C.R. પાટીલને મહિલા કાર્યકરે સ્ટેજ પર આવીને કાનમાં કહ્યું કંઇક એવું કે, ‘મારી…’, સંપૂર્ણ વિગતો જાણીને તમે પણ કહેશો એસા ભી હોત હૈ ક્યા!

જ્યારથી સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈને સમાચારોમાં બન્યા રહે છે. હાલમાં ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડમાર તૈયારીઓ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટમાં સરપંચો અને પેજ પ્રમુખો સાથે સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો. જેમા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ અવસરે સીઆહર પાટીલે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

મારી ટિકિટનું ધ્યાન રાખજો’

image source

તો બીજી તરફ રાજકોટમાં સરપંચ સંવાદ અને મોરબી રોડ પર પેજ પ્રમુખ સાથેના સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતો અને સામાન્ય લોકો માટે અનેક યોજના અમલમાં મુકી છે. જેની માહીતી દરેક લોકો સુધી પહોંચવી જોઈએ. આ દરમિયાન એક એવી ઘટના બની જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તમને જણાવી દઈએ કે સરપંચ સંવાદ કાર્યક્રમ દરમિયાન પેજ પ્રમુખ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર કાર્યકરોને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે સન્માનિત કરવાના હતા. આ સન્માન કાર્યક્રમ વખતે રાયડી ગામના મનિષાબેનને સન્માન માટે સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા તે દરમિયાન મનિષાબેને સ્ટેજ પર જઈને સન્માન મેળવતી વખતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાનમાં કહ્યું કે, ‘મારી ટિકિટનું ધ્યાન રાખજો’.

સારા કાર્યકર્તાઓની આપણા પક્ષને જરૂર

image source

આ વાત શાંભળીને સીઆર પાટીલના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. જો કે પોતાના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સન્માન કરતી વખતે મહિલાએ તેમનું ટિકિટ માટે ધ્યાન દોર્યું હતું, આવા કાર્યકરોનું ધ્યાન રાખજો, સારા કાર્યકર્તાઓની આપણા પક્ષને જરૂર છે. તો બીજી તરફ પાટીલે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, કોઇપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધમકાવે કે અપમાન કરે તો તાત્કાલિક મને જાણ કરજો. સીઆર પાટીલની આ વાત શાંભળતા જ તમામ કાર્યકર્તાઓ મોજમાં આવી ગયા હતા. સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ કાર્યકર્તાઓને તૈયાર રહેવાની અપીલ કરી છે.

સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન

image source

તો બીજી તરફ રાજકોટના કાલાવડ રોડનાં સેફ્રોન પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેમ સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. તો કેટલાક લોકો માસ્ક વિના જ પહોંચતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં અલગ અલગ ગામોના મોટી સંખ્યામાં સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યાં હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત