Site icon News Gujarat

મોતના આ ટાપૂ પર 1 લાખથી વધુ લોકો ગુમાવી ચૂક્યા છે જીવ, અહીંથી નથી ફરતું કોઈ જીવિત પરત

દુનિયામાં અનેક જગ્યાઓ એવી છે જેનું રહસ્ય અનેક વર્ષો સુધી કોઈ ઉકેલી શકતા નથી. આવો જ છે એક આઈલેન્ડ જ્યાંથી કોઈ પણ વ્યક્તિ જીવિત પરત ફરતું નથી. જી હા અહીં વાત થઈ રહી છે ઈટલીના આઈલેન્ડની. જેનું નામ છે પોવેગ્લિયા. આ આઈલેન્ડને મોતનો આઈલેન્ડ કહેવામાં આવે છે. તેને આઈલેન્ડ ઓફ ડેથના નામે પણ ઓળખવામાં આવે છે.

image source

કહેવાય છે કે આ મોતનો ટાપૂ પણ પોતાની સુંદરતા માટે જાણીતો હતો. આજે આ ટાપૂ વેરાન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ઈટલીમાં અનેક વર્ષો પહેલાં પ્લેગની બીમારીએ વિનાશ મચાવ્યો હતો તે સમયે અહીં ભારે સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. ઈટલીની સરકાર આ બીમારી પર કાબૂ મેળવી શકી ન હતી.

image source

આ સમયે ઈટલીની સરકારે 1 લાખ 60 હજાર દર્દીને આ ટાપૂ પર લાવીને આગના હવાલે કર્યા હતા. આ વિનાશકારી બીમારી બાદ ઈટલીમાં કાળા તાવ નામની એક બીમારી ફેલાઈ. તે પણ કાબૂમાં આવી નહીં અને અન્ય કેટલાક લોકોના પણ મોત થયા.

image source

આ પછી આ ટાપૂ પરથી આસપાસના લોકોના ટાપૂ પર વિચિત્ર અવાજો આવવા લાગ્યા. અહીંના લોકો ટાપૂ પર આત્માઓના હોવાનો આભાસ કરતા અને લોકોએ આ ટાપૂ પર જવાનું બંધ કરી દીધું. ઈટલીના શહેર વેનિસ અને લિડોની વચ્ચે આ ટાપૂ વેનેશિયન ખાડીમાં આવેલો છે. અહીં કોઈ જવાનું પસંદ કરતું નથી. માન્યતા છે કે જે પણ વ્યક્તિ અહીં જાય છે એ જીવિત પરત ફરતું નથી.

image source

એક વાર ઈટલીની સરકારે એક મેન્ટલ હોસ્પિટલ બનાવીને અહીં લોકોની અવરજવર વધારવા ઈચ્છા રાખી, જ્યાં નોકરી કરનારા ડોક્ટર્સ તથા નર્સેને આત્માનો આભાસ થવા લાગ્યો હતો. ડોક્ટરોએ કહ્યું કે તેઓએ તેમના મોતના આ ટાપૂમામં અનેક અસામાન્ય ચીજો જોવા મળી હતી. તેનાથી ખતરનાક અવાજો આવતી હતી.

image source

અહીં રહેતા દર્દીઓના પરિવારને પણ અનેક વાર આત્માઓને જોવાની વાત કરી હતી. આ પછી સરકારને મેન્ટલ હોસ્પિટલને જલ્દી બંધ કરવી પડી હતી, ત્યાર પછી 1960માં ઈટલી સરકારે એક અમીર વ્યક્તિને વેચી પણ હતી. આ પછી તે વ્યક્તિના પરિવારની સાથે અહીં અનેક વિચિત્ર ઘટનાઓ ઘટી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version