મને દેશએ બધું આપ્યું હવે દેશને જ સોંપુ છું…. કહી ભારત-પાક યુદ્ધમાં એક આંખ ગુમાવનાર નિવૃત સૈનિકએ દાન કરી મરણમૂડી

કોરોનાના કહેરએ લોકોને હેરાન પરેસાન કરી દીધા છે. અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેવામાં વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ નામથી એક ફંડ શરુ કર્યું છે અને તેમાં લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી.

image source

આ ફંડમાં અત્યાર સુધીમાં દેશના ઉદ્યોગપતિઓ અને ફિલ્મસ્ટાર્સ લાખો, કરોડો દાન કરી ચુક્યા છે. પરંતુ આ તમામ વચ્ચે એક દાન એવું છે જેને ખરેખર દેશભક્તિ કહેવામાં આવી રહી છે.

મેરઠના મીરુત જિલ્લાના સેનામાંથી નિવૃત થયેલા જૂનિયર કમીશન ઓફિસર મોહિંદર સિંહએ પોતાની ગ્રેચ્યુટી, પેન્શન અને જીવનની જમાપૂંજી એમ બધું જ મળી 15.11 લાખ રુપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરી દીધા છે.

સામાન્ય રીતે લોકો નિવૃતિ પછી જે રકમ મળે તેને સાચવી અને ખર્ચ કરે છે કારણ કે આ તેમની મરણમૂડી તરીકે કામ આવે છે. પરંતુ દેશભક્ત આ સૈનિકએ આ રકમને પણ દેશ પર ન્યોછાવર કરી દીધી. આ દાન કરતી વખતે હસતા મોઢે તેણે જે વાત કહી તે સાંભળી દરેક દેશભક્તિની છાતી ગજગજ ફુલી જાય, તેમણે કહ્યું કે આ રુપિયા દેશએ જ તેને આપ્યા હતા હવે દેશની જરૂર છે તો આપી રહ્યો છું. આમ પણ મારી ઉંમર 85 વર્ષ છે મારે આટલા રુપિયા સાચવીને શું કરવું. આ રુપિયા લોકોની ભલાઈના કામમાં ઉપયોગમાં આવે તો વધારે આનંદ થશે.

મહત્વપૂર્ણ છે કે 1971ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં મોહિંદર સિંહ પોતાની એક આંખ ગુમાવી ચુક્યા છે. તેઓ પોતાની પત્ની સુમન ચૌધરી સાથે બેન્કમાં આવ્યા અને મેનેજરના હાથમાં આ ચેક આપી દીધો હતો. જણાવી દઈએ કે મેરઠ જનપદમાં 11 વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.