સસ્તા ભાવમાં મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન ખરીદવો હોય તો આ રહ્યો Itel નો Vision 2s

રિલાયન્સ જિયો આગામી 10 સપ્ટેમ્બરે JioPhone Next સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેને વિશ્વનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન માનવામાં આવી રહ્યો છે. આ પહેલા જ ભારતના સૌથી વિશ્વાસપાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ પૈકી એક એવા Itel એ ગત મંગળવારે 6999 રૂપિયાની વ્યાજબી કિંમતે એક ઇનોવેટિવ નેક્સ્ટ જનરેશન સ્માર્ટફોન Vision 2s લોન્ચ કર્યો હતો. આ લોન્ચ સાથે Itel એ નવા ગ્રાહકોની અપેક્ષાઓને પુરી કરવા માટે ઘણી જ કિફાયતી કિંમતમાં સારો સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરવાની કમિટમેન્ટ દર્શાવી છે.

image soucre

ટ્રાંશન ઇન્ડિયાના CEO અરીજીત તાલપાત્રાએ જણાવ્યું હતું કે, આજે નવી વિશ્વ વ્યવસ્થામાં સ્માર્ટફોન ડિવાઇસનો ઉપયોગ અનેક ગણો વધી ગયો છે. કારણ કે ગ્રાહક પોતાના મોબાઈલ ઉપકરણ પર વધારે સમય ગાળી રહ્યો છે. આ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને પ્રીમિયમ ડિઝાઇન અને શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે Vision 2s ગ્રાહકને નિર્બાધ સ્માર્ટફોન અનુભવ સાથે સશક્ત બનાવવા માટે એક પાવર પેક બેટરી સાથે આવશે.

Itel Vision 2s નું સ્પેસિફિકેશન

image soucre

લિવ લાઈફ બિગ સાઈઝ ના રૂપમાં સ્થાપિત Itel Vision 2s માં 5000 mAh ની બેટરી ક્ષમતા છે. અને તેમાં પ્રીમિયમ મોટી ઇમર્સિવ 6.5 ઇંચ HD IPS વોટરડ્રોપ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોન પ્રીમિયમ ડિઝાઇન અને ટેક્નિકલી રીતે ઉન્નત સુવિધાઓ જેમ કે AI સક્ષમ વિઝન કેમેરા, ફેસ અનલોક, અને સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર, નવીનતમ એન્ડ્રોઇડ OS, ફાસ્ટ પ્રોસેસર વગેરે સાથે એક ગેમ ચેન્જર બનવા માટે તૈયાર છે.

Itel Vision 2s પર વિશેષ ઓફર

image source

Itel Vision 2s સ્માર્ટફોન એક વિશેષ VIP ઓફર સાથે આવે છે. જ્યાં ગ્રાહક કોઈપણ સર્વિસ ચાર્જ ચૂકવ્યા વિના ખરીદ કરેલા દીવસથી 100 દિવસની અંદર જો સ્માર્ટફોનની સ્ક્રીન તૂટી જાય તો મફતમાં બદલાવી આપવાની કંપનીની ઓફરનો લાભ લઇ શકે છે. અરીજીત તાલપાત્રાએ જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે Itel Vision 2s સારી ક્ષમતાઓ સાથે એક મોટી સફળતા હશે અને ટ્રેન્ડી ફીચર્સના ગ્રાહકોને તેની ડિજિટલ જરૂરતને પુરી કરવામાં સહાયતા મળશે. ભલે તે અધ્યયન હોય કે મનોરંજન હોય.

Itel Vision 2s ની બેટરી

image soucre

અરીજીત તાલપાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, Itel Vision 2s ના વિકાસવાદી અપગ્રેડ લોકો માટે પ્રાદ્યોગિકીના લોકતંત્રીકરણ કરવા અને કિફાયતી કિંમતમાં ગ્રાહકોને સ્માર્ટફોન અનુભવને સમૃદ્ધ કરવા માટે અમારા વારસાને યથાવત રાખે છે. ટીયર 3 અને તેનાથી નીચેની બજારોમાં મિલેનિયલ્સની અપેક્ષાઓને પુરી કરતા Itel Vision 2s પ્રીમિયમ સુવિધાઓથી ભરપૂર છે જે ગ્રાહકોને એક જાદુઈ અનુભવ પ્રદાન કરશે. ગ્રાહકોને 24 દિવસનો સ્ટેન્ડબાય અને 25 કલાકનો ટોકટાઇમ પ્રદાન કરવા માટેItel Vision 2s માં 5000 mAh ની મોટી બેટરી આપવામાં આવી છે.

Itel Vision 2s ના ફીચર્સ

image soucre

નવા સ્માર્ટફોનમાં ઇન સેલ ટેક્નિક સાથે 6.5 HD પ્લસ વોટરડ્રોપ અને 2.5 D ક્રવડ ફૂલી લેમીનેટેડ ડિસ્પ્લે આવે છે. આ ડિસ્પ્લે 90 ટકા સુધીના સ્ક્રીન રેશિયો સાથે સૌથી ઉપર છે જે તસ્વીરને વ્યાપક અને ત્રી આયામી અને 20:9 ના એકપેક્ટ રેશિયોની સુવિધા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ઇમર્સિવ અને બ્રાઇટ વિડીયો જોવા માટે તેને 1600×720 પિકસલ રિઝોલ્યુશનથી સજ્જ કરવામાં આવ્યો છે.

Itel Vision 2s નો કેમેરો

image source

Itel Vision 2s માં રિયરમાં 8 મેગાપિક્સેલ પ્રાઇમરી સેન્સર સાથે એક ડ્યુઅલ AI કેમેરો આવે છે. આ AI બ્યુટી મોડ સાથે સાથે સેલ્ફી માટે 5 મેગાપિક્સેલ કેમેરાને સપોર્ટ કરે છે. ફોન 2 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોન ફાસ્ટ ફેસ અનલોક અને સરળ અનલોક માટે મલ્ટી ફીચર ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી ડબલ સુરક્ષા સુવિધાઓ સાથે બજારમાં ઉતારવામાં આવ્યો છે. ડિવાઇસ ત્રણ ગ્રેડીએન્ટ ટોનમાં ઉપલબ્ધ છે જેમાં ગ્રેડેશન પર્પલ, ગ્રેડેશન બ્લુ અને ડીપ બ્લુનો સમાવેશ થાય છે.