મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના સીધીમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 54માંથી 42 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા

22 ફૂટ ઊંડી નહેરમાં ડૂબી ગઈ બસ, 54માંથી 42 યાત્રીઓની લાશ મળી.

આજે સવારે મધ્યપ્રદેશ રાજ્યમાં એક મોટો અણબનાવ બન્યો છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક બસ નહેરમાં પડી ગઈ. તમને જણાવી દઈએ કે 54 યાત્રીઓ સાથેની આ બસ સીધીથી સતના જઈ રહી હતી. પણ સવારે 7: 30એ બસ કાબુની બહાર જતા પટના પુલ પરથી નહેરમાં પડી ગઈ. અને આ નહેરમાંથી અત્યારસુધીમાં 42 યાત્રીઓના શબ બહાર કાઢવામાં આવ્યા છે

image source

આ દુર્ઘટના સર્જાઈ એ પછી ડ્રાઇવર સહિત 6 લોકો તરીને નહેરમાંથી બહાર આવી ગયા હતા. ડ્રાઇવરે સંકડા રસ્તે બસ ચલાવવનો પ્રયત્ન કર્યો અને એના કારણે જ આ અકસ્માત સર્જાયો તેવા આરોપ છે અને એ જ કારણે ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે પટના પુલ પરથી નીચે પડેલી બસ ઊંડી નહેરમાં ડૂબી ગઈ હતી જેના કારણે હજી મૃત્યુ આંક વધવાની શક્યતાઓ રહેલી છે. બસ નહેરમાં પડી જવાની આ ઘટના રામપુર નેકિન પોલીસ મથક ક્ષેત્રમાં પટના પુલ પર થઇ છે. તંત્રે પાણીનું વહેણ રોકવા માટે બાણસાગર ડેમનું પાણી બંધ કરી દીધું છે. જેથી કરીને નહેરમાં બચાવ કામગીરીમાં મુશ્કેલી ન પડે અને ફસાયેલા લોકો કે શબોને બહાર કાઢી શકાય.

image source

આ અંગે વધુ માહિતી પોલીસે આપી હતી અને એમને જણાવ્યું હતું કે આ બસમાં 32 લોકોને જબેસાડી શકાય તેમ હતા, તેમ છતાં બસમાં 54 મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. બસને સીધી રસ્તે છુહિયા ઘાટી થઈને જવાનું હતું, પરંતુ અહીં ટ્રાફિકજામ હોવાને કારણે ડ્રાઇવરે રસ્તો બદલી નાંખ્યો હતો. તે નહેરના કાંઠેથી બસ લઈ જઇ રહ્યો હતો. આ રસ્તો એકદમ સાંકડો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું.અને બસ નહેરમાં ખાબકી હતી.

તમને જણાવી દઈએ કે ઝાંસીથી રાંચી જતો હાઇવે સતના, રીવા, સીધી અને સિંગરૌલી થઈને જાય છે. અહીંનો રસ્તો ખરાબ અને અધૂરો છે. આકારણે અહીં અવાર નવાર ટ્રાફિક જામ રહે છે.

image source

વધુ પેસેન્જર અને ટ્રાફિક જમણા કારણે ડ્રાઇવરે બસ સીધી જિલ્લાના માર્ગ પર છુહિયા ખીણ થઇ સતના લઈ જવાને બદલે સાંકડા રસ્તે ચલાવી હતી. અને આ રસ્તા પર તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું ને બસ સીધી 22 ફૂટ ઊંડી નહેરમાં પડી ગઈ.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝાંસીથી ઝારખંડના રાંચી જતો હાઇવે બિસ્માર હાલમાં છે. સતના, રિવા, સીધી અને સિંગરોલીના આ રસ્તા પર ખૂબ જ ખાડા પડી ગયા છે. જેના કારણે અહીં મોટાભાગે ટ્રાફિક જામ રહે છે. તેના કારણે ઘણા વાહન ચાલકો બીજો રસ્તો પસંદ કરે છે.

image source

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે સીધી વાતચીત કરી તેમને રેસ્કયૂ એપરેશન ઝડપી બનાવવા આદેશ આપ્યો છે. જો કે એમને આદેશ આપ્યો એ પહેલાં જ ક્રેન સહિત બચાવ કામગીરી માટેની સામગ્રી અને SDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઉપરાંત મરજીવાઓને નહેરમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ બાણસાગર ડેમથી પાણી બંધ કરવામાં આવ્યું છે.

image source

નહેરનું જળસ્તર ઘટાડવા માટે આગળની સિહાવલ નહેરને ચાલુ કરી દેવાઇ છે. SDRFની ટીમે નહેરમાં પડેલી બસ ને શોધી કાઢી છે અને તેમાં ફસાયેલા લોકો અને શબોની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!