Marutiની આ કારમાં છે દમદાર એન્જીન, જે જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા, જાણો કેવી રીતે બની લોકોની પહેલી પસંદ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની કારો લોકપ્રિય છે. કંપનીએ અમુક રસપ્રદ સમાચારો જાહેર કર્યા છે જે મુજબ કંપનીની હેચબેક કાર મારુતિ સુઝુકી સ્વીફ્ટ સત્તાવાર રીતે 2020 માં ભારતમાં સૌથી વધુ વેંચાયેલી કાર છે. આ દિગ્ગજ કાર બ્રાન્ડ વર્ષોથી ગ્રાહકો માટે માનીતી રહી છે. કોરોના મહામારીમાં પણ કેલેન્ડર વર્ષ 2020 માં સ્વીફ્ટના 1,60,700 થી વધુ યુનિટ્સ વેંચાયા હતા અને સેલ્સ ચાર્ટમાં પણ ઉપર રહી હતી.

અનેક માઈલ સ્ટોન કર્યા સર

image source

એટલું જ નહીં ઓટોમેકરે હવે ભારતમાં મારુતિ સુઝુકી સ્વીફટના 23 લાખ યુનિટનું વેંચાણ કર્યું છે. જો કે મારુતિ સુઝુકીએ 2010 માં સ્વીફટના 5 લાખ યુનિટ્સ વેંચાયા હતા અને ફરી 2013 માં 10 લાખ યુનિટ અને 2016 માં 15 લાખ યુનિટના માઈલ સ્ટોન સર કર્યા હતા.

ભારતમાં ક્યારે લોન્ચ થઈ હતી

image source

મારુતિ સુઝુકીએ સ્વીફ્ટ હેચબેક કારને પહેલી વખત 25 મે 2005 માં ભારતમાં લોન્ચ કરી હતી. અને ત્યારથી તેના સેગમેન્ટમાં આ સૌથી વધુ લોકપ્રિય અને વધુ વેંચાતી કાર છે. એટલા માટે કંપનીના ઇતિહાસમાં અને સ્વીફ્ટ બ્રાન્ડમાં એક નવો માઈલ સ્ટોન છે. આ કાર આકર્ષક લુક, દમદાર એન્જીન ક્ષમતા અને શ્રેષ્ઠ માઇલેજને કારણે ગ્રાહકોની પહેલી પસંદ બની છે.

યુવા વર્ગની પ્રથમ પસંદગી

image source

મારુતિનો દાવો છે કે સ્વીફ્ટ હેચબેક કારને પસંદ કરનારા 53 ટકાથી વધુ યુવાઓ છે જેની ઉંમર 35 વર્ષથી ઓછી છે. એટલે કે મારુતિ સ્વીફ્ટ યુવાવર્ગમાં લોકપ્રિય છે. કંપનીએ હાલમાં જ સ્વીફટના અપડેટેડ વર્ઝનને બજારમાં ઉતાર્યું છે. કંપની નજીકના ભવિષ્યમાં જ સ્વીફ્ટના ફેસલિસ્ટ મોડલને પણ બજારમાં ઉતારનાર છે. અહેવાલ મુજબ કંપની સ્વીફ્ટના ફેસલિસ્ટ મોડલને આ વર્ષે રજૂ કરી શકે છે.

દમદાર એન્જીન

image source

મારુતિ સ્વીફ્ટમાં 1.2 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન મળે છે. આ એન્જીન 6000 આરપીએમ પર 83 PS નો પાવર અને 4200 આરપીએમ પર 113 Nm નલ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. કંપની અનુસાર સ્વીફ્ટ હેચબેક 21 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ આપે છે. સાથે જ આ કારમાં અનેક શાનદાર ફીચર્સ પણ મળે છે. સ્વીફ્ટમાં LED પ્રોજેક્ટર હેડ લેમ્પ, ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, 7 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કાર એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટોને પણ સપોર્ટ કરે છે.

સ્પર્ધા

image source

ભારતીય કાર બજારમાં મારુતિ સ્વીફ્ટની સ્પર્ધા હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10, i20, મારુતિ બલેનો, ઇગ્નિસ અને વોક વેગન્સ પોલો જેવી હેચબેક કાર સાથે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત