માસ્ક પહેરતા પહેલાં એકવાર આ માહિતી ચોક્કસ જાણી લો, કોરોનાથી બચવું હોય તો જાણવું ખુબ જ જરૂરી

હાલમાં ગુજરાતમાં 8 હજાર લોકો અને ભારતમાં બે લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને સામે એટલા મોત પણ થઈ રહ્યા છે. હજું પણ આગાહી કરવામાં આવી છે કે કેસમાં મે મહિનામાં જોરદાર વધારો થવાનો છે અને લોકોના મોતનો આંકડો પણ વધવાનો છે. ત્યારે પરિસ્થિતિ એવી છે કે દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેનાથી થનારા મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન એકવાર ફરીથી માસ્ક પહેરવાની અપીલ દરેકને કરવામાં આવી રહી છે પરંતુ કયુ માસ્ક કોના માટે યોગ્ય રહેશે, કયુ સૌથી ઈફેક્ટિવ રહેશે, એ સવાલ હાલમાં દરેકને મનમાં મુંજવતો હશે

image source

ત્યારે હાલમાં સૌથી જરૂરી એ છે કે અલગ-અલગ પ્રકારના માસ્ક, તેમની ઈફેક્ટિવનેસ અને ઉપયોગ વિશે બધાને જાણ હોય. તો અમે આજે તમને આ માસ્કના પ્રકાર વિશે જણાવીશું. મોટાભાગે જોઈએ તો માસ્ક બે પ્રકારના હોય છે. પ્રથમ સર્જિકલ માસ્ક જેનો ઉપયોગ હેલ્થકેર વર્કર્સ કરે છે. બીજા ફેબ્રિક કે કપડામાંથી બનેલા માસ્ક, જેનો ઉપયોગ સામાન્ય લોકો કરે છે એટલે કે આપણા જેવા લોકો કરે છે.

image source

જો વાત કરીએ N95 માસ્કની તો આ માસ્કથી કોરોના વાયરસ જેવા સંક્રમણથી બચાવ માટે સૌથી ઉત્તમ માસ્ક માનવામાં આવે છે. આ આસાનીથી મોં અને નાક પર ફિટ થઈ જાય છે અને બારીક કણોને પણ નાક કે મોંમાં જતા રોકે છે. આ હવામાં રહેલા 95 ટકા કણોને રોકવામાં સક્ષમ છે તેથી તેનું નામ N95 પડ્યું છે.

image source

જો આ સિવાય આપણે સામાન્ય સર્જિકલ માસ્કની વાત કરીએ તો એ માસ્ક લગભગ 89.5% સુધી કણોને રોકવામાં સક્ષમ હોય છે. આ બંને માસ્ક હેલ્થકેર વર્કર્સ માટે હોય છે એવી પણ માહિતી મળી રહી છે. આ સાથે જ એક વાત જણાવી દઈએ કે બે માસ્ક પહેરવાનો પણ લોકોમાં આજકાલ ટ્રેન્ડ જોવા મળે છે. ડ્યુક યુનિવર્સિટીના ડોક્ટર બીકે સ્મિથ કહે છે કે ડબલ માસ્ક પહેરવાથી કોઈ નુકસાન નથી. જો કે બે માસ્ક લગાવવા અસહજ હોય છે પણ જો તમે એવું કરી શકો છો તો પ્રથમ મેડિકલ માસ્ક લગાવવું જોઈએ. તેના ઉપર કપડાનું માસ્ક લગાવવું જોઈએ.

image source

WHOએ પણ કઈ રીતે માસ્ક પહેરવું એના વિશે વાત કરી હતી એ અનુસાર વાત કરવામાં આવે તો માસ્ક પહેરતા પહેલા અને તેને કાઢ્યા પછી હાથ સાફ કરવા જોઈએ. ધ્યાન રાખો કે માસ્ક પોતાના નાક, મોં અને દાઢીને સંપૂર્ણપણે ઢાંકીને રાખે. કપડાના માસ્કને દરેક બીજા દિવસે ધૂઓ અને મેડિકલ માસ્કને ટ્રેશ બિનમાં નાખો. વાલ્વવાળા માસ્ક ક્યારેય ઉપયોગમાં ન લો. તો આ વાતો પણ લોકોએ ખાસ અનુસરવી જોઈએ અને પોતાને કોરોનાના શિકાર થતાં બચાવવા જોઈએ.

image source

આ સિવાય વાત કરીએ તો ઘણા લોકોને એવી આદત હોય છે કે માસ્ક પહેર્યા પછી કેન્ડલ પર ફૂંક મારીને માસ્કનું ફિટિંગ ચેક કરે છે, જે યોગ્ય નથી. કોલમ્બિયા યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયર પ્રોફેસર વી ફે મેકનિલે જણાવ્યું કે, સંપૂર્ણ ફીટ ન હોય તેવા માસ્ક પહેરીને પણ કેન્ડલ પર ફૂંક મારીને તે ઓલવી શકાય છે. તેથી, માસ્કની ફિટિંગને તપાસવાની આ સૌથી ખરાબ રીત છે અને આ રીતે ચેક કરવાનો કોઈ અર્થ નીકળતો જ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!