શું ખરેખર બીજે ક્યાં નહિં મળી હોય જગ્યા, તો આ પ્રેમી યુગલ છુપાઇ ગયા લોજમાં? જાણો શું થયુ પછી તે..

લોકડાઉન દરમિયાન લોજમાં છુપાયા હતા પ્રેમીઓ, મોહલ્લા વાળાએ કરાવ્યા લગ્ન

તેરી મેરી સાદી સીધી સાદી, પંડિત ન શહનાઈ રે… આ ગીત તમે કદાચ ઘણી બધી વખત સાંભળ્યું હશે. પણ બિહારના જમુઈમાં લોકડાઉન દરમિયાન એક લગ્ન એવા થયા જ્યાં આ ગીત ફળીભૂત થયું. જો કે જમુઈની એક લોજમાં છુપાયેલા પ્રેમી યુગલના લગ્ન ત્યાના સ્થાનીય લોકોએ જ કરાવી દીધા. આ લગ્નના સમયે ન કોઈ પંડિત હાજર હતો અને ન ગાવા-વગાડવા વાળા, મળેલ માહિતી મુજબ લોકડાઉન દરમિયાન યુવક યુવતીને લઈને આહી આવી ગયો હતો ત્યાર પછીથી જ એ બંને જણા જમુઈની એક લોજમાં રહેવા લાગ્યા હતા. લોકોને જ્યારે આ વિષે માહિતી મળી ત્યારે એમને તરત જ બંનેના ઘરવાળાને સુચના આપી અને ત્યારબાદ બંને પરિવારની સહમતી સાથે યુગલના લગ્ન શેરીના હનુમાન મંદિરમાં કરાવી દેવામાં આવ્યા.

વિડીયો વાયરલ

image source

લોકડાઉનમાં થયેલ આ લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે આ લગ્નની ઘણી ચર્ચાઓ પણ થઇ રહી છે. જે મંદિરમાં આ લગ્ન કરાવવામાં આવ્યા છે એ જમુઈ જીલ્લા મુખ્યાલયમાં આવેલ શાસ્ત્રી નગર કોલોની તરફ જનાર શેરીના વળાંક પર છે. આ મંદિરની નજીક જ એસપી આવાસ પણ છે.

image source

પંડિત વગર થયેલ આ લગ્નની ખાસ વાત એ છે કે આ લગ્નમાં પંડિત પણ સામેલ થયા ન હતા. જમુઈ જીલ્લાના ગીદ્ધોર વિભાગના નવા ગામનો રહેવાસી યુવક બિટ્ટુકુમાર અને બરહટ વિભાગના પનૌતા ગામની યુવતી રાની કુમારી (કાલ્પનિક નામ) વચ્ચે પાછળના કેટલાક મહિનાથી પ્રેમ પાંગરી રહ્યો હતો. માહિતી મુજબ લોકડાઉનમાં યુવક પોતાના બાઈક દ્વારા પ્રેમિકાને લઈને શહેરના એક મહોલ્લામાં આવેલ લોજમાં લઈ આવ્યો હતો. લોજમાં યુવક અને યુવતી રોકાયેલા હોવાની માહિતી મળ્યા પછી લોકોએ બંને જણને પકડી લઈને એમના પરિવારને જાણ કરી હતી, ત્યારબાદ યુવતીના સબંધીઓએ મોહલ્લાના વળાંક પર આવેલ હનુમાન મંદિરમાં એ પ્રેમી યુગલના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી બંને યુવક અને યુવતી બિટ્ટુ શર્માના ઘરે નવાગામ રહી રહ્યા છે.

અજાણ બની રહી હતી પોલીસ

image source

લોકડાઉન દરમિયાન હનુમાન મંદિરમાં થયેલ લગ્નની આ ઘટનાથી પોલીસ પોતાને અજાણ બતાવી રહી છે. નગરના ચોકી અધિકારી અને એસડીપીઓએ આ પ્રકારની માહિતી અંગે ના પાડી હતી. ત્યાં જ વોર્ડ નંબર ૭ જેના અંદર શાસ્ત્રી નગર કોલોનીનો સમાવેશ થાય છે એના ધારાસભ્ય કુંદન કુમાર સિંહે કહ્યું કે મોહલ્લાના એક ખાનગી લોજમાં પ્રેમી યુગલને પકડવામાં આવ્યું અને ત્યારબાદ તેમના લગ્ન મોહલ્લાના જ હનુમાન મંદિરમાં કરાવવામાં આવ્યા એવી માહિતી એમને મળી હતી અને વિડીયો પણ વાયરલ થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત