મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નવા ગાદીપતિની કરાઇ નિંમણૂક, આ સ્વામીને સોંપાઇ સંસ્થાનની ધૂરા

મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનમાં આચાર્યની તબિયત વધારે ખરાબ થતા, આ નવા ગાદીપતિના હાથમાં કમાન આપાઈ

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જો કે રાજ્ય, દેશ અને વિશ્વમાં પણ હજુ સુધી કોરોનાનો કહેર ઓછો થયો નથી. આવા સમયે અનેક લોકો કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યા છે. સુરક્ષા હાલમાં દરેક રાજ્યો માટે એક મોટો પ્રશ્ન બનતો જઈ રહ્યો છે, આવા સમયે રાજસ્થાન સરકારે તો અવરજવર બંધ કરવા માટે બોર્ડર પણ સીલ કરી દીધી છે, તો અન્ય રાજ્યોમાં પણ અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

image source

ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણે માજા મૂકી છે. ત્યારે વિશ્વપ્રસિદ્ધ મણીનગર સ્વામીનારાયણ સંસ્થાનમાં નવા ગાદી પતિની નિમણુક કરવામાં આવી છે. હવે મણીનગર ગાદીની કમાન શાસ્ત્રી જીતેન્દ્રિય પ્રિયદાસજીને સોપવામાં આવી છે.

મણીનગર ગાદીના આચાર્યની તબિયત ગંભીર

image source

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. હાલમાં અમદાવાદ અને સુરતમાં વાયરસની સ્થિતિ સ્ફોટક બનતી જાય છે. કોરોના સંક્રમણના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હાલમાં જ મણીનગર સ્વામીનારાયણ સંસ્થાનના ગાદીપતિ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ દરમિયાન એમને સીમ્સ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

image source

જો કે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા પછી પણ એમની તબિયતમાં સુધાર જોવા મળ્યો ન હતો. પરિણામે એમને વેલ્ટીનેટર પર રાખવામાં આવ્યા હતા. તેમ છતાં એમની તબિયતમાં કોઈ સકારાત્મક સુધાર નોધાયો નથી, એમની તબિયત જેમની તેમ હોવાથી ડોક્ટરોએ એમને વેલ્ટીનેટર પર જ રાખવા સૂચવ્યું છે.

જીતેન્દ્રિય પ્રિયદાસજી સંસ્થાનના નવા ગાદીપતિ

image source

પાછળના દિવસોમાં કોરોના આચાર્યને કોરોના પોજીટીવ આવતા જ એમને અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં રાખવામાં આવ્યા હતા. જો કે આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ગાદી સંસ્થાનના નવા ગાદી પતિ તરીકે જીતેન્દ્રિય પ્રિયદાસજીને કમાન સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મણીનગર સંસ્થાનના આચાય પુરુષોત્તમ પ્રિયદાસજી કોરોના સામે લડી રહ્યા છે, અને એમની સ્થિતિ ગંભીર છે. આપને જણાવી દઈએ કે મણીનગર સ્વામીનારાયણ સંસ્થાનના વિશ્વભરમાં લાખો અનુઆયીઓ છે.

નવા આચાર્ય સંસ્થાનો તમામ વહીવટ સંભાળશે

image source

ઉલ્લેખનીય છે કે મણીનગર સવામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ ભરમાં 250 કરતા વધારે મંદિરો, ગુરુકુળો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ સહિત વગેરે અનેક સસ્થાઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં સંસ્થાના વર્તમાન ગાદીપતિ આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીની તબિયત કોરોના વાયરસના કારણે નાદુરસ્ત હોવાથી એમના સ્થાને નવા આચાર્યની નિમણુક કરવામાં આવી છે.

image source

ઉલ્લેખનીય છે કે પુરષોત્તમ પ્રિયદાસજીના ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રી જીતેન્દ્રિય પ્રિયદાસજીની પસંદગી તેમજ નિમણુક કરવામાં આવી છે. આમ હવે જીતેન્દ્રિય પ્રિયદાસજી નવા આચાર્ય તરીકે પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીના સ્થાને સંસ્થાની તમામ સંપત્તિનો વહીવટ પણ સંભાળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત