જો માત્ર કરશો આ કામ, તો Aadhar Card વગર જ મળશે LPG Cylinder પર સબ્સિડી

દરેક વ્યવહારમાં પારદર્શિતા લાવવા માટે સરકાર લાભાર્થીને મળનાર રકમ સીધા બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે તેવી વ્યવસ્થા અમલમાં લાવી ચુકી છે. આ પ્રક્રિયાના ભાગરુપે રસોઈ ગેસ સિલીન્ડર બુક કરાવવા પર પણ સબ્સિડી લાભાર્થીના ખાતામાં જ જમા કરી દેવામાં આવે છે.

image source

ગ્રાહકના ખાતામાં રકમ જમા થાય તે માટે જરૂરી હોય છે કે તમારા ગેસ કનેકશન સાથે આધાર કાર્ડ લિંક કરેલું હોય. પરંતુ જેમની પાસે આધાર કાર્ડ ન હોય અથવા તો કોઈ કારણસર તેણે ખાતા સાથે કાર્ડને લિંક કરેલું ન હોય તો ? આવું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમારું આધાર કાર્ડ પણ લિંક નથી તો તમારે સબ્સિડી મેળવવા માટે નીચે દર્શાવ્યાનુસાર સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

image source

આ રીતે મેળવો સબ્સિડીનો લાભ

– સૌથી પહેલા ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈ ડિસ્ટ્રીબ્યૂટરને બેંક ખાતા નંબર આપવાનો રહેશે.

– આમ કરવાથી પણ તમારા બેન્કના ખાતામાં સબ્સિડીની રકમ સીધી જ જમા થઈ જશે.

image source

– બેન્ક ખાતાની જાણકારી સાથે ખાતાધારકે પોતાનું નામ, બેન્ક ખાતાની સંખ્યા અને બેન્ક બ્રાંચનો આઈએફએસસી કોડ અને 17 અંકોની એલપીજી કંઝ્યુમર આઈડ આપવી પડશે.

– અત્રે ઉલ્લેખનીય છે કે આ સુવિધા એવા ગ્રાહકો માટે છે જેમની પાસે આધાર કાર્ડ જ નથી.

જો તમારી પાસે આધાર કાર્ડ છે અને તે ખાતા સાથે લિંક કરેલું નથી તો આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

image source

– ઓનલાઈન મોડમાં લિંક કરવા માટે પોતાના મોબાઈલ પર ઈંડેન ગેસ કનેકશન રજીસ્ટર કરાવો.

– આધાર કાર્ડની વેબસાઈટ પર જવું ત્યાં જરૂરી તમામ જાણકારી ભરવી. અહીં બેનિફિટ ટાઈપ વિકલ્પમાં એલપીજી, સ્કીમનું નામ, વિતરકનું નામ અને ગ્રાહક સંખ્યા ઉમેરો.

image source

– હવે આધાર નંબર તેમાં ઉમેરતા પહેલા તેમાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉમેરો. ત્યારબાદ સબમિટ બટન ક્લિક કરો.

– ત્યારબાદ તમારા નંબર અને મેઈલ પર ઓટીપી આવશે જેને ઉમેરી અને સબમિટ બટન પર ક્લિક કરો.

image source

ઈંડેન કંપનીના ગ્રાહકો ફોન પરથી પણ પોતાનું ગેસ કનેકશન આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. તેના માટે ગેસ કનેકશનમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 1800 2333 555 પર કોલ કરવો તેના પર અધિકારી સાથે વાત કરી અને તમે આધાર નંબર ગેસ કનેકશન સાથે લિંક કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે સબ્સિડીવાળા સિલિન્ડરમાં ભાવ વધારા બાદ 14.2 કિલોના સિલીન્ડરની કીમત 644 રૂપિયાથી વધુ 694 થઈ ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત