શુ ફક્ત નખ કાપીને કોઈ બની શકે કરોડપતિ? જાણી લો આ મહિલાની કહાની

આજના સમયમાં લોકો નોકરીથી વધુ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાને મહત્વ આપવા લાગ્યા છે. એમાં અમુક લોકોનો બિઝનેસ ખૂબ જ ગ્રોથ કરે છે અને એમને સારી સક્સેસ પણ મળે છે. હાલના દિવસોમાં બ્રિટનની એક મહિલાની સક્સેસ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. બ્રિટનમાં રહેતી મહિલા એનાબેલ 10 વર્ષ પહેલાં લોકોના નખ સાફ કરવાનું કામ કરતી હતી પણ આજે એ પોતાનો કરોડોનો બિઝનેસ ચલાવી રહી છે. તો ચાલો જાણી લઈએ એનાબેલ મેગીનીસ વિશે જેની સક્સેસ સ્ટોરી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.

image socure

પોતાના બિઝનેસ અને એની સફળતાનાં કારણે ચર્ચામાં આવેલી એનાબેલ મેગીનીસની ઉંમર ફક્ત 30 વર્ષ છે. 10 વર્ષ પહેલાં એનાબેલે એમની માતાના કિચનમાં નેલ આર્ટનું કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં એ એમના મિત્રોના નખને સાફ કરીને એના પર નેલ આર્ટ કરતી હતી. લોકોને એમની આ કળા ખૂબ જ પસંદ આવી. ધીમે ધીમે એમને આ ફિલ્ડમાં ખૂબ જ નામ પણ કમાઈ લીધું.

image soucre

મિત્રોના નેલ આર્ટને કરતા કરતા એનાબેલે આ ફિલ્મ ખૂબ જ નામ કમાઈ લીધું. એમની સામે કલાઇન્ટ્સની લાઈનો લાગવા લાગી. બિઝનેસે એવી સ્પીડ પકડી કે સાધારણ નેલ આર્ટિસ્ટમાંથી એનાબેલે આજે કરોડોનો નેલ આર્ટનો બિઝનેસ ચલાવી રહી છે. એટલું જ નહીં પોતાની માતાના કિચનમાંથી શરૂ થયેલા આ કામને એનાબેલે હવે મોટા વેરહાઉસમાં પણ શિફ્ટ કરી લીધું છે.

સોશિયલ મીડિયા પર વધી ફેન ફોલોઇંગ

image source

એનાબેલની નેલ આર્ટના દીવાના સોશિયલ મીડિયા પર પણ છે. એમની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. સોશિયલ મીડિયા પર એનાબેલના 7 લાખથી વધુ ફોલોઅર્સ છે. એનાબેલે શરૂઆતમાં એમની માતાના કિચનમાં જ નાનકડું સેટઅપ લગાવીને કરી હતી. જ્યાં એ પોતાની બહેનપણીઓ અને અમુક કલાઇન્ટ્સના નખ પર આર્ટ કરતી હતી. એમનો બિઝનેસ આગળ વધારીને હવે એનાબેલે થીમ નેલ આર્ટ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

image soucre

હવે એનાબેલ 55 હજાર સ્કેવર ફૂટના મોટા વેરહાઉસમાં પોતાનું સલૂન ચલાવે છે. એનાબેલના સલૂનની થીમ યુનિકોર્ન બેઝડ છે. એટલું જ નહીં એનાબેલનો ગરલીએસ્ટ બિઝનેસ લોકોને ખૂબ જ ગમે છે. આ બિઝનેસ ચલાવવા માટે એનાબેલે માત્ર બે દિવસની ટ્રેનિંગ લીધી હતી. પોતાના પતિની મદદથી એનાબેલ આ બિઝનેસને ખૂબ જ સારી રીતે ચલાવી રહી છે.