કેરીની મજા માણવી છે, 10 ટિપ્સથી ખરીદો પાકી, રસદાર અને નેચરલ કેરી

હાલમાં ગરમીની શરૂઆતની સાથે જ માર્કેટમાં કેરીની શરૂઆત પણ થઇ ચૂકી છે. આ સમયે તમારે કેરીની ખરીદીમાં કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. માર્કેટમાં અનેક આર્ટિફિશયલ રીતે પકવેલી કેરી મળી રહી છે. કાચી કેરીને કેલ્શિયમ કાર્બાઇડની મદદથી પકવવામાં આવે છે. આ પ્રકારની કેરી તમારી હેલ્થને નુકશાન કરી શકે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કેમિકલ વાળી કેરીથી કઇ રીતે બચી શકાય.

image soucre

જો તમે રસદાર, પાકી અને સ્વાદિષ્ટ નેચરલ કેરી ઇચ્છો છો તો કેરી ખરીદતી સમયે 10 વાતોનું રાખી લો ધ્યાન…

બજારમાં મળતી કેરીના કલરથી તેને પસંદ ન કરો. તે પીળી છે માટે પાકેલી છે તે જરૂરી નથી. કુદરતી રીતે પાકેલી કેરી લીલી અને ઓરેન્જ હોય છે.

  • પાકેલી કેરીના ડીટાંની પાસે સૂંધવાથી ખાસ પ્રકારની સુગંધ આવે છે જ્યારે કાર્બાઇડથી પકવેલી કેરીમાં કોઇ સ્મેલ આવતી નથી.
  • જો કેરીમાંથી આલ્કોહોલ, કાર્બાઇડ કે અન્ય કોઇ સ્મેલ આવે છે તો તે ન ખરીદો. વધારે પાકેલી કેરી અંદરથી ખરાબ હોઇ શકે છે.

    image soucre
  • કુદરતી રીતે પકવેલી કેરી પર સામાન્ય રીતે કોઇ ડાઘ હોતા નથી. કેમિકલ વાળી કેરીનો રંગ 2-3 દિવસમાં કાળો થવા લાગે છે.
  • કેરી ખરીદતી સમયે તેને થોડી દબાવીને જુઓ. પાકેલી કેરી સરળતાથી દબાઇ જાય છે.
  • કેરી ખરીદતા પહેલાં ચાખી જુઓ. તે ગળી અને સ્વાદિષ્ટ હોય તો જ ખરીદો. કાર્બાઇડથી પકવેલી કેરી કિનારીએથી કાચી અને વચ્ચે ગળી હોય છે.

    image soucre
  • પાકેલી કેરીનો કલર અને સ્વાદ કોઇ પણ ભાગમાં એક સરખો હોય છે. લાંબા સમય સુધી તે ખરાબ થતી નથી. જ્યારે કાર્બાઇડથી પકવેલા ફળોનું વજન એકસરખું હોતું નથી.
  • શક્ય હોય તો બજારથી કેરી ખરીદવાના બદલે સીધી બગીચાની કેરી ખરીદો. ઘરે તેને ઘાંસ, કાગળ કે ડુંગળીની વચ્ચે રાખીને પકવો.
  • બજારથી ખરીદેલી કેરી પહેલાં ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી તેને ઠંડી જગ્યા પર 1-2 કલાક રહેવા દો. પછી તેને ખાવાના ઉપયોગમાં લો.

    image soucre
  • કેરીને ગોળીને તેનો રસ સીધો મોઢાથી ચૂસવાને બદલે તેની છાલ કાઢીને મિક્સરમાં રસ કાઢીને ઉપયોગમાં લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!