શું થઇ રહ્યું છે? 90 વર્ષની મહિલા પણ નથી સુરક્ષિત? બળાત્કાર અને પછી…

90 વર્ષના વૃદ્ધા સાથે થયું દુષ્કર્મ – 33 વર્ષિય યુવકે કર્યું આ ઘોર કૃત્ય

છેલ્લા ઘણા સમયથી દેશમાં અપરાધનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. હત્યાઓ વધી ગઈ છે, લૂંટ-ફાટ વધી ગઈ છે અને બળાત્કાર પણ વધી ગયા છે. હવસખોરો નથી તો પાંચ વર્ષની બાળકીનો વિચાર કરતાં કે નથી તો 90 વર્ષના વૃદ્ધાનો વિચાર કરતાં બસ પોતાની હવસ પૂરી કરવા માટે કોઈ પણને ભોગ બનાવે છે. તાજેતરમાં જ આ અત્યંત ઘૃણાજનક કૃત્ય એક 33 વર્ષિય યુવક દ્વારા કરવામાં આવ્યું છે.

image source

તેણે 80 વર્ષના એક વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. બીચારા વૃદ્ધાએ પોતાની ઉંમર જોઈને યુવકને તેને છોડી દેવાની આજીજી પણ કરી હતી. પણ આરોપી પર વૃદ્ધાની આજીજીની કોઈ જ અસર ન થઈ. અને જ્યારે વૃદ્ધાના અશક્ત શરીરે તેનો પ્રતિકાર કર્યો ત્યારે યુવકે તેમને ખૂબ માર્યા હતા. પણ ગામના કેટલાક લોકોને આવું કંઈ થયું હોવાની શંકા જતાં તેમણે તરત જ યુવકને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

પોલીસને ઘટનાની જાણ થતાં વૃદ્ધાનો મેડિકલ ટેસ્ટ કરાવવામા આવ્યો હતો અને દુષ્કર્મ તેમજ મારઝૂડની ફરિયાદ નોંધી હતી. અને આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામા આવી રહી છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આરોપી પ્લમ્બરનું કામ કરતો હતો.

જ્યારે આ 80 વર્ષિય વૃદ્ધા સાંજના લગભગ 5 વાગ્યાના સમયે દૂધવાળાની રાહ જોતાં પોતાના ઘરની બહાર ઉભા હતા તે સમયે આ અજાણ્યા યુવકની નજર આ મહિલા પર પડી હતી અને તેણે વૃદ્ધાને એવું કહીને ફોસલાવી હતી કે આજે દૂધવાળા ભાઈ નથી આવવાના તો હું તમને દૂધ લેવા માટે લઈ જાઉં. વૃદ્ધા બિચારા તેની સાથે દૂધ લેવા ગયા.

યુવક મહિલાને એક સુમસામ જગ્યા પર લઈ ગયો અને ત્યાં તેણે મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વૃદ્ધાએ પોતાની ઉંમરને જોઈને આરોપીને વારંવાર તેને છોડી દેવા આજીજી કરી હતી પણ તેના પર તો જાણે શેતાન સવાર થઈ ગયો હતો તે માજીની એક વાત માનવા તૈયાર નહોતો.

છેવટે માજીએ મહાપ્રયાસે બૂમાબૂમ કરી ત્યારે આસપાસથી કેટલાક લોકોને શંકા પડતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. અને આરોપીને ઝડપી લીધો હતો. અને લોકોએ તેને ખૂબ માર પણ માર્યો હતો. ત્યાર બાદ પોલીસને બોલાવીને તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. અને વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. તેમની મેડિકલ તપાસ કરાવ્યા બાદ તેમનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામા આવી હતી. વૃદ્ધાના મેડિકલ રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે તેમીને શરીરના કેટલાક ભાગો પર તેમજ તેમના ગુપ્તાંગ પર ઇજાઓ થઈ છે

સ્વાતી માલીવાર કે જે દિલ્હી મહિલા આયોગ ના સભ્ય છે તેમણે અને તેમના સાથી વંદના સિંહે વૃદ્ધાના ઘરે જઈને તેમના હાલચાલ પુછ્યા હતા. સ્વાતી માલીવારે જણાવ્યું હતું કે ઘટનાની માહિતી મળતાં જ સંસ્થાના સભ્યો વૃદ્ધાની મદદ કરી રહ્યા છે. તેમણે ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અહીં 6 મહિનાની માસુમ બાળકીથી લઈને 90 વર્ષના અશક્ત વૃદ્ધા સુધી કોઈ જ સુરક્ષિત નથી. આ ઘટનાના આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત