મરતાં પહેલાં હાંફતા-હાંફતા કોરોના દર્દીએ કહ્યું-ત્રણ દિવસથી જાતે પાણી ભરૂ છું, આ હોસ્પિટલની હાલત જોઈ રડવું આવી જશે

આ સમય એવો કપરો છે કે હોસ્પિટલોએ થઈ શકે એટલી વધારે સેવા કરવાની હોય છે. પરંતુ લોકો કંઈક અલગ જ ફરિયાદ કરી રહ્યા છે અને વિપરીત પરિસ્થિતિ સામે આવી રહી છે. હાલમાં જે કેસ સામે આવી રહ્યો છે એ કંઈક અલગ જ છે. કારણ કે માણસ મરી ગયો અને એનો અંતિમ વીડિયો હવે વાયરલ થયો છે જે જોઈને આંખમાંથી આંસુ સરી પડશે. આ વાત છે વડોદરા નજીક આવેલી પાયોનિયર હોસ્પિટલની કે જેમાં કોવિડ દર્દીઓ માટે સુવિધા કરવામાં આવી છે, પરંતુ દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળતી ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

જો મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીએ મરતા પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. દર્દી હાંફતા હાંફતા વીડિયોમાં કહી રહ્યો છે કે જાતે ત્રણ દિવસથી પાણી ભરૂ છું. જો કે 14 દિવસથી દાખલ દર્દીનું સવારે મૃત્યુ થયું હતું.

image source

હાલમા માહોલ એવો છે કે વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉછાળો આવતા તંત્રએ યુદ્ધના ધોરણે બેડ વધારવાની સુવિધા તૈયાર કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલ સાથે સંકલન સાધીને મોટાપાયે બેડની સુવિધા તૈયાર પણ કરવામાં આવી હતી.

જો કે આ બધી જ જહેમત બાદ માહોલ કંઈક એવો છે કે તંત્ર દ્વારા બેડ વધારવાની સુવિધામાં હવે સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને ભારે અગવડનો સામનો કરવો પડે એવું બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના છેવાડે આવેલી પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓને ભારે મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે.

image source

મળેલી માહિતી મુજબ પાયોનિયર કોવિડ કેરમાં સારવાર લઇ રહેલા દર્દી પરેશ ભુરાભાઇ ખાંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે હાંફતા હાંફતા કહે છે કે, જાતે જ ત્રણ દિવસથી પાણી ભરૂ છું. આટલું કહેવા માટે દર્દીને ભારે શ્રમ પડી રહ્યો હોવાનું અને તેને હાંફ ચઢતો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.

image source

આગળની વાત કરવામાં આવે તો આટલું કહેતા દર્દી કેમેરાને બીજો બતાવી રહ્યો છે. જેમાં પાણીનો બોટલ નીચે પડી ગયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં દેખાતો દર્દી 14 દિવસથી પાયોનિયર કોવિડ કેર ખાતે સારવાર લઇ રહ્યો હતો. આજે સવારે તેનું મોત થયું હતું. જો કે આ પહેલો કેસ નથી, પાયોનિયર કોવિડ કેરની બહાર વેઇટીંગમાં બેઠા દર્દીના સગાઓ ખૂબ જ ચિંતીત જોવા મળતા હોય છે. અહીં સારવાર લઇ રહેલા દર્દીઓને પડતી હાલાકીના અહેવાલ અગાઉ પણ મીડિયામાં પ્રકાશિત થઇ ચૂક્યા છે. પરંતુ, તે અંગે કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. હવે જોવાનું એ રહ્યું કે આખરે ક્યારે આ અંગે નિર્ણય લેવામાં આવે છે અને લોકોને પડતી હાલાકી અંગે સમાધાન આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!