ફ્લાઈંગ સિખ મિલ્ખા સિંઘનું 91 વર્ષની વયે થયું નિધન, પીએમ મોદીએ શોક વ્યકત્ કરતાં કહ્યું…

છેલ્લા કેટલાક સમયથી મિલ્ખા સિંઘ કોરોનાની સામેની લડાઈ લડી રહ્યા હતા. લાંબા સમયની લડાઈ બાદ ભારતના મહાન દોડવીર કોરોનાની દોડમાં હારી ગયા અને 91 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા. આ સાથે આપને એમ પણ જણઆવી દઈએ કે તેમના પત્ની પણ કોરોનાની લડાઈમાં આ અઠવાડિયે જ હારી ચૂક્યા હતા અને મિલ્ખા સિંઘ કોરોનાની લડાઈમાં આઈસીયૂમાં હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યા ન હતા.

image source

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંઘના નિધનના કારણે રમત જગતમાં શોકની લહેર ફેલાઈ છે. આ સાથે લાંબા સમયથી કોરોનાની લડાઈમમાં તેઓએ ચંડીગઢમાં સારવાર લીધી અને સારવાર દરમિયાન તબિયત બગડતા તેઓએ શુક્રવારે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા.

પીએમ મોદીએ પણ વ્યક્ત કર્યું દુઃખ

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંઘના નિધન પર પીએમ મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતા એક ટ્વિટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે આપણે દેશનો એક મહાન ખેલાડી ગુમાવી ચૂક્યા છીએ. તેણે અસંખ્ય ભારતીયોના દિલમાં જગ્યા બનાવી હતી. તેમના વ્યક્તિત્વના અનેક ચાહકો હતા. હું તેમના નિધનથી ખૂબ જ દુઃખી છું.

અઠવાડિયા પહેલા જ પત્નીનું પણ કોરોનાથી થયું હતુ નિધન

આ સાથે મિલ્ખા સિંઘના પરિવારને માટે જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જાણવા મળી રહી છે. સૌથી દુઃખની વાત તો એ છે કે અઠવાડિયા પહેલા જ તેમની પત્ની પણ તેમની સાથે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે એડમિટ હતા અને ત્યાં જ તેમની પત્ની નિર્મલ મિલ્ખા સિંઘનું નિધન થયું હતું. પતિ મિલ્ખા સિંઘ આઈસીયૂમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાથી પત્નીના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યા નહતા.

કોણ હતા મિલ્ખા સિંઘ અને કેવું હતું તેમનું જીવન

લાયલપુરમાં 20 નવેમ્બર 1929ના રોજ મિલ્ખા સિંઘનો જન્મ શિખ પરિવારમાં થયો હતો. તેમને ઓલ્મ્પકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ અને તેમને ફ્લાઈંગ સિખનો ખિતાબ મળ્યો હતો. તેઓ ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાતા હતા. પાકિસ્તાનીઓ દ્વારા આક્રમણના કારણે જે રમખાણો થયા હતા તેમાં મિલ્ખા સિંઘનો પરિવાર ખતમ થઈ ગયો હતો અને તેઓ શરણાર્થીના રૂપમાં પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

સફળ દોડવીર બન્યા

image source

અનેક મોટી ઘટનાઓ જોયા બાદ જીવનમાં કંઈ ખાસ કરવાની ઈચ્છાના કારણે તેઓ એક દોડવીર બન્યા અને સફળ દોડવીર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું. 400 મીટરની દોડમાં તેઓએ કિર્તીમાન રેકોર્ડ બનાવ્યો. અનેક મેડલ જીત્યા બાદ કોરોનાની દોડમાં તેઓ અસફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શા માટે કહેવાયા ફ્લાઈંગ સિખ

એક સમયે પાકિસ્તાનમાં દોડવાનું આમંત્રણ મળ્યું અને બાળપણની ઘટનાના કારણે ત્યાં જતા ખચકાયા, પણ ન જવાના કારણે મોટી ઉથલ પાથલ થવાની શંકાના કારણે તેઓ ગયા અને સરળતાથી જીત્યા. અહીંથી તેમને ફ્લાઈંગ સિખનું ઉપનામ મળ્યું. આ પછી તેઓએ ભારત સરકાર સાથે પ્રોત્સાહન રૂપે કામ કરવાનું શરૂ કર્યું.

જીવનના છેલ્લા સમયમાં તેઓ ચંડીગઢમાં રહેતા હતા. અનેક સુવર્ણ ચંદ્રકના વિજેતા મિલ્ખા સિંઘના નિધનના કારણે ભારતને મોી ખોટ વર્તાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!