિલ ટાઈપ કરીને 7588888824 પર મેસેજ કરી દો. આમ કરવાથી પણ તમારો ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. એ સિવાય તમે 7718955555 પર ફોન કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!