પુત્ર દ્વારા માતાની હત્યાના કેસમાં એકદમ નવો જ વળાંક, પુત્રને છે આ બિમારી, લક્ષણો સાંભળીને કંપારી છુટી જશે

એક એવી ઘટના બની હતી આખું વદોડરા શહેર ધ્રુજી ઉઠ્યું હતું, જો કે આ ઘટનાના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. ત્યારે હવે આ જ કેસમાં એક ગંભીર વાત સામે આવી છે અને આ કેસથી બધાએ ચેતવા જેવું છે અને જાણવા જેવું પણ છે. કેસ કંઈક એવો હતો કે વડોદરાના ગોત્રી વિસ્તારમાં મંગળવારે પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી.

image source

જો કે હત્યા કર્યા બાદ પુત્ર દિવ્યેશે જણાવ્યું હતું કે ‘મારામાં શંકર ભગવાન આવી ગયા છે, એટલે મારાથી તેને ઘરમાં ના રખાય, એટલે મેં મારી નાખી. આ વાત સિવાય દિવ્યેશ એવું પણ કહે છે કે ‘સપનામાં પપ્પા આવ્યા હતા અને કહ્યું, મમ્મીને ઉપર મોકલ એટલે મેં તેને મારી નાખી’.

image source

પણ આ ઘટના જ્યારે સામે આવી ત્યારે લોકોને પણ આ શખ્સમાં કંઈક અજીબ લાગ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે માતાની હત્યા કરનાર દિવ્યેશના વર્તન પરથી તે સ્કિઝોફ્રેનિયાનો દર્દીને એવું લાગે છે. સ્કિઝોફ્રેનિયા એક સિરિયસ ડિસઓર્ડર છે, જે વ્યક્તિનાં વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે છે. જે વ્યક્તિને આ રોગ હોય છે તે વાસ્તવિક દુનિયા અને કાલ્પનિક દુનિયા વચ્ચેનો ભેદ સમજતી નથી. ત્યારે આ રોગ વિશે વાત કરતાં વડોદરા શહેરના જાણીતા મનોચિકિત્સક ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું કે સ્કિઝોફ્રેનિયાના લક્ષણવાળા દર્દીઓને લાગે છે કે કોઇ તેની સાથે વાત કરી રહ્યું છે અને કામ કરવાનો હુકમ કરી રહ્યું છે. આવા દર્દીઓને આ પ્રકારના ગેબી અવાજ સંભળાય છે. માટે જો આવા લક્ષણો જોવા મળે તો સમજી જવું કે કંઈક સ્કિઝોફ્રેનિયા જેવું છે.

-વ્યક્તિગત સ્વચ્છતામાં બગાડ

-તાકીને કે ભાવ વિના સીધા જ જોવું

image source

-બિનજરૂરી હાસ્ય અથવા રુદન

-પોતાની જાત સાથે વાત કરવી અથવા પોતાની જાત સાથે જ હસવું

-સામજિક સંબંધો ત્યજી દેવા

-શત્રુતા અથવા વહેમી

-ઉદાસીનતા

-વિચિત્ર અથવા અસંગત વિધાનો

-શબ્દોનો વિચિત્ર ઉપયોગ અથવા બોલવાની વિચિત્ર રીત

-ઊંઘ ના આવવી

image source

આ સિવાય જો સ્કિઝોફ્રેનિયાના દર્દીનાં લક્ષણો વિશે મનોચિકિત્સકનું કહેવું છે કે આવા દર્દીઓમાં કંઈક આ પ્રકારે લક્ષણો જોવા મળે છે. હેલુસિનેશન એટલે કે આવી વ્યક્તિને ભ્રમ પેદા થાય છે. જે અવાજ હોય જ નહીં એ અવાજો તેને સંભળાયા કરે છે. ખાસ કરીને માણસોના અવાજો જ તેને સંભળાય છે. આવા લોકોને લાગે છે કોઈ તેને બોલાવે છે, કોઈ તેને કંઈક કહે છે, કોઈ તેના પર બૂમો પડે છે વગેરે જેવું વર્તન જોવા મળે છે. એનાથી પણ આગળ જો વાત કરવામાં આવે તો ફક્ત અવાજ જ નહીં, આવી વ્યક્તિને ભ્રમમાં લોકો દેખાય પણ છે, જે ત્યાં ન હોય પણ તેમને દેખાતા હોય. રાત્રે સૂતી વખતે સપનામાં નહીં, પરંતુ દિવસે જાગતી હોય ત્યારે વ્યક્તિ પૂરી ભાનમાં હોય ત્યારે તેની સાથે આવું બને છે.

image source

એ જ રીતે આવી વ્યક્તિમાં ભ્રામક, કાલ્પનિક ઘણી બધી વાતો એ વ્યક્તિ કરતી હોય છે, કારણ કે તેણે પોતાની અંદર જ એક બીજી દુનિયા બનાવી હોય છે, જે વાસ્તવિક દુનિયાથી પર હોય છે. ભયાનક લક્ષણ વિશે જો વાત કરીએ તો આવી વ્યક્તિ તેની આ કાલ્પનિક દુનિયાથી ડરતી હોય છે. કોઇ તેને મારી દેશે કે કોઈ તેને પકડી લેશે કે કાલે દુનિયા સમાપ્ત થઈ જશે, જેવા અલગ-અલગ ડર તેને સતાવતો હોય છે. તે બહાર જાય તો તેને લાગે છે કે બધા તેને જ જુએ છે. એને કારણે તે બહાર જતી નથી અને ઘરમાં બંધ રહે છે. ક્યાંક પોલીસ જુએ તો તેને લાગે કે તે તેને જ પકડવા આવી છે. તો આવા અનેક લક્ષણોથી પણ આ પુત્રએ તેની માતાની હત્યા કરી હોય એવું પણ સામે આવી શકે છે.

image source

સમગ્ર ઘટના કંઈક એવી હતી કે ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ માતાની લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.

image source

યુવાન નશો કરવાની ટેવ ધરાવે છે માતાની હત્યા કરનાર પુત્ર દિવ્યેશના ઉપરોક્ત જવાબો સાંભળી તેની માનિસક સ્થિતિ અસ્વસ્થ હોવાનુ જણાઇ આવે છે. જોકે આસપાસમાં રહેતા લોકોના જણાવ્યાં અનુસાર હત્યારો દિવ્યેશ નશો કરવાની ટેવ ધરાવે છે. નશાની લત એને એટલી લાગી ગઇ કે તે કાયમ નશામાં જ રહેતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત