ભારતની નામી ટુ વહીલર કંપની હીરો મોટોકોર્પ તેના બાઈક / સ્કુટરમાં કરી રહી છે ભાવવધારો

હીરો મોટોકોર્પ સોમવારથી એટલે કે 20 સપ્ટેમ્બરથી પોતાના મોટરસાયકલ અને સ્કૂટર ભાવમાં વધારો કરી રહી છે. હીરો મોટોકોર્પ એ પોતાના વાહનોમાં ભાવ વધારા માટે કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યો છે. હીરો મોટોકોર્પ ના મોટરસાયકલ અને સ્કૂટરના ભાવમાં અંદાજે રૂપિયા 3 હજાર જેટલો વધારો કરવામાં આવશે. કંપનીના ક્યા મોડલ માં કેટલો વધારો કરવામાં આવશે તે સિલેક્ટ કરવામાં આવેલા પ્રોડક્ટ ના મોડલ પર નિર્ભર રહેશે. ટૂંકમાં કહીએ તો જો તમે નજીકના ભવિષ્યમાં હીરો મોટોકોર્પ ના વાહન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ઉતાવળ કરવાની જરૂર છે.

image soucre

ટુ વ્હીલરો ના ભાવમાં વધારો થવાના કારણે તેની માંગ પર પ્રભાવ પડવાની શક્યતા છે. કારણકે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર વાહનો એ પણ બજારમાં પોતાની ઉપલબ્ધતા હોવાનું સાબિત કરી દીધું છે. હીરો મોટોકોર્પ ના કહેવા અનુસાર તે આગામી ફેસ્ટિવલ સિઝન હોવાને લીધે આશાવાદી છે. વિશ્વની સૌથી મોટી ટુ વ્હીલર ઉત્પાદન કંપની નું વેચાણ ગયા વર્ષ એટલે કે 2020 માં આ મહિને જેટલું થયું હતું તેના કરતા 22 ટકા વેચાણ ઘટયુ છે. આ પાછલા ફાઈનાન્સિયલ વર્ષ ની સમાન અવધિ ની સરખામણીએ એપ્રિલ ઓગસ્ટ FY22 ના સારા આંકડાઓ હોવા છતાં છે. જો કે કોરોના મારામારીને કારણે બંને વર્ષના પરિણામો અલગ અલગ છે.

ઓટોમોબાઇલ સેકટરમાં અનેક વાહનોના ભાવ વધ્યા

image soucre

ઇન્ડિયન ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેક OEM એટલે કે ઓરીજનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર એ હાલમાં જ રજૂ કરેલા વાહનો ની કિંમતમા ભાવ વધારો કર્યો છે. આ માટે વિશેષ રીતે ઇનપુટ કોસ્ટ માં સતત વધારાને જવાબદાર ગણવામાં આવ્યું છે. તેમાં પેસેન્જર વ્હિકલ અને ટુ વ્હીલર સેગમેન્ટ એમ બંને સેક્ટર માં કામ કરતી કંપનીઓ સામેલ છે. જ્યારે વાહનોની માંગ વધી રહી છે ત્યારે ઇન્ડસ્ટ્રી માં સાવધાની ની ભાવના છે. અને અમુક તો એવા અનુમાનો લગાવવાની હદે પહોંચી જાય છે કે આ વખતની ફેસ્ટિવ સિઝન પહેલા જેવી ફેસ્ટિવ સિઝન નહીં થઈ શકે.

સેમી કંડકટર ચીપને કારણે કિંમતોમાં વધારો

image soucre

સેમિકન્ડક્ટર ચીપની વૈશ્વિક રીતે ઉભી થયેલી અછત નો અર્થ એ છે કે સપ્લાય પણ એક મોટી ચિંતા છે. જેના કારણે વાહનોના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારો ફક્ત ભારત પૂરતો સીમિત નથી પરંતુ વિશ્વભરમાં લાગુ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત દેશમાં કોરોના મહામારી ની ત્રીજી લહેરનું જોખમ પણ ઉભુ છે.

PLI સ્કીમને મંજૂરી આપી ચૂક્યું છે મંત્રીમંડળ

image soucre

કેન્દ્રીય મંત્રીમંડળે ગત બુધવારે ઓટો, ઓટો ઘટકો ની સાથે સાથે ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 26,058 કરોડ પ્રોડક્શન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના એટલે કે PLI યોજનાને મંજૂરી આપી દીધી છે. મોટર વાહન ઉદ્યોગમાં આ પગલાંને સારું માનવામાં આવી રહ્યું છે.