6 મહિના પહેલા અકસ્માત થયો હતો અને માથામાં મગજ સુધી ઉતરી ગયું ઝાડનું લાકડું, આ રીતે પડી ખબર

ઘણીવાર એવી ઘટના બને છે જેની અસર લાંબા સમય સુધી થતી હોય છે. આવી જ એક વિચિત્ર ઘટના તાજેતરમાં બની છે.

આ ઘટના વિશે જાણીને તમને પણ અરેરાટી થઈ જશે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિ માથાના દુખાવાની ફરિયાદ સાથે આવ્યા હતા. આ સમસ્યા આમ તો સામાન્ય લાગે છે પણ 42 વર્ષીય ભગવાનભાઈનો માથાનો દુખાવો સામાન્ય ન હતો.

image source

કચ્છના ગાંધીધામના રહેવાસી એવા 42 વર્ષના ભગવાનસિંહને માથામાં રસી થઈ ગઈ હોવાથી માથું સતત અને સખત રીતે દુખતું હતું. માથાના દુખાવાથી કંટાળી તેઓ સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંતની સલાહ લેવા પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાનભાઈનું ગત જાન્યુઆરી માસમાં એક્સિડન્ટ થયું હતું. ભગવાનભાઈનું બાઈક ઝાડ સાથે અથડાયું હતું અને તેમને માથામાં ઈજા પણ થઈ હતી. માથાના ભાગે તેમને ટાંકા લેવા પડ્યા હતા.

જાન્યુઆરી માસ બાદ તેમને ટાંકા તો રુઝાંઈ ગયા પરંતુ આશરે 15 દિવસ પહેલા તેમને માથામાં દુખાવો ફરી થવા લાગ્યો. જાણવા મળ્યું કે તેમને ટાંકા લીધા છે તેમાં રસી થયા છે. રસીના કારણે તેમને માથામાં અસહ્ય પીડા થતી હતી. ડોક્ટરોએ તેમની ફાઈલ જોઈ અને તેમને તુરંત સારવાર આપવાનું શરૂ કર્યું. શરુઆતમાં તેમને એન્ટીબાયોટીક્સ આપવામાં આવી અને તેના માથાના દુખાવાનું કારણ શોધવા માટે સીટી સ્કેન કરાવવામાં આવ્યું.

image source

સીટી સ્કેનમાં જોવા મળ્યું કે તેમના ખોપડીમાં હાડકું તુટી ગયું છે અને તેના કારણે રસી થયા છે. આ રિપોર્ટ જોઈ ડોક્ટરોએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. પ્રાથમિક તારણ ડોક્ટરોનું આ હતું. સર્જરી અંગે દર્દીને જણાવવામાં આવ્યું અને 2 દિવસ બાદ તેમને દાખલ થવા કહેવામાં આવ્યું. નિર્ધારિત દિવસે ભગવાનભાઈની સર્જરી શરુ કરવામાં આવી.

સર્જરી દરમિયાન ડોક્ટરોએ જોયું કે તેમના માથામાં સીટી સ્કેનમાં જે વસ્તુ તુટેલું હાડકું જણાઈ હતી તે ખરેખર 5 સેમીનું મોટું લાકડું હતું. જી હાં ભગવાનભાઈ જ્યારે ઝાડ સાથે અથડાયા ત્યારે તેમના માથામાં હાડકું ખુંચી ગયું હતું. પરંતુ આ વાતથી અજાણ સ્થાનિક ડોક્ટરે તેમના માથામાં ટાંકા લઈ લીધા. ડોક્ટરોએ સર્જરી દરમિયાન ખૂબ જ સાવધાનીથી લાકડાના ટુકડા કાઢ્યા અને 2 કલાક સુધી સર્જરી ચાલી.

image source

હાલ ભગવાનભાઈના મગજ સુધી પહોંચી ગયેલા લાકડાના ટુકડા કાઢી લેવામાં આવ્યા છે અને તેને લેબમાં મોકલાયા છે જેથી ઈન્ફેકશન વિશે જાણી શકાય અને તેમને યોગ્ય દવા આપી શકાય. આ ઘા રુઝાયા બાદ તેમની ખોપડીમાં જ્યાંથી હાડકું તુટી ગયું છે તેના માટે સારવાર કરવામાં આવશે. જો સમયસર આ લાકડાના ટુકડા કાઢવામાં ન આવ્યા હોત તો ઈન્ફેકશનના કારણે દર્દીનું મોત પણ થાય તેવી શક્યતાઓ વધી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત