Site icon News Gujarat

દુબઇ છોડીને મુંબઇ આવી ગયો હતો તારક મહેતાનો આ કલાકાર, તસવીરોમાં જોઇ લો તમે પણ

દુબઈની સુખ સાહેબી અને વૈભવી લાઈફસ્ટાઈલને છોડી મુંબઈ આવ્યો હતો આ કલાકાર, આજે તારક મેહતાંમાં કરી રહ્યો છે કામ, જુઓ એની તસવીરો..

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મા શો એ હરેકના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. તે શોમાં એટલું હાસ્ય પીરસવામાં આવે છે કે દરેકનું મન એ સીરીયલ જોયા પછી હળવું થઈ જાય. તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં બતાવવામાં આવતી ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.જેમાં મુખ્ય ઍક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન જોવા મળે છે. જોકે આ સીરિયલ થકી તેમાં કામ કરનાર દરેક એક્ટરની પોતાની અલગ ઓળખાણ બની ગઈ છે.

image source

તમને બધાને ગોકુધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર તો યાદ જ હશે. શિક્ષક ભીડેના પાત્રને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ એકમેવ સેક્રેટરી મંદાર ચાંદવાડકર 12 વર્ષ પહેલાં દુબઇમાં એક મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો, જેને છોડી તેણે અભિનયની દુનિયામાં નસીબ અજમાવવાનું વિચાર્યું. તેમને બાળપણથી જ અભિનયનું સપનું જોયું હતું. અને એટલે જ તે નોકરી છોડીને મુંબઇ આવી ગયા હતા.

image source

આ વિશે મંદાર કહે છે કે “મેં વર્ષ 2008 સુધી ખૂબ જ મહેનત કરી.વ્યવસાયિક રીતે હું મિકેનિકલ એન્જિનિયર હતો.હું દુબઈમાં નોકરી કરતો હતો.પણ હું મારી નોકરી છોડીને વર્ષ 2000 માં ભારત પાછો આવી ગયો હતો, કારણ કે હું અભિનયમાં મારી કારકીર્દિ બનાવવા માંગતો હતો. અભિનય કરવો એ બાળપણથી જ મારૂ સપનું હતું. મેં ઘણાં થિયેટરો પણ કર્યા છે. પરંતુ ક્યારેય અભિનયમાં બ્રેક મળ્યો નહોતો. ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ હતું પણ ક્યારેય બ્રેક મળ્યો નથી. આ પછી, મને વર્ષ 2008 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો મળ્યો હતો.”

image source

મંદાર ચાંદવાડકરે ઘણી મરાઠી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું. પણ મંદાર ચાંદવાડકરને તેની સાચી ઓળખ સબ ટીવીની સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આત્મારામ તુકારામ ભીડે ના અભિનય પછીથી મળી છે.મંદાર કહે છે કે” આ સિરિયલે મારી જિંદગી બદલી નાખી તેને મને લોકપ્રિય કરી દીધો છે.હવે લોકો મને ભીડે ભાઈના નામથી ઓળખવા લાગ્યા છે.જ્યાંરે આ સિરિયલ મને મળી ત્યારે મને ખબર નહોતી કે હું એક એવી સીરીયલનો ભાગ બનવા જઈ રહ્યો છું જે ભવિષ્યમાં ઘણા બધા રેકોર્ડ તોડશે અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ ઉમેરશે. મેં મારા જીવનમાં ક્યારેય આવું કઈ વિચાર્યું પણ નથી. હું ભાગ્યશાળી છું કે હું આ સીરીયલનો ભાગ છું.”

image source

મંદારનું એ સ્વપ્ન હતું કે એ અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને શાહરૂખ ખાન જેવા મોટા મોટા બોલિવૂડ કલાકારો સાથે કામ કરે. આ બધા સ્ટાર્સ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આવી ચુક્યા છે.આ વિશે મંદાર કહે છે કે લોકો આ મોટા સ્ટાર્સ સાથે કામ કરવાનો અવસર શોધે છે. પણ આ બધા જ સ્ટાર્સ અમારા શો પર આવી ચુક્યા છે. એમાંય સૌથી યાદગાર તો અમિતાભ બચ્ચન અમારા સેટ પર આવીને બધાને મળ્યા હતા એ જ છે. મારા માટે તો આ જાણે મારુ સ્વપ્ન પરિપૂર્ણ થયા જેવું હતું. અમિતાભ આવ્યા, તેમને મને ગળે લગાડ્યો, શેર કરેલી સ્ક્રીન સ્પેસ. આટલું જ નહીં, અક્ષય કુમાર પણ અમારા સેટ પર આવી ચુક્યા છે, જેમને મળીને ખૂબ સરસ લાગ્યું.

image source

મંદાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના શિક્ષક અને સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની ભૂમિકા નિભાવી રહ્યો છે.જેમાં જેઠાલાલ અને ભીડે નાની નાની વાતમાં ઝઘડો કરી દેતા જોવા મળે છે.સીરિયલમાં મિસ્ટર ભીડે બનતા મંદારની ફી 80 હજાર રૂપિયા હતી.આત્મારામ ગોકુલધામ સોસાયટીનો સેક્રેટરી છે અને પોતાની જાતને એક્મેવ સેક્રેટરી તરીકે ઓળખાવે છે.

image source

તેને જેઠાલાલ અને તેના પરિવાર સાથે ખાટો મીઠો સંબંધ છે.સીરિયલમાં સેક્રેટરી અને ટ્યૂશન ટીચરનું પાત્ર ભજવનાર આત્મારામ ભીડે એટલે કે મંદાર ચંદાવડકર પાસે ફોક્સવેગર કંપનીની કાર છે. મુંબઈમાં જન્મેલા મંદાર ચંદવાડકર વ્યવસાયે એન્જિનિયર છે, પણ એક્ટિંગ પ્રત્યેના લગાવના કારણે તેમણે દુબઈની નોકરી છોડી દીધી હતી. મંદારે અનેક મરાઠી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યુ છે. તેમની પત્નું નામ સ્નેહલ છે અને સંતાનમાં એક બાળક છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version