હવે મોદી સરકારની નજર છે આ લોકો પર, જાણો કોરોના સામે લડવા મોદી સરકાર શું ઘડી રહી છે નવો પ્લાન

સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે લડી રહ્યુ છે. કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. લોકોને ત્રણ ટાઈમ ખાવામા પણ ફાંફા પડી રહ્યા છે.

image source

તો બીજ તરફ ઘણા લોકો એવા પણ છે જેઓ કલાકમાં કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. વર્તમાન સમયમાં ભારતમાં 80 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. આ અંગે યુએસ.ના અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા જોસેફ ઇ.

image source

સ્ટિગલિઝે સોમવારે કહ્યું હતું કે જો ભારત સરકાર કોવિડ -19 રોગચાળો સામે લડવા માટે જરૂરી નાણાં ન હોય તો ધનિક લોકો પર ટેક્સ લગાવીને નાણાં એકત્રિત કરવા જોઈએ. નબળા વર્ગને મદદ કરવા માટે ખર્ચ કરવાથી પાછળ ન હટવું જોઈએ. નાણાં ઓછા પ્રભાવવાળા વિસ્તારોને બદલે ઉચ્ચ પ્રભાવવાળા વિસ્તારોમાં ખર્ચ કરવા જોઈએ. નાણાં ન હોય તો કર વધારવો જોઈએ કારણ કે ભારતમાં ઘણા એવા ઉદ્યોગપતિ છે જે આર્થિક મદદ કરી શકે તેમ છે.

દેશ માટે ચિંતાનો વિષય છે

image source

થોડા દિવસ પહેલા જ વિશ્વના 80 જેટલા ધનિક ઉદ્યોગપતિઓએ વિશ્વની સરકારોને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, સરકારોએ સુપર રીચ લોકો પર કોરોના વાયરસ માટે વધુ ટેક્સ લગાવવો જોઇએ. ભારતના કરોડપતિઓને વેપારની પૂરતી અનુકુળતા ન હોવાના કારણે મોટી સંખ્યામાં દેશ છોડીને જઈ રહ્યા છે. દેશ માટે ચિંતાનો વિષય છે.

20 હજાર કરોડપતિઓએ દેશ છોડી દીધો

image source

ભારતમાંથી ઘણા ઉદ્યોગપતિઓ દેશ છોડી રહ્યા છે. અફરાસીયા બેંક અને અનુસંધાન ફર્મ ન્યુ વર્ડ વેલ્થ તરફથી કરાવવામાં આવેલા એક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુ (GWMR)એ જાહેર કર્યું છે કે, 2018માં 5000 કરોડપતિઓ અને વધુ સંપત્તિ ધરાવતાં લોકોએ ભારત છોડીને વિદેશમાં ધંધો શરૂ કરવા દેશ છોડી દીધો હતો. 2014થી 2020 સુધીના 6 વર્ષમાં 20 હજાર કરોડપતિઓએ દેશ છોડી દીધો હોવાનું માનવામાં આવે છે. આ સમયે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા.

સામાન્ય લોકો પર બેવડો માર

image source

તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમતો ઘટવાના કારણે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. જેનો સીધો માર મોંઘવારી પર પડે છે. એક તો ધંધા રોજગાર ઠપ્પ છે અને બીજી તરફ મોંઘવારી વધી રહી છે. જેના કારણે સામાન્ય લોકો પર બેવડો માર પડી રહ્યો છે. રાજ્ય સરકારો હવે ભાવ ઘટાડવાના બદલે કોરોના વાયરસ ટેક્સ લગાવીને તેને મોંઘુ કરવા જઈ રહી છે.

image source

મહામારી કોરોના વાયરસ સામેની લડાઈમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવામાં આવ્યો છે. દેશવ્યાપી લોકડાઉન વચ્ચે નાગાલેન્ડે પેટ્રોલ અને ડીઝલ પર કોવિડ-19 સેસ લગાવવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડે પેટ્રોલ ઉપર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ઉપર 5 રૂપિયા પ્રતિ લીટર કોવિડ-19 સેસ લગાવ્યો છે તથા આ નિર્ણય 28મી એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થઈ ગયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત