માં લક્ષ્મીને આ પાંચ વસ્તુઓનો ધરાવો ભોગ, વરસશે કૃપા અને સાથે થશે અઢળક ધનલાભ

આપણે ધનની દેવી માતા લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાયો કરતા જ હોઈએ છીએ, અને એવું ઇચ્છીએ છીએ કે માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન થઈને તેની કૃપા આપણા પર વરસાવે. આ માટે ખાસ કરીને શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની યોગ્ય પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનને લગતી બધી સમસ્યા દુર થાય છે.

એવું માનવામાં આવે છે કે તેનાથી પૈસા નો અભાવ પણ રહેતો નથી. શાસ્ત્રોમાં લક્ષ્મી માતા ને ધનની દેવી ગણવામાં આવે છે, જે ધન અને સમૃદ્ધિની દેવી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર માતા લક્ષ્મીને પ્રસાદ અર્પર્ણ કરે છે. જો કે માતાને શ્રદ્ધાપૂર્વક જે કઈપણ અર્પણ કરવામાં આવે છે.

image source

તેનાંથી તે ખુશ થાય છે, પરંતુ શક્ય હોય તો માતાની પસંદગી નો જ ભોગ ધરવો જોઈએ. તો ચાલો આજે આપણે તે પાંચ ભોગ વિશે જાણીએ કે પ્રસાદમાં દેવી માતા લક્ષ્મીએ શું અર્પણ કરવું જોઈએ. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને આ પ્રસાદનો ભોગ ધરવો જોઈએ.

નાળિયેર :

હિન્દુ ધર્મમાં નાળિયેર ને ખૂબ શુભ માનવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે તે માતા લક્ષ્મીનું પ્રિય ફળ છે. લક્ષ્મીજીને નાળિયેરના લાડુ, કાચા નાળિયેર અને પાણીથી ભરેલા નાળિયેર અર્પણ કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને તેની કૃપા મળી રહે છે.

image source

પતાસા :

પતાસાનો સંબંધ ચંદ્ર સાથે હોય છે અને ચંદ્રને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ જ કારણે માતા લક્ષ્મીને પતાસા ખૂબ પ્રિય છે. શુક્રવારે માતા લક્ષ્મીને પતાસાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

સિંધાડા :

સિંધાડા માતા લક્ષ્મીનું પ્રિય ફળ પણ છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને પાણી સાથે જોડાયેલી વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે. તેથી જ પાણીમાં ઉત્પન્ન થતું આ ફળ મહારાણીને ખૂબ પ્રિય છે. તે મોસમી ફળ છે. તેથી તમારે પણ તેનો આનંદ માણવો જોઈએ. માટે આ પ્રસાદ માતા લક્ષ્મીને જરૂર અર્પણ કરવો જોઈએ.

image source

પાન :

ધનની દેવી માનવામાં આવતા માતા લક્ષ્મીને પાન ખૂબ પ્રિય છે. પૂજા પૂરી થયા બાદ માતા લક્ષ્મીને પાનનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. આનાથી માતા ખુશ થાય છે અને તેની કૃપા આપણા પર વરસાવે છે.

મખાણા :

મખાણા પાણીના સખત આવરણમાં ઉગે છે, અને તેથી તેને દરેક રીતે શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. પાણીમાં ઉગતું આ ફળ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. લક્ષ્મીજીને મખાણા અર્પણ કરવાથી તે વધુ ખુશ થાય છે, અને તેના ભક્તોની બધી ઇચ્છાઓ તે પૂર્ણ કરે છે.

ફળ અને મીઠાઈ :

માતા લક્ષ્મીને તમારી શ્રદ્ધા અનુસાર ખુશ કરવા માટે તમે ફળ, મીઠાઈ અને સૂકા મેવાનો પણ પ્રસાદ અર્પર્ણ કરી શકો છો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ