Whatsapp પર ચેટિંગ મરવું બન્યું વધુ રસપ્રદ, લોન્ચ થયા નવા સ્ટીકર્સ

WhatsApp money heist sticker : વિશ્વભરમાં તાજેતરમાં જ રિલિઝ થયેલી લોકપ્રિય નેટફ્લિક્સ સિરીઝને સારી એવી પ્રસિદ્ધિ મળી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ money heist ની લેટેસ્ટ 5 મી સિઝનની. જો તમે પણ money heist ના ફેન હોય તો આ આર્ટિકલ તમારા માટે સારા સમાચાર આપનારો સાબિત થઈ શકે છે. આ સિરીઝ અન્ય સિરીઝની સરખામણીએ લોકોમાં સારી એવી લોકપ્રિય બની છે ને મોટાભાગના નેટફ્લિક્સ યુઝરો જેઓ આવી સિઝન નિયમિત રીતે જોવાના શોખીન છે તેઓ આ સિરીઝ બાબતે જ ચર્ચા કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ સિરીઝની લોકપ્રિયતાને વધતી જોઈ whatsapp જેવી એપ કઈ રીતે પાછળ રહે ? આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વભરમાં whatsapp ના કદાચ કરોડો કે એથી પણ વધારે યુઝરો છે અને આ યુઝરો પૈકી ઘણા ખરા યુઝરો નેટફ્લિક્સની money heist ના પણ ફેન છે. ત્યારે હવે આ લોકો માટે હવે whatsapp એક સુવિધા આપી રહ્યું છે અને તે યુઝરો માટે money Heist ના સ્ટીકર આપી રહ્યું છે.

image soucre

હવે whatsapp વધુ રસપ્રદ બની ગયું છે. સીરીઝનો આનંદ હવે લોકો whatsapp પર સ્ટીકર મોકલીને પણ માણી શકશે. હવે money heist ના એક્સપ્રેશન અને મૂડને જાહેર કરતા આ યુઝર આ સ્ટીકરનો ઉપયોગ કરી શકે છે. જે આ એપ પર સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતા ફીચર્સ પૈકી એક છે. મેસેજિંગ પ્લેટફોર્મ whatsapp એ એનિમેટેડ સ્ટીકર્સનું એક પેક લોન્ચ કર્યું છે. જેને Money heist નામ આપવામાં આવ્યું છે. આ સ્ટીકર્સનો ઉપયોગ કરવો પણ સાવ સરળ છે. Whatsapp યુઝર money heist ના કેરેકટર અને ઘટનાઓના આધાર પર સ્ટીકર શેયર કરવા માટે સ્ટીકર પેક ડાઉનલોડ કરી શકાય છે.

Money heist ના 17 સ્ટીકર્સનો whatsapp પર કરી શકાય છે ઉપયોગ

image soucre

અહીં એ પણ નોંધનીય છે કે whatsapp એ money heist ના કેરેકટરની સ્પેશ્યાલિટી વાળા 17 સ્ટીકર રિલીઝ કર્યા છે. જેમાં પ્રોફેસર, ટોક્યો, બોગોટા, રિયો, સ્ટોકહોમ, આર્ટુરો, એલિસિયા, સીએરા અને નૈરોબી શામેલ છે. આ એન્ડ્રોઇડ અને iOS બન્નેના યુઝર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડાલી ફેસ માસ્કના સ્ટીકર પણ ઉપલબ્ધ છે.

નવા સ્ટીકરની ભરમાર કરી નાખે છે whatsapp

image souycre

આ સ્ટીકરને મુચો પેક્સેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે. અને આ પેકની કુલ સાઈઝ 658 kb ની જ છે. હવે તેને અપકમિંગ ફેસ્ટિવલમાં અવસરો સાથે whatsapp પર મોકલી શકાય છે. Whatsapp પર ચેટિંગ કરવું હવે પહેલા કરતા પણ વધારે રસપ્રદ બની ગયું છે. જે યુઝરોને પસંદ પણ આવી રહ્યું છે.

image soucre

Whtasapp પર Money Heist ના સ્ટીકર કઈ રીતે કરવા ડાઉનલોડ

  • 1. સૌથી પહેલા whatsapp ઓપન કરો.
  • 2. એક ચેટ વિન્ડો ઓપન કરો.
  • 3. સ્ટીકર આઈકન (Sticker icon) પર ક્લિક કરો.
  • 4. Whatsapp નાં સ્ટીકર સ્ટોરમાં સ્ટીકર હિસ્ટ એનિમેટેડ સ્ટીકરને સિલેક્ટ કરો.
  • 5. હવે Money Heist ના સ્ટીકર તમારા સ્ટીકર પેક લિસ્ટમાં શામેલ થઈ જશે. અને તમે તેને કોઈપણ યુઝર સાથે શેયર કરી શકશો.