આવા લગ્ન તમે ક્યાંય નહીં જોયા હોય, આ વરરાજાએ માતાને શ્રદ્ધાંજલિ આપવા પોતાના લગ્નમાં એવો નિર્ણય કર્યો કે લોકો જોતા જ રહી ગયા

ભારતીય લગ્ન પ્રસંગમાં જ્વેલરી,મંડપ ડેકોરેશન અને જમણવાર પાછળ ખુબ વઘારે ખર્ચો કરવામાં આવે છે. જેમા પૈસાનો ઘણો વ્યય થાય છે. પરંતુ ઘણા એવા પણ લોકો છે કે જેઓ આવા ખર્ચા કરવાને બદલે કોઈની મદદ કરીને પોતાના લગ્નને યાદગાર બનાવે છે. તમે ઘણા લગ્નો જોયા હશે. પરંતુ ઓડિશાના ભુવનેશ્વરમાં એક એવા લગ્ન થયાં, જેની ચર્ચા કરવી જરૂરી છે.

image source

ભારતીય લગ્નોમાં સજાવટ અને ભોજન પર પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવે છે. અને હા, ખોરાકનો પણ ખુબ બગાડ થાય છે. પરંતુ આ લગ્નએ લોકોને એક નવો વિચાર આપ્યો છે જે કાબિલ-એ-તારીફ છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ Eureka Apta અને તેની પત્ની Joana એ તેમના લગ્ન પ્રસંગે મિત્રો અને સબંધીઓને ભોજન કરાવવાને બદલે 500 પશુઓને ખવડાવીને લોકોનું દિલ જીતી લીધું હતું.

ત્રણ વર્ષ પહેલા એકબીજાને આ વચન આપ્યું હતું

image source

આ દંપતીએ ત્રણ વર્ષ પહેલા એકબીજાને આ વચન આપ્યું હતું. Eureka Apta વ્યવસાયે સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છે. જ્યારે પત્ની Joana ડેન્ટિસ્ટ છે. આ બન્નેએ એનિમલ વેલ્ફેર એનજીઓ Ekmara ની મદદથી પ્રાણીઓને ખવડાવ્યું હતુ અને એનજીઓની સુધારણા માટે કેટલાક પૈસા દાનમાં આપ્યા હતા.

આ દંપતી પ્રાણી સંગ્રહાલય પર ગયા હતા

image source

લગ્નના બે દિવસ પહેલા, આ દંપતી પ્રાણી સંગ્રહાલય પર ગયા હતા અને પ્રાણીઓ માટે દવાઓ અને ખોરાક દાનમાં આપ્યો હતો. અને હા, 25 સપ્ટેમ્બરના રોજ, જ્યારે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા હતા, ત્યારે શહેરભરના કૂતરાઓ અને અન્ય પ્રાણીઓને ભોજન આપવામાં આવતું હતું. આ વિચાર પાછળ વરરાજાની માતા હતી, જેનું થોડા સમય પહેલા કેન્સરથી મોત થયુ હતું. પુત્ર માતાને શ્રદ્ધાંજલિ આપવા માંગતો હતો. તેથી તેણે આ સુંદર કાર્ય માટે તેના જીવનનો સૌથી ખાસ દિવસ પસંદ કર્યો. તમને જણાવી દઈએ કે લગ્ન ખૂબ જ સરળ રીતે થયા હતા.

એક કૂતરાને પણ બચાવ્યો હતો

image source

એક અહેવાલ મુજબ, આ દંપતીએ વર્ષની શરૂઆતમાં એક કૂતરાને પણ બચાવ્યો હતો. ખરેખર, તે કૂતરો અકસ્માતમાં ઘાયલ થયો હતો, જેના માટે આશ્રય શોધતી વખતે Ekmara NGO વિશે જાણ થઈ હતી. તેઓ પ્રાણીઓની હાલત જોઈને એટલા નિરાશ થયા કે તે જ સમયે તેણે ચેરીટી સંસ્થાને મદદ કરવાનું નક્કી કર્યું. દંપતીએ જીવનની નવી શરૂઆત સાથે આ ઉમદા હેતુને આગળ વધારવાનું નક્કી કર્યું છે. મતલબ કે તેઓ મુંગા પશુઓની મદદ કરવાનું ચાલુ રાખશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત