મહામારીમાં ચીનમાં ગાયના દૂધે આપી રાહત, કોરોનામાં બન્યું હથિયાર

દુનિયા કોરોનાના કહેર સામે લડી રહી છે ત્યારે ભારત બીજી લહેર સામે લડી રહ્યું છે. અનેક દેશોએ આ મહામારી પર કાબૂ મેળવ્યો છે અને સાથે લોકો વેક્સીન લગાવવાને લઈને લાઈફસ્ટાઈલમાં અનેક ફેરફાર કરી રહ્યા છે. કોરોનાની શક્યતાને ઘટાડી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચીનમાં કોરોનાને હરાવવા માટે ગાયનું દૂધ લોકોની મદદ કરી રહ્યું છે.

image source

શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ચીનની સરકાર અહીં લોકોને ગાયનું દૂધ પીવાની સલાહ આપી રહી છે. દાવો કરાઈ રહ્યો છે કે પ્રોટીન ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ગયા વર્ષે કોરોના ફેલાયા બાદ સંસદની વાર્ષિક બેઠકમાં ત્યાંના કાયદાના નિર્માતાઓએ સરકારને દૂધ પીવા માટે એક કાયદો બનાવવાનો ઉપાય આપ્યો. તેમાં દર વ્યક્તિને ઓછામાં ઓછું રોજ 300 ગ્રામ દૂધ પીવાની સલાહ આપી છે.

image source

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર સંક્રમણના શરૂઆતના દોરમાં ચીનના પેરન્ટ્સને એક વિશેષ સલાહ આપી હતી. તેઓએ કહ્યું કે માતા પિતાએ રોજ સવારે બાળકોને દૂધ અને ઈંડા આપવાનું શરૂ કરવું જોઈએ. બ્રેકફાસ્ટમાં પોર્રિઝ આપવાનું બંધ કરી દેવું. ચીનના અનેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દૂધ પીવાની આ બાધ્યતાને લઈને ચર્ચા કરી રહ્યું છે. ચીનમાં વધારે લોકો બ્રેકફાસ્ટમાં બન અને પોર્રિઝ ખાય છે. લોકોનું કહેવું છે કે પોચાના પરંપરાગત નાસ્તા સિવાય દૂધ અને ટોસ્ટ ખાવાનું કેટલું યોગ્ય છે.

image source

ચીનના લોકો અહીંના ટ્રેડિશનલ ડાયટ અને દૂધની સાથે મળનારા પોષણની તુલના કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ચીનના પરંપરાગત ખાન પાનમાં એનિમલ પ્રોટીન વધારે હોય છે. ખાન પાનમાં ફેરફાર કોરોના વાયરસથી બચાવતા નથી પણ ડાયટમાં સામેલ પ્રોટીનથી ફાયદો થઈ શકે છે. ચીનની સરકારે 2025 સુધી 450 લાખ ટન દૂધના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે જે અત્યાર સુધી ઉત્પાદનના 30 ગણુ વધારે છે.

image source

ચીનમાં ગાયની દેખરેખ અને તેના ખાન પાન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચીનના પશુ કલ્યાણ સમૂહ અનેક સ્ટડીનો ઉલ્લેખ આપીને તેની પર આપત્તિ જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગાયનું દૂધ પીવાથી કેન્સર, ડાયાબિટીસ અને દિલની સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

image source

ચીનમાં અનેક લોકો સોશ્યલ મીડિયા પર દૂધ પીવાની આદતને વેગ આપી રહ્યા છે. વધારે દૂધ પીનારા લોકોનું એક અલગ ગ્રૂપ બનાવાઈ રહ્યું છે. લોકો પોતાની પસંદની બ્રાન્ડ અને દૂધની રેસિપી શેર કરી રહ્યા છે. જે લોકોને દૂધ પચાવવામાં તકલીફ પડે છે તેમને માટે અનેક નુસખા જણાવાઈ રહ્યા છે.

image source

દૂધની બરોબર પ્રમાણમાં પાણી મિક્સ કરીને લેવાથી તમને તકલીફ થશે નહીં. રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે દૂધ ન્યૂટ્રિશનથી ભરપૂર રહે છે. વિશેષજ્ઞો કહે છે કે પશુમાં એક ખાસ પ્રકારની એન્ટીબોડી મળે છે અને સાથે દૂધ પીવાથી એન્ટીબોડી શરીરમાં જઈને ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!